Mittal Patel meets the nomadic families |
Patan, on banks of river Saraswati has been the erstwhile capital of Gujarat has remained etched in our memory for its illustrious past, its royals King Siddhraj Jaisinh and Queen Meenal Devi.
Nomadic families rear small cattle to sustain themselves |
The government later went on to declare a block named Saraswati. 19 Vedva Devipujak families reside in Ablua village of this block. I recently happened to be in this village and meet these families who stay of wasteland located midst wild bushes. Their abject poverty pained my heart.
The current living condition of nomadic families |
These families have made this government wasteland their home for many years now. Recently, the High Court of Gujarat ordered removal of encroachments from government wastelands, sadly though the court failed to provide instructions to the administration to make arrangements for alternate residential facilities. The families have survived on the government wasteland because neither do they have land of their own nor are they equipped to buy even a small plot of land.
Nomadic Families with their Caste-Certificate |
After the officials bulldozed their shanties, the surrounding bushes that fenced for their houses were also burnt to ashes so as to prevent them from rebuilding the houses. The nature Gods also looked the other way, as unseasonal rains of couple of days drenched all their belongings. The families are now at mercy of us all, spending days under the sky in this bone chilling cold.
These extremely poor families are surviving under very difficult conditions. They rear small cattle to sustain themselves.
We have filed applications for allotment of residential plots. They received their caste certificates as a result of the efforts of a very compassionate social welfare official. It is expected that the extremely supportive District Collector of Patan will help us with the early processing of these applications.
We salute the persistent efforts of our team members Mohanbhai, Shankarbhai, Sureshbhai and Dharamshibhai who have been constantly at the side of these families.
As evident in the attached images the families survive under abject poverty and that is the reason I felt the need to share their plight.
આપણે સૌ પાટણની પ્રભુતા, સિદ્ધરાજ જયસીંહ, મીનળદેવી વગેરે નામોથી પાટણને જાણીએ,સમજીએ. વળી ગુજરાતની જુદી ઓળખ થઈ અને તેનું પહેલું પાટનગર પાટણ થયેલાનું પણ આપણે જાણીએ..
ભવ્ય ઈતિહાસની ધરોહર ધરાવતું પાટણ સરસ્વતી નદીના તટે વસ્યુ છે. સરસ્વતી નામે સરકારે જુદો તાલુકો જાહેર કર્યો. આ સરસ્વતી તાલુકાના અબ્લુઆગામના છેવાડે રહેતા 19 વેડવા દેવીપૂજક પરિવારોની વસાહતમાં જવાનું થયું.
ગામના મુખ્ય રોડને છોડીને ઝાડી ઝાંખરાની વચમાં થઈને આ પરિવારોની વસાહતમાં પહોંચવાનું. દરિદ્ર અવસ્થામાં રહેતા આ પરિવારોની સ્થિતિ જોઈને હૃદય હચમચી ગયું છે.
વર્ષોથી સરકારી ખરાબાની જમીનમાં પતરાંની આડાશો કરીને રહેતા આ પરિવારોને જમીન પરનું દબાણ દૂર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો. હાઈકોર્ટ આદેશ કરતા પહેલાં આ પરિવારોને અન્ય જગ્યાએ કાયમી વસવાટ કરવા જમીન આપવાની સૂચના તંત્રને આપી નહીં એ દુઃખદ છે.આમની પાસે પોતાની જમીન નથી અને એ ખરીદવાની ક્ષમતા પણ નથી એટલે સરકાર માઈ બાપ કહેવાય એમ માની સરકારી પડતર જગ્યામાં રહેવાનું એમણે કરેલું પણ....
શરીર થીજી જાય એવી ઠંડીમાં આ પરિવારોને ખુલ્લામાં પડ્યા રહેવાનો વારો આવ્યો. દબાણ દૂર થયા પછી એમના છાપરાં આસપાસની વાડ બાળી દેવાઈ જેથી એ ફરી બનાવી શકે નહીં. તદન ખુલ્લામાં આવી ગયેલા આ પરિવારો પર કુદરતેય રૃઢી બે દિવસ આછો વરસાદ પડ્યો ને બધું ભીની થઈ ગયું.
બહુ જ કપરી સ્થિતિમાં આ પરિવારો જીવી રહ્યા છે. બકરીઓ પાળીને જીંદગી ગુજારે છે.
જાતિ પ્રમાણપત્રો તો એમને એકદમ ભલા સમાજ કલ્યાણ અધિકારીની મદદથી મળી ગયા.
જ્યારે રહેણાંક અર્થે પ્લોટ માટે કલેક્ટર શ્રીને અરજી કરી દીધી છે. કલેક્ટર શ્રી બહુ ઉમદા વ્યક્તિ છે એટલે આ પરિવારોને ઝટ રહેવા પોતાની જગ્યા મળશે તેવું ચોક્કસ થશે.
આ વસાહતની સ્થિતિ જોઈને બહુ દુઃખ થાય છે.. આજે એટલે જ આ લખ્યું છે. અમારા કાર્યકર મોહનભાઈ, શંકરભાઈ, સુરેશ અને ધરમશીભાઈ આ પરિવારોને સતત મદદ કરી રહ્યા છે.. તેમની લાગણીને પ્રણામ..
ફોટોમાં તેમની સ્થિતિ, જાતિ પ્રમાણપત્ર આપ્યાના તથા તેમની સાથેની બેઠકના ફોટો સ્થિતિ સમજાય તે ખાતર મુક્યા....
#MittalPatel #VSSM #NomadsOfIndia #Devipoojak #NomadicTribes #DNT #Denotified_Triebs #caste_certificate #residential_plots #human_rights #citizenship #citizen_rights #patan #colletor_patan
No comments:
Post a Comment