Friday, January 03, 2020

Getting Caste Certificates would help Raval families in Harij to get the houses soon..

Mittal Patel distributes caste-certificate to nomadic
families
The warm and traditional welcome I received from the small girls of Harij ushered memories of the days when I too, as primary school student  be part of the welcome committee at most school functions.

The current living condition of nomadic families
There is a huge concentration of Raval families in Harij  living under pathetic conditions (as visible in the image). VSSM’s Mohanbhai filed residential plot applications for 46 of these families. On Patan District Collector Shri Anand Patel’s instructions his team was able to find land for these families.  As a result of this compassionate officer these families will soon receive papers to their little plots of land.

The efforts of district Social Welfare Officer Shri Vitthalbhai Patel enabled these families to acquire the very essential caste certificates. I had the good fortune of distributing these certificates to 40 families.

Mittal Patel receives warm welcome from the small girls of
Harij village
The issues relating to non-existence of sewage connections, basic roads to the settlement  in this thickly populated settlement shall be addressed soon was the promise given to us by the Vice President of  Town Corporation who was also present at the document distribution program.

We are grateful for the support we have received from friends and well-wishers of  VSSM.

May peace and happiness reign in lives of the poor an deprived…

હું મારા ગામની પ્રાથમિકશાળામાં ભણતી તે વખતે ગામમાં કોઈ પ્રસંગ હોય કે બહારથી મહેમાન આવવાના હોય ત્યારે ધડો લઈ તૈયાર થઈને અમે મહેમાનના સ્વાગત માટે જતા.

હારીજમાં રહેતા રાવળ પરિવારની દીકરીઓએ અમારુ સ્વાગત અદ્લ નાનપણમાં અમે કરતા એ રીતે કર્યું.
હારીજમાં રાવળ પરિવારો ખૂબ મોટી સંખ્યા રહે. પણ કટેલાક પરિવારોની હાલત ફોટોમાં દેખાય એ રીતની. અમારા કાર્યકર મોહનભાઈએ 46 પરિવારોની રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજી કરી અને કલેક્ટર શ્રી આનંદ પટેલે આ પરિવારો માટે જમીન શોધવાનો આદેશ કરી દીધો ને જમીન શોધાઈ પણ ગઈ. ટૂંક સમયમાં કલેક્ટર શ્રીની લાગણીના લીધે આ પરિવારોને પ્લોટ મળી જશે.

પ્લોટની દરખાસ્ત માટે જરૃરી જાતિ પ્રમાણપત્ર માટે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં અરજી કરેલી અને સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મદદથી 40 પરિવારોને પ્રમાણપત્રો મળી ગયા. જેનું વિતરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

જો કે હારીજમાં હાલમાં જે સ્થળે રાવળ સમુદાયના પરિવારો બહોળી સંખ્યામાં રહે છે ત્યાં ગટર લાઈન, રોડ રસ્તાની જબરી તકલીફો છે. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા એમણે આ પ્રશ્નનો નિવેડો ઝટ લાવવાની ખાત્રી આપી.

વંચિતોને સુખી કરવામાં નિમિત્ત બનનાર સૌનો આભાર.. અને અંતે ઈશ્વરને
'સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુખમાપ્ નુંયાત' ની પ્રાર્થના...

#MittalPatel #VSSM #Harij #Rava

No comments:

Post a Comment