Sunday, December 17, 2023

We are sure we will be able to do a lot of work in Jamnagar in the next one year....

Mittal Patel meets nomadic families of Jamnagar district

We have been waiting since long for you to come to Jamnagar

I wanted to come but time was a constraint. I was unable to decide the date. After having appointed  GhulamBhai to take care of the families, it took me almost a year to come.

Do not take such a long time for your next visit

No I will not.

Such pleasant talk happened with the locals of various villages of Jamnagar.

In Kana Chikari village of Lalpur District, there lives "Devipujak" & "Bhopa Rabari '' community. They are seen whenever they have to go towards Porbandar, Jamnagar. They move with a herd of sheep & goats. I feel sorry when I see children with them. I constantly wonder when they will go to school . I am determined to do something good for this community and for the children. 

The land in the village KanaChikari on which they have been located for many years is now bought by a private company. They are now worried where they will stay. They would ask me  " did not they have the first right on the land having stayed on it for so many years?" I have no answer to their question. They definitely would have a right. But being a very passive & non demanding community, they are ignored. Though they can be seen they are treated as if invisible. This is the sad state of affairs , so many years after independence.

However the present government & especially the Chief Minister Shri Bhupendrabhai Patel is a very sensitive person. In a real sense he is interested in ensuring that these people get a permanent address. The nomadic community of Jamnagar is lucky that they also have a very kind hearted Shah Saheb as the Collector. He had allotted the plots in Botad for this community and had seen the joy on the faces of those people. So he has put his machinery to work to allocate the plots near Jamnagar. We met Shri Shah Saheb to discuss all the problems faced by the community. With great clarity & determination he called his team of officers and gave instructions to get the job done rapidly. We need such collectors not only in all the Districts but in the whole country.

We are sure we will be able to do a lot of work in Jamnagar in the next one year.  Dwarka is not far from there. Will reach Dwarka too, very soon !!

 'તમે જામનગરમાં આવો એની કેદુની વાત જોતા'તા.'

'આવવાનું મન તો હતું જ પણ સમયની અનુકુળતા અને ક્યાંય જામનગર આવવાનો સમય નક્કી આમ તો ગોઠવાતો નહોતો નહીં તો કાર્યકર ગુલામભાઈને જામનગરમાં રહેતા આપણા પરિવારોની મદદ માટે ગોઠવ્યા પછી પણ અમારે આવવામાં એક વર્ષ થયું.'

'એ સાચુ પણ હવે લીધો એટલો ટેમ ફેર આવવામાં નો લેતા.'

'નહીં લઉં... '

આવી મીઠી વાતો જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં રહેતા અમારા પરિવારો સાથે થઈ. 

લાલપુર તાલુકાનું કાના છિકારી ગામ. ત્યાં દેવીપૂજક અને ભોપા રબારી સમુદાય રહે. ભોપા રબારી સમાજને જ્યારે પણ પોરબંદર, જામનગર બાજુ જવાનું થાય ત્યારે જોવું. માલધારી સમુદાય ઘેટાં બકરાં સાથે વિચરણ કરે. તેમની સાથે નાના બાળકોને જોવું ત્યારે જીવ બળે. આ બાળકોને નિશાળ ભેગા કરવાનું ક્યારે કરીશું એવું સતત થયા કરે. તે હવે આ સમુદાયને મદદરૃપ થવાનું કરીશું ને ભવિષ્યમાં તેમના બાળકો માટે પણ નક્કર કરવાનું કરીશું.

કાના છિકારીગામમાં વર્ષોથી રહેતા વિચરતી જાતિના આ પરિવારોની જમીન એક ખાનગી કંપનીએ ખરીદી લીધી. એટલે આ પરિવારોને હવે ક્યાં જાસુની ચિંતા છે..

આ બધાને મળી ત્યારે અમે તો અહીંયા વર્ષોથી રહેતા તો અમારો હક પહેલાં નો લાગે એવો સવાલ પણ એમણે પુછ્યો..

જવાબ શું આપુ? 'હક લાગે જ. પણ આપણે રહ્યા દૃશ્ય છતાં અદૃશ્ય માણસો. વળી ઉપદ્રવી પણ નહીં એટલે બધા ધ્યાન હોવા છતાં બેધ્યાનપણું આપણને લઈને દાખવે એટલે આઝાદીના આટલા વર્ષે આ સ્થિતિ..'

જો કે હવેની સરકાર ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુબ લાગણીશીલ. તેઓ ખરા મનથી આ પરિવારોને પાકકુ સરનામુ અપાવવા મદદરૃપ થઈ રહ્યા છે.

જામનગરમાં રહેતા પરિવારોના સદનસીબે હાલ કલેક્ટર તરીકે ત્યાં ફરજ બજાવતા શાહ સાહેબ પણ એવા જ ભલા વ્યક્તિ. એમણે બોટાદમાં વિચરતી જાતિના અમારા પરિવારોને પ્લોટ આપેલા ને એ પરિવારોનો હરખ એમણે જોયેલા એટલે અહીંયા પણ એમણે ટીમને કામે લગાડી દીધી.

જામનગર જિલ્લા વિવિધ વિસ્તારમાં રહેતા પરિવારોના પ્રશ્નોને લઈને શાહ સાહેબને મળ્યા. એમણે પુરી સજ્જતા અને નક્કર કરવાની ભાવનાથી પોતાની ટીમને બોલાવીને બધા કામો ઝટ ઉકલે એ દિશામાં સૂચના આપી. આવા અધિકારીઓની જરૃર દરેક જિલ્લે, તાલુકે આમ તો આખા દેશમાં છે.. 

ખેર અમને વિશ્વાસ છે આવનારા એક વર્ષમાં જામનગરમાં ઘણું કરી શકીશું.. ત્યાંથી પછી તો દ્વારકાય ક્યાંય છેટું.. ત્યાં પણ પહોંચીશું.. 

#MittalPatel #vssm #jamanagar #nomadictribes #nomadiclifestyle



Mittal Patel discusses all the problems faced by the community

Nomadic families gathered in Jamnagar to meet Mittal Patel

Mittal Patel ensures nomadic families that VSSM will help
them to get their citizenry rights

The current living condition of nomadic families


No comments:

Post a Comment