Mittal Patel meets nomadic families on the roads of Jamnagar |
We have been waiting since morning.
On the road ?
Yes. Ghulambhai told us that you do not have time to come inside to our settlement. Since you were going to pass through this road we waited here.
That was nice I said. Next time I will definitely come to your settlement.
After meeting the Collector of Jamnagar on the way to KanaChikra Village we met the families on the road near the bus stop. They do not have a place of their own to stay. So on the government land they have temporary sheds & stay there. Collector Shri Shah Saheb has shown primary inclination to allot land in Chela Village near Jamnagar. He instructed his officers to prepare the application and other papers. In coming times all the families will have their own houses. Our associate Shri Ghulambhai has got busy preparing all the papers.
If we are able to take the problems of such nomadic communities to the Government then one day the problems can be resolved. That is for sure.
The ladies of the salat families sell beauty products. One of the ladies of the family took a loan from VSSM and increased her business. Seeing her, other ladies also sought loan from us. Also told them to take their children for studies to Pansar where our hostel is coming up. Very loving families. Shri Mansukhbhai, a very service minded person, has played a very important role in bringing us to these families. Soon we will go to their settlements where they will have permanent homes. We will be successful and we are trying our best for that.
'સવારથી તમારી વાટ જોતા'તા!'
'તે આમ રોડ પર?'
'હા ગુલામભાઈએ કીધેલું કે, વસાહતમાં અવાય એટલો ટેમ નથી. તે આયાં રોડ માથેથી તમે નિકળવાના હતા તે આંયા આવી ગીયા!'
'સારુ કર્યું...'
'ફરી આવું ત્યારે વસાહતમાં પાક્કુ આવીશ..'
જામનગર કલેક્ટર શ્રીને મળીને અમે કાનાછીકારા જવાના નીકળ્યા ત્યાં રસ્તામાં આવતા જીવાપરના બસસ્ટેશને અમને અમારા પરિવારો મળ્યા.
રહેવા પોતાની જગ્યા નથી. સરકારી જમીન પર છાપરાં નાખી રહેની એમની વાતો.
કલેક્ટર શ્રી શાહ સાહેબે આ પરિવારોને જામનગર નજીક આવેલા ચેલાગામમાં કાયમી જમીન આપવાની પ્રાથમિક તૈયારી કરી છે. તેમણે વિધીસર દરખાસ્ત અને અન્ય વિગતો તૈયાર કરવાની સૂચના અધિકારીઓને આપી. આવનારા સમયમાં આ બધા પોતાની જગ્યા પર રહેતા થઈ જશે. અમારા કાર્યકર ગુલામભાઈ આ બધાના કાગળિયા તૈયાર કરવામાં લાગ્યા છે.
દરેક ગામોમાંથી આવા જરૃરિયાતવાળા પરિવારોને શોધી તેમની તકલીફો સરકાર સુધી પહોંચતી કરવાનું કરીયે તો ક્યારેક તો એમના પ્રશ્નો ઉકલી જશે એ નક્કી..
સલાટ પરિવારની બહેનો શૃંગાર પ્રસાધનો વેચે. તેમાંથી એક બહેને VSSM પાસેથી લોન લઈને પોતાનો ધંધો પણ સરસ આગળ વધાર્યો. તે એને લઈને બીજા બહેનોએ પણ પોતાને લોન આપવા કહ્યું.
સાથે પાનસરમાં બંધાઈ રહેલી અમારી હોસ્ટેલમાં પણ બાળકોને ભણવા લઈ જજોનું બધાયે કહ્યું. મજાના માયાળુ પરિવારો. આ બધાને અમારી સાથે જોડવામાં મનસુખભાઈ ખુબ સેવાભાવી વ્યક્તિ, એમનો ફાળો પણ મહત્વનો..
બસ ઝટ એમની વસાહતમાં જઈશું ને આ બધા પરિવારો ઝટ પોતાના સરનામાં વાળા થાય તેવા પ્રયત્નો તો કરીશું ને સફળ પણ થઈશું એ નક્કી...
Mittal Patel with Salat community women |
Mittal Patel discusses problems of their community |
Mittal Patel told nomadic women to take their children for studies to Pansar where our hostel is coming up |
No comments:
Post a Comment