The experiences gathered while working closely with the authorities on acquiring documents like ration cards, voter ID card etc has made us reach to the conclusion that the procedural complexities involved in issuance of these documents is such that it baffles even those authorised to issue these documents!! The procedures involving BPL and Antyoday Card is so rigid that it confuses even the officials. The families falling under the pre defined criterion of Below Poverty Line (BPL) do not find their names in the list or possess BPL cards. The officials do understand and acknowledge the fact that such families should have their names in the BPL list however shy away from including their names. The fact of the matter is that if the number of families in BPL list of the state increases it debunks the facade of prosperity that has been created. Getting the name of a single family included in the BPL list is a daunting task. The officials do not understand the fact that BPL list and BPL ration card are two separate matters. For they say only those who have BPL ration cards become eligible for Antyoday ration cards, for the Antyoday ration cards are for the poorest of the poor. No name in the BPL list so no Antyoday card is the simple argument they present.
Some 21 families from Deyodar, Khanodar, Vadia, Vatamnava villages of Banaskatha are engulfed in the endless procedures of obtaining Ration Cards and that too Antyoday Ration cards. These families had applied for Antyoday Ration card on 19th February 2014. Whenever they followed up the officials of the Mamlatdar office would give some reason for the delay. When the VSSM team member Naranbhai went to inquire he was asked to come after the elections were over. When he went after elections the Mamlatdar told him that these families will not be issued Antyoday Cards.
5 of the 21 are destitute families, according to the supreme court guidelines all destitute individuals are eligible for Antyoday Card. The rest of the 16 families live in homes made of tarpaulines so how can they be denied the antyoday cards??? After taking all these issues into consideration we wrote to the Food and Civil supplies department directly on 20th May. Subsequently, the families from Vijapur and Deesa were issued the BPL cards directly. The Mamlatdar bowing down to the pressure from senior officials made a visit to the place where the applicant families are staying, took picutres of conditions under which the families are staying and gave assurance that they will be allotted the Antyoday Cards.
સરકારી દસ્તાવેજોની આંટી ઘૂટીમાં અટવાયા વિચરતા સમુદાયો...
BPL અને અંત્યોદયકાર્ડ મેળવવાની પ્રક્રિયા એટલી જટિલ છે કે અધિકારીઓ પણ મૂંઝાતા હોય છે. BPLની વ્યાખ્યામાં આવતા પરિવારો પાસે પણ BPL કાર્ડ નથી. અધિકારીઓ આ પરિવારોની સ્થિતિ જુએ સમજે પણ BPL નું માળખું એવું જટિલ છે કે એ પોતે સ્વતંત્ર નિર્ણય લેતા ગભરાય છે. મૂળ તો BPL યાદી અને BPL રેશનકાર્ડનો મુદ્દો તદ્દન જુદો છે. BPL યાદીમાં નવા કોઈ પરિવારનો સમવેશ થાય તો રાજ્યમાં ગરીબોની સંખ્યા વધે. એક અર્થમાં એવું માનવામાં આવે છે કે, આ રીતે ગરીબોની સંખ્યા વધવાથી સરકારની નામના ઘટે. એવા કારણને લીધે કોઈ પણ નવા પરિવારને BPL યાદીમાં સમાવેશ કરાવવાનું લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ BPL યાદી અને BPL રેશનકાર્ડ તદ્દન જુદો મુદ્દો છે પણ અધિકારીઓ આ સમજવા તૈયાર નથી એટલે ખરે ખરે જેને BPL રેશનકાર્ડ મળવા જોઈએ તેમને મળતા નથી. અંત્યોદય રેશનકાર્ડ ખૂબ ગરીબ પરિવારોને આપવાની જોગવાઈ છે પણ સરકારી ભાષામાં BPL રેશનકાર્ડ જેની પાસે હોય તેમને જ અંત્યોદય કાર્ડ મળી શકે. કેમ કે અંત્યોદય રેશનકાર્ડમાં તો BPL કરતા પણ વધારે અનાજ મળે. આમ આવી સરકારી આંટી ઘૂટીમાં દિયોદર અને તે સિવાયના વિસ્તારમાં રહેતા વિચરતા સમુદાયો અટવાયા છે.
બનાસકાંઠાના ખાણોદર, વાટમનવા, વડીયા તથા દિયોદરમાં રહેતા ૨૧ પરિવારોની BPL અથવા અંત્યોદય રેશનકાર્ડ માટે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. અરજી કર્યાને આટલો સમય થયો પણ આ પરિવારોને કાર્ડ આપવાની દિશામાં કોઈ કાર્યવાહી થતી નહોતી. આ પરિવારોના કાર્ડ માટેની પુછતાછ માટે vssmના કાર્યકર નારણભાઈ મામલતદાર શ્રી ને પૂછવા જાય ત્યારે જવાબ મળે ચૂંટણી પછી આવજો. ચુંટણી પછી ગયા તો BPL અને અંત્યોદયકાર્ડ આપવાની મામલતદાર શ્રી એ ના પાડી એમણે APL કાર્ડ આપવાની વાત કરી.
હવે જે ૨૧ પરિવારોની આપણે અરજી કરી છે એ પરિવારોમાંથી પાંચ વ્યકિત તો નિરાધાર અને વિધવા છે. સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે આ કેટેગરીમાં આવતા પરિવારોને તો અંત્યોદયકાર્ડ તત્કાલ મળવા જોઈએ. જયારે આ સિવાયના પરિવારો ખુલ્લામાં, ઘાસના છાપરામાં રહે છે તો એમને BPL કાર્ડ કેમ નહીં? આ બધા પ્રશ્નો સાથે એક અરજી ‘અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત’ના વિભાગ ગાંધીનગરમાં તા. ૨૦ મે ૨૦૧૪ના રોજ કરી. મુળ તો મામલતદાર કોઈ પરિવારને સીધા અંત્યોદય કે BPL રેશનકાર્ડ ફાળવી શકાય એ બાબત જ માનવા તૈયાર નહોતા. આખરે ડીસા અને વિજાપુરમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને સીધા જ BPL કાર્ડ ફળવાયા એની વિગતો આપી પછી વળી પાછું ઉપરથી દબાણ તો હતું જ છેવટે નાયબ મામલતદાર શ્રી તા. ૯ જુન ૨૦૧૪ના રોજ જે ૨૧ પરિવારોની અરજી કરી હતી તે તમામની સ્થળ તપાસ માટે આવ્યા અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ પરિવારોના ફોટા આપવા કહ્યું અને અંત્યોદય રેશનકાર્ડ ફાળવવાની ખાત્રી આપી.
No comments:
Post a Comment