Mittal Patem meets NabuMa |
You used to stay in Bidaj earlier .. right ?
Yes... I used to be there before I moved to Mahijada.. after he was cremated.
I did not understand what you said.
I used to stay in Bidaj with my husband. We had a temporary shelter in Mahijada. We used to stay with one local shepherd. He was a nice person and asked us to stay near him. One night my husband did not wake up from the sleep. Near the shelter, Sabarmati river used to flow. On the banks of river Sabarmati I cremated him. I told that shepherd that when I die, please cremate me the way I cremated my husband on the banks of Sabarmati.
You loved your husband a lot ? I asked.
Nabuma felt shy & said he kept me happy throughout our life. It is disheartening that no one else ever came to check on our well-being. Nabuma stays in a temporary shed in Mahijada village in Ahmedabad. She had no children and there was no one to take care of her. She had no ration card or aadhar card. So she was not receiving any old age aid from the government. There would be so many such people who are eligible for the aid but do not receive it . One wonders what can be done about this problem?
Nabuma managed till she could & thereafter had to beg to eat. Our associate Shri Rajnibhai stayed in Bidaj. One Maheshbhai gave the information about Nabuma. We started giving her a monthly kit of our ration. Nabuma was happy. She said now she is not dependent on anyone & is now able to prepare her own food & eat.
We also were happy to see Nabuma. There are such 600 dependent old grandparents to whom we support by giving them the food kits. You too can help & support us in such noble cause by contacting us on 90999-36013 between 10AM to 6PM.
'તમે તો પહેલાં બીડજ રહેતા ને?'
હોવ પેલ્લાં ઓયકણ જ રે'તી.. પણ એ પાસા થ્યા પસી મહિજડા જતી રઈ. ઈમન તો બાળ્યા'તા ન એટલ!'
'સમજાયું નહીં?'
'તમાર કાકા અન્ મુ બીડજમોં જ રે'તા તા પેલ્લા. મહિજડામોં અમે થોડા ટેમ માટે સાપરુ કર્યું તું. તોકણ એક ભરવાડભઈ રે. એ બહુ હારા તે ઈમને કીધુ ક કાકા ઓયકણ આવો રે'વા. તે તો જેલા અન એક રાતે એ પથારીમોંથી ઊભા જ ના થ્યા. મારુ સાપરુ જો વાળ્યું તુ ઈની બાજુમોંથી સાબરમતી નદી જાય. તે ઈમન સાબરમતીના પટમોં જ બાળ્યા (અગ્નિસંસ્કાર). એટલ પસી મુ તો જ રઈ જી. મુ મરુ તો જોકણ ઈમ બાળ્યા તા તોકણ મનેય બાળજો એવું મન થોડું હાચવ એ ભરવાડભઈન કઈ રાસ્યુ હ્.'
'તે તમને કાકા માથે જબરો પ્રેમ?'
મારી વાત સાંભળી નબુમા જરા શરમાયા પછી કહે, 'આખી જીંદગી ઈમનેજ તો મન હાસવી. બાકી કોઈ ભૂજીયો ભઈએ ખબર પુસવા નહીં આયો. એ વાતનો વિહોમો હતા.'
નબુમા અમદાવાદના મહિજડામાં છાપરુ કરીને રહે. નિસંતાન ને પરિવારમાં અન્ય કોઈ સંભાળે એવું નહીં. રાશનકાર્ડ, આધારકાર્ડ એવું કશું પાસે નહીં..એટલે વૃદ્ધ પેન્શન પણ ન મળે.
ક્યારેક થાય આવા કેટલા માણસો હશે જેમને સરકારની સહાય છે છતાં પુરાવના કારણે મદદ નથી મળતી.. શું થઈ શકે આ બધાનું.... ખરે જ વિચારવાની જરૃર છે.
કામ થતું ત્યાં સુધી કર્યું પછી માંગી ભીખીને ખાતા. અમારા કાર્યકર રજનીભાઈને બીડજમાં રહેતા મહેશભાઈએ નબુમા વિષે માહિતી આપી ને અમે હવે એમને દર મહિને ચાલે એટલું રાશન આપીયે.
નબુમા હવે રાજી. એ કહે, 'માર હવ કોઈની ઓશિયાળી નઈ. રૃપાળુ હાથે રોધીન ખવુ.'
નબુમાનો સંતોષ જોઈને અમે રાજી. આવા 600 નિરાધાર બા - દાદાઓને અમે દર મહિને રાશન આપીયે.. તમે પણ VSSM થકી થઈ રહેલા આ સદકાર્યમાં સહભાગી થઈ શકો એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો..
#MittalPatel #mavtar #careforoldage
NabuMa said now she is not dependent on anyone & is now able to prepare her own food & eat. |
The current living condition of NabuMa |
VSSM helps Nabuma with monthly ration kit under its mavjat initiative |
No comments:
Post a Comment