Sunday, November 21, 2021

VSSM provides monthly ration kit to Dhudhakaka and Soni Ma through its Mavjat initiative

Mittal Patel meets Dhudhakaka and Soni Ma

 ‘Kaka, who looks after you? We ask because you do not have children?”

“This old woman begs and brings some food whenever she is in the village rest; I have government ration and pension to fall back on.”

“What when Soniba is unwell?”

“Nothing, we go hungry on such days!’

How can someone survive in such poor living conditions? The reply angsts me.  

Dhudakaka and Soni Ma reside in Kankrej’s Ratanpur. The couple does not have children, while Dhudakaka has been confined to bed for almost 30 years with a leg ailment. Soni Ma continues to take good care of Dhudakaka but now both, her eyesight and physical strength have weakened considerably. 

Their warm and loving relationship reminded me of Shri Suresh Dalal’s poem ‘ek dosi, dosa ne haji vahal kare che!’

“Whatever you can do!” Kaka responded to my question on how could we help them.

“We will send you a ration kit every month, manage medical and other expenses from your pension and let us know if you run short of money. 

Soni Ma responded in a meek ‘ok’, but her face revealed her happy heart. 

Currently, VSSM provides monthly ration to 195 destitute elderly through its Mavjat initiative. It is challenging to undertake such activity without the support of our well-wishers. We are thankful to all who have supported this endeavour. You may also choose to sponsor an elderly. Do call us on 9099936013 or 9099936019 if you wish to sponsor an elderly. 

'કાકા સંતાનો નથી તો કોણ સાચવે?'

'આ ડોશી ગામમાં જાય ને માંગી લાવે બાકી સરકારી રાશન ને પેન્શન મળે એનો ટેકો રે'

'પણ સોનીમા બીમાર પડે ત્યારે'

'ત્યારે શું પડ્યા રહેવાનું!'

સાંભળીને કમાકમા આવી ગયા આવી સ્થિતિમાં કોઈને જીવવું પડે એ વાત વિચારવી જ અઘરી..

મૂળ કાંકરેજના #રતનપુરામાં ધુળાકાકા ને સોનીમા રહે. નિસંતાન દંપતી. ધુળાકાકાએ તો ત્રીસ વર્ષથી ખાટલો પકડ્યો છે.. પગમાં જબરી તકલીફ થઈ છે તે ઘુળીમાં જ એમને સાચવે. આંખે બરાબર ભળાતુ નથી, શરીર થાક્યુ છે છતાં એ કાકાને સરસ સાચવે..

બેઉને જોઈને સુરેશ દલાલ લીખીત કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..!  કવિતા યાદ આવી જાય.

એમને મળીને ઉઠતા અમે શું મદદ કરીએ એવું પુછ્યું તો એમણે કહ્યું, 'તમને યોગ લાગે એ...'

અમે કહ્યું દર મહિને તમારા બેઉને ચાલે એટલું રાશન આપીશું. વૃદ્ધ પેન્શન મળે એમાંથી ચા પાણી દવાના ખર્ચ કાઢજો ને છતાં ખૂટે તો કહેજો...

ઘૂળી મા જવાબમાં સારુ એટલું જ બોલ્યા પણ એમના મોંઢા પર રાજીપો વર્તાતો હતો...

આવા #નિરાધાર માવતરોને દર મહિને રાશન આપવાનું અમે કરી રહ્યા છીએ.. આવા માવતરોને દત્તક લેવાનું પણ કરી શકાય... હાલ તો 195 માવતરોને સાચવવાનું કરી રહ્યા છીએ..

પણ આ કાર્ય સમાજના સહયોગ વગર શક્ય નથી. મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર ને આપની આસપાસ રહેતા કોઈ આવા માવતરોને દત્તક લેવાની ખેવાના રાખે તો 9099936013 અથવા 9099936019 પર સંપર્ક કરવા વિનંતી..

#MittalPatel #vssm

No comments:

Post a Comment