Friday, January 10, 2020

Navi Ma gets grain kits from VSSM...

Mittal Patel meets Navi Ma in Deesa
“God Bless you my child! May you always prosper. You sent Mahesh for my help, right? Look how much he runs around to help me.” Navi Ma’s native is Dhanera, but lives in a shanty near Hawai Pillar in Deesa. Navi Ma lost her mother when she was barely 3 years old. Her father remarried and step-mother proved to be the evil step-mother we read about in fairy tales. At the age of 13 Navi Ma was married off to a man 20 years older to her. Her husband was an alcoholic and there were no close relatives Navi Ma could call family. Navi Ma’s desire to have a family of her own couldn’t turn into a reality as the couple never had child of their own.

30 years ago her husband died of prolonged illness. Navi Ma continued to work as manual labour and feed herself for as long as she could. As age progressed her capacity to put in physical work gradually decreased. She would station herself near a temple in Deesa and beg for living. Every day she would buy herself some food from whatever amount she received in begging. Gradually, reaching temple also became a challenge. Also finding food during rainy days and times when she was unwell became was a tough task. Sleeping on empty belly was a the only option she had.

VSSM’s Mahesh happen to notice Navi Ma and began providing her with the monthly grain kit. “Where do I have  vessels to cook?” Navi Ma had told Mahesh when he was at her place to give her the first grain  kit. Later we gave her few vessels. The neighbours give her the fire wood and Navi Ma cooks whatever she can.

I had never met her hence, decided to go and see her.  She caressed me with affection, blessing me all the while. “I do not have mattress, someone took the one I had. The food remains in open I have no container to store the grains and groceries you give me.” We gave her the containers she asked. There are hundreds and thousands of destitute elderly like Navi Ma for whom finding a meal at the end of the day is tough task.

With your help and support, we have taken up the task to provide this elderly the dignity they deserve while they are alive and provide them a proper adieu while they pass on. I welcome you all to help these elderly humans live their sunset years with dignity and grace.

We easily spend Rs. 1000-1500 on a single receipt while we dine-out. This amount is all that is required to provide a grain kit that will last an entire  month for an elderly individual. Think about it.

I am grateful to all those who have supported us in this initiative. You have been instrumental in a very noble cause.

'મારા દીચરા ભગવોન તારુ હારુ કરશે. તારા ઘેર લીલાલેર કરશે. આ મહેશને તે મેલ્યો તો? એ દીચરા ઘોડે મારી સેવા કર હ્'
નવી મા જુના ડીસામાં હવાઈ પીલર પાસે છાપરુ બાંધીને રહે.મૂળ એ ધાનેરાના વતની. ત્રણ વર્ષની ઉંમરે તેમણે માની છત્રછાયા ગુમાવી. પિતાએ ફરી લગ્ન કર્યા અને નવી મા ઘરમાં આવી. માનો ત્રાસ વધ્યો. કમરતોડ કામ કરે તોય મા જીવને હખ નહોતી લેવા દેતી. 13 વર્ષની ઉંમરે લગ્ન માટે માંગા આવ્યા અને પોતાનાથી 20 વર્ષ મોટા વ્યક્તિ સાથે તેમના લગ્ન થયા.

પતિ દારૃડિયો નીકળ્યો. વળી સાસરીમાંય બીજા કોઈ સગાવહાલાં નહીં. આમ સાવ નોંધારા જેવું જ જીવન રહ્યું.પોતાની કુખે બાળક જન્મે એવી હોંશ હતી પણ કુદરતને એ મંજૂર નહોતું. માનું સુખ નવી માને મળ્યું નહીં.

પતિની ઉંમર થઈ અને આજથી ત્રીસ વર્ષ પહેલાં લાંબી માંદગીમાં એ મૃત્યુને ભેટ્યા.નવી મા મજૂરી કરીને પેટિયું રળતા. પણ ઉંમર વધતા હાથ - પગ કામ કરતા બંધ થયા.ડીસામાં આવેલા મંદિર પાસે જઈને ભિક્ષાવૃતિ કરવાનું એમણે શરૃ કર્યું. ભીખમાં જે મળે તેમાંથી બજારમાંથી તૈયાર ખાવાનું લઈને ખાવાનું, આ નવીમાનો નિત્યક્રમ થઈ ગયો. પણ સમય જતા મંદિરે જવામાં પણ તકલીફ પડવા માંડી. આવામાં બિમારી કે ચોમાસામાં તો ભૂખ્યા પડ્યા રહેવાનું થતું.

આવા નવીમા પર અમારા કાર્યકર મહેશની નજર પડી અને નવીમાને દર મહિને જીવન ટકાવી શકે તે માટે રાશન આપવાની વાત કરી. મહેશ નવીમાને પહેલીવાર રાશન આપવા ગયો ત્યારે એમણે કહ્યું,
'મારી પાહેણ રોધવાના વાહણોય ચો હ?'

એ પછી અમે તપેલી ને થોડા વાસણો આપ્યા. લાકડાં આજુબાજુના લોકો આપી દે આમ રસોઈ કરીને એ બં ટંક ખાય છે.

હું એમને મળી નહોતી. એટલે ડીસા ગઈ ત્યારે ખાસ નવીમાને મળવા ગઈ. અમે પહેલીવાર મળ્યા. એમણે મારા આખા શરીરે વારંવાર હેતનો હાથ ફેરવ્યો. અમે #રાશનકીટ આપી તો એમણે કહ્યું,'મારી કને ગોદડા હતા તે કાલે એક ગોદડું કોક લઈ જ્યું. આ કરિયોણું મેલવા ડબ્બો નહીં તમે ડબ્બો આલો નકર આય કોક લઈ જશે' વૃદ્ધ સાથે એક ભય તેમને લાગી રહ્યો હતો..

અમે ડબ્બા આપ્યા. પણ નવી મા જેવા કેટલાય #માવતરો છે જેમને ને બે ટંકના રોટલાને છેટું છે. વળી એ જે સમાજમાંથી છે તે સમાજના લોકોય માંડ માંડ ગુજારો કરે છે આમ તેમની ચિંતા કરવાનું તેમનો સમાજ કરતો નથી. આવા માવતરોને સુખદ જીવાડવાનું અને જ્યારે આ દુનિયામાંથી જાય ત્યારે માનભેર વિદાય આપવાનું અમે આપ સૌ પ્રિયજનોની મદદથી શરૃ કર્યું છે.

આવા માવતરોને મદદ કરવા માટે તમને આવકારુ પણ છું. હોટલમાં જમવા જઈએ ત્યારે થતા 1000 - 1500ના બીલમાં એક વડીલને આખા મહિનાનું રાશન મળી જાય છે. જરા વિચારવા જેવું છે.

આ કાર્યમાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર...તેમના થકી જ આ સુંદર કાર્ય થઈ રહ્યું છે.
#MittalPatel #VSSM

No comments:

Post a Comment