Friday, April 28, 2023

Savitriben and Manjula Ba receives ration kit through VSSM's Mavjat initiative...

Mittal Patel meets Manjulaba who receives ration kit from
our Mavjat initiative

“Have you shared such a strong bond from the very beginning?”

“Yes, I think we were destined to live like sisters. Our husband passed away some time back; he was a little older than me, and so is she. My husband was not keeping good health; it was when I decided to work as a cook and domestic helper at a doctor’s house in Baroda. So I took up the responsibility of earning for the three of us and kept sending the money to my husband and step-wife!”

Manjula Ba’s talk did come as a surprise. She lost her husband to a long illness; his first wife is Savitriben, while Manjulaben is his second wife,  who also runs the household.

The yearning for a child made Kaka marry twice, but that aspiration was never fulfilled. Kaka operated a grocery store in Navsari, but as age and frail health caught up, he closed the business. The savings were exhausted on his age-related medical issues. Ultimately, they returned to  Chunel,  his native village in Kheda district. Kaka has left both of them a small house. However, both of them are incapable of working hence bringing food on the plate is a problem. The duo tries to survive on the quota available on their ration card and pension for older people, but money for medicine, etc., remains a challenge.

“I always prayed to Goddess Jagdamba to keep us under her wings. It was as if she answered my prayers and sent us to help through VSSM’s Rajnibhai. God bless Chunel’s Dilipbhai for talking about us to Rajnibhai, who now brings us a monthly ration kit.

The Mavjat initiative helps 435 destitute elderly with food; the support we receive from our well-wishers helps us operate this much-needed initiative. You may also choose to adopt an elderly by offering financial contributions. 

Kindly call 9099936013 to learn more about the program or GPay  9909049893. Even small support will bring a big difference in the life of the elderly. 

'તમારા બેઉ વચ્ચે પહેલેથી આવો મેળ?'

'હા. બધુ ઉપરવાળો નક્કી કરે. અમે તો બહેનોની જેમ રહીએ. અમારા ઘરવાળા હમણાં ગુજરી ગયા પણ એ બેઉ મારા કરતા થોડા મોટા. એમની તબીયત સારી નહોતી રહેતી ત્યારે હું વડોદરા એક ડોક્ટરના ત્યાં રસોઈ અને ઘરનું કામ કરવા રહી અને ત્યાંથી બેઉને પૈસા મોકલાવતી અને એમનું ગુજરાન ચાલતુ.'

નવાઈ લાગે એવી વાત મંજુલાબાએ કરી. તેમના પતિ લાંબી માંદગીમાં ગયા. એમના પહેલા પત્ની સાવિત્રીબહેન અને બીજા મંજુલાબા. 

ઘરનો કારભાર મંજુલાબા જ જુએ. ને સાવીત્રીબા એમનું બધુ માને. બાળક માટે થઈને કાકાએ બે લગ્ન કરેલા. પણ બાળક ભાગ્યમાં નહોતું.

કાકા નવસારીમાં નાનકડી દુકાન ચલાવતા. ઉંમર થઈ ધંધો બંધ થયો. માંદગીમાં ઘણો ખર્ચ થઈ ગયો. છેવટે હાથે પગે આવી ગયા. એટલે નવસારી મુકી પોતાના વતન ખેડાના ચુણેલગામમાં આવીને રહ્યા.

એક નાનકડુ ઘર બેઉ બા માટે કાકા મુકીને ગયા તે બેઉને માથુ ઘાલવાનું હખ છે. પણ કામ થતું નથી એટલે ખાવા પીવાની તકલીફ પડતી. 

રાશનકાર્ડ પર મળતા રાશન અને વૃદ્ધ પેન્શન પર આ બે નભવા કોશીશ કરે. પણ દવાઓને અન્ય જરૃરિયાતો તો ઊભી રહેતી. 

મંજુલાબા કહે, 'મા જગદંબાને રોજ પ્રાર્થના કરતી કે નોંધારા ના મુકતી. તે જાણે ભગવાને પ્રાર્થના સાંભળી હોય એમ ચુણેલના દિલીપભાઈએ રજનીભાઈ (VSSM ના કાર્યકર)ને વાત કરી અને એમણે સ્થિતિ જોઈ અમને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું જેનાથી અમને ઘણી રાહત છે.'

VSSM થકી અને આપ સૌ સ્વજનોની મદદથી દર મહિને 435 નિરાધાર બા દાદાઓને રાશન આપવાનું ્અમે કરીએ.

તમે પણ આવા માતા-પિતાના પાલક બની શકો છો.. તમે પણ આ કાર્યમાં આર્થિક સહયોગ કરી શખો એ માટે   9099936013 પર સંપર્ક કરવા વિનંતી. અથવા 9909049893 પર ગુગલ પે કરી શકાય. તમારી નાનકડી મદદ કોઈ માટે મોટો આધાર બની શકે છે. 

#MittalPatel #VSSM



Mittal Patel receives blessings from
Savitri ba

Mittal Patel meets elderly destitute in Kheda 

Savitri Ba shares her experience with Mittal Patel


No comments:

Post a Comment