Sunday, December 17, 2023

We at VSSM could reach all the 600 families to enable them to prepare whatever they like...

VSSM gives ration kit to elderly women under its
mavjat initiative

Dada, What are you going to prepare to eat during Diwali ?

 "There is no Diwali for us . Diwali is only for those who have money".

The reply from Dharamsikaka from Matpura Village in Banaskantha left us both with nothing more to say in this matter. Left us speechless.  Dharamsikaka's wife said " everyone celebrates  festivals according to their capacity. We have no money to buy sweets. We just dissolve some jaggery in hot water and dip puri in it and eat. That is our sweet."

Dharamsikaka said "I love Bhajiyas but do not have the ingredients required to make Bhajiyas. I look forward to enjoying them but cannot. I hope our lives end soon. We are tired." 

It is very difficult for any one to control the emotions after listening to all these. Tears welled in my eyes. 

This incident was of Diwali 2022.We at VSSM had then decided that to all the elders whom we are supporting by giving them food kits we shall also provide all with Jaggery, Ghee, Gram flour & more oil. This will make it possible for them to prepare some sweet delicacy during Diwali. This Diwali we decided to give them all these ingredients. However this meant an additional expense of more than Rs 500/- over & above Rs 1500/- for the regular kit that we give.  For 600 such families the additional cost would be about Rs 3.50 lakhs.

Before we could even appeal for this, our well wishers proactively responded. Shri Chandrakantbhai & Pinkiben Patel from Surat, Shri Pratulbhai Shroff from Dr K R Shroff Foundation in Ahmedabad, Shri Viralbhai Shah from Dubai and Shri Kishorebhai Patel from USA  all came forward & contributed towards the additional cost. Shri Pankajbhai also gave us 40 packets of sweets. We at VSSM could reach all the 600 families to enable them to prepare whatever they like. 

I am thankful to you all for your kind sentiments. You all have celebrated Diwali in a right manner. Wishing you all a Diwali that fills your lives with joy.

 ‘દાદા દિવાળી છે તો શું બનાવીને ખાવાના?’

‘અમારે વળી દિવાળી કેવી?  જેની પાસે પૈસા હોય એને દિવાળી. બાકી...’

બનાસકાંઠાના માતપુરાગામના ધરમશીકાકા આગળ કશું બોલી ન શક્યા ને હુંયે આગળ કશું પુછી ન શકી. ત્યાં કાકાના ઘરવાળા બોલ્યા, ‘સૌ પોત પોતાની રીતે પરબલાં ઊજવે. અમારી પાહે મીઠાઈ ખરીદવા પૈસા ન હોય. ઘરમાં ગોળ પડ્યો હોય એનું પાણી કરીએ અને હુવાળિયો(પુરી) બનાવી એ પાણીમાં બોળી દઈએ એ અમારી મીઠાઈ.’

ત્યાં ધરમશીકાકાએ કહ્યું, ‘મને ભજીયા ખુબ ગમે પણ તેલ ને ચણાના લોટની વેત નહીં. જીભને ચટકો થાય પણ હું કરીએ.. ભગવાન હવે લઈ લે તો હારુ.. થાક્યા છીએ..’

ધરમશીકાકાની આ બધી વાતો સાઁભળી હું શૂન્ય થઈ ગયેલી. કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાંથી આ બધુ સાંભળી આંસુ ડોક્યા વગર ન રહે. 

આ વાત 2022ની દિવાળી વખતની. એ વખતે નક્કી કરેલું કે અમે જે માવતરોને સાચવીયે જેમને દર મહિને રાશન આપીયે તે તમામ માવતરોની દિવાળી એમને ગમે એવી ઊજવાય એ માટે મીઠાઈ તેમજ ગોળ, ઘી, ચણાનો લોટ, વધારાનું તેલ, લાપસી રાંધી શકાય એ માટે ભૈઈડકુ આપવું. આપ સૌ સ્વજનોની મદદથી અમે ગયા વર્ષે આપ્યું પણ ખરુ.

આ વર્ષે પણ આ બધુ આપવાનું આયોજન કર્યું.

પણ ખર્ચો ઘણો હતો. 600 માવતરોને આપણે દર મહિને રાશન આપીયે. દરેક માવતરને 1500ની રાશનકીટની સાથે આ વસ્તુઓ ઉમેરીયે તો સહેજે 500નો એક રાશનકીટ સાથે વધે. આમ કુલ લગભગ 3.5 લાખનો ખર્ચ થઈ જાય. 

પણ આ વખતે સમાજ સામે આ માટે ટહેલ નાખુ એ પહેલાં જ મૂળ મહેસાણા રુવાવીગામના અને હાલ સુરતમાં રહેતા આદરણીય ચંદ્રકાન્તભાઈ પટેલ અને પ્રિય પિંકબહેન પટેલ આ બેઉ મારા પરિવારજન ને અમારા કામોમાં ખુબ લાગણી રાખે. એમને કશું કહું એ પહેલા જ એમણે મદદ મોકલી આપી.. ખૂટતું  અમદાવાદમાં રહેતા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ- ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, અબુધાબીમાં  રહેતા વીરલભાઈ શાહ અને અમેરીકામાં રહેતા કિશોરભાઈ પટેલ(અંકલ) આ બધાએ મદદ કરી ને દરેક બા દાદાના ઘરે એમને ગમે એવું રાંધીને બનાવી શકાય તે સામાન તેમજ મીઠાઈનું પેકેટ પહોંચાડવામાં VSSM નિમિત્ત બન્યું. પ્રિય પંકજભાઈ પણ 40 પેકેટ મીઠાઈના આપી ગયા. 

આપ સૌની લાગણી માટે આભારી છું. તમે ખરી રીતે દિવાળી ઊજવી એવું ચોક્કસ કહીશ. 

આપ સૌની લાગણી માટે આભારી છું. સૌના જીવનમાં દિવાળીની આનંદ ઉલ્લાસ ભરે તેવી શુભભાવના.

#MittalPatel #vssm #mavjat #care



VSSM gives ration kit to elderly couple under its 
mavjat initiative

VSSM gives ration kit to elderly baa under its mavjat
initiative

VSSM gives ration kit to elderly woman under its mavjat
initiative

VSSM gives ration kit to
elderly woman under its mavjat
initiative

VSSM gives ration kit to elderly woman under its mavjat 
initiative

VSSM gives ration kit to elderly couple under its mavjat 
initiative

VSSM gives ration kit to
elderly woman under
its mavjat initiative


No comments:

Post a Comment