Mittal Patel with Roopsinhbhai |
“Yes of course I will do it, there is no task as noble as raising trees. These trees have favoured me a lot, I will surely take up the task.”
We found Roopsinhbhai in Bhimpura, a person who showers love and affection on the trees as he would on his own children. He was responding to our inquiry whether he would be interested in taking up the responsibility of raising the trees we intend to plant in his village as part of VSSM’s campaign to make Banaskantha green and water sufficient once again.
Mittal Patel addressing a meeting in Bhimpura with the community leaders |
We have initiated the planning for the mentioned campaign of planting trees. Meetings are underway to decide the first phase of villages to be covered under the tree plantation drive during this monsoon. There are villages who have approached us with the request of planting trees in their villages. If they agree to the precondition of providing contribution and take up the responsibility of watering and caring for the trees regularly only then will we initiate the program in any village.
Mittal Patel Roopsinhbhai and others alongside the lavish green trees he has raised |
We had a meeting in Bhimpura with the community leaders Khumabhai and others. They agreed to raising Rs. 20 every month per house and water the trees as well. The amount raised will serve as remuneration to be paid to the person assigned the responsibility of raising and nurturing the trees. If required VSSM shall contribute, provided the village has played its part of raising the amount. The leadership of Bhimpura have agreed to this pre-condition.
It was Khumabhai who suggested we assign the responsibility to Roopsinhbhai.
Bhimpura lake after digging lake |
“If there are 4-5 households who do not pay, I will pay on their behalf, but this must be done!!” said Valjibhai.
As of now in Bhimpura we have decided to plant trees on the banks of the newly deepened lake and the land adjoining the lake.
We are in process of identifying villages for our tree plantation drive. By June we should have identified the villages and individuals to be assigned the responsibility of caring for the trees. We request you to begin planning in your region too, before the onset of monsoon. It is crucial we plant and raise as many trees possible.
In the picture – Roopsinhbhai and us alongside the lavish green trees he has raised. Also seen are Khumabhai, Valjibhai and others, the lake VSSM helped deepen where we plan to carry the first phase of tree plantations
ભીમપુરામાં વૃક્ષને પોતાના બાળકની જેમ પ્રેમ કરનાર રૃપસીંહભાઈ મળી ગયા.
'અમે તમારા ગામમાં ઝાડખાં વાવવાનું આયોજન કરી રહ્યા છીએ. આ ઝાડના ઉછેરની જવાબદારી તમને સોંપવી છે તે તમે કરશો આ કામ?'
'હોવ ચમ નઈ કરુ. ઓના જેવું ઉત્તમ કોમ એકેય નહીં. અન મન આ ઝાડખાંએ ઘણો લાભ કરી આલ્યો હ્. તમ તમાર કરીશ કોમ.'
ચોમાસુ શરૃ થતા પહેલાં ક્યા ગામોમાં વૃક્ષારોપણનું કામ કરવું એનું આયોજન કરી રહ્યા છીએ. ઘણા ગામોએ અમારા ગામમાં પણ વૃક્ષો વાવવાનું કરોની વાત કરી. પણ અમારી શરત પ્રમાણે ગામ પોતે ફાળો આપે ઉપરાંત ઝાડને પાણી આપવાની જવાબદારી સ્વીકારે તે ગામમાં આ કામ કરીશું.
ભીમપુરામાં ખુમાભાઈ અને ગામના અન્ય આગેવાનો સાથે બેઠક થઈ તેમણે કહ્યું દર મહિને ઘર દીઠ વીસ રૃપિયા ફાળો અમે આપીશું. સાથે ઝાડને પાણી આપવાની જવાબદારી પણ અમારી.
આ ફાળો ઝાડના જતન માટે રાખેલા માણસના પગાર પેટે જશે. જરૃર પડે સંસ્થા પણ પગાર આપવામાં પોતાનું ભંડોળ વાપરશે પણ ગામ સહયોગ કરે તો જ સંસ્થા સહયોગ કરશે. એ શરત ભીમપુરાવાસીઓએ માન્ય રાખી છે.
રૃપસીંહભાઈને આ કામની જવાબદારી સોંપવાનું પણ ખુમાભાઈ જેવા આગેવાનોએ જ નક્કી કર્યું. ગામના વાલજીભાઈએ તો કહ્યું કે, ગામના બે પાંચ માણસો ફાળો ના આપે તો હું આપી દઈશ પણ આ કરવા જેવું કામ છે બેન....
હાલ પુરતુ VSSMના પ્રયત્નથી ખોદાયેલા તળાવની પાળ અને તળાવની બાજુના ચરામાં ઝાડ વાવવાનું આયોજન કર્યું છે..
વૃક્ષારોપણ માટે ગામોની પસંદગી થઈ રહી છે....
જુન શરૃ થતા પહેલાં બધી શરતો સાથે ગામો અને ઝાડને બાળકની જેમ ઉછેરવાની, ઝાડ પ્રત્યે મમતા દાખવાનાર માણસોની પણ પસંદગી થઈ જશે..
તમે પણ તમારા વિસ્તારમાં આયોજન કરો... વરસાદ આવે તે પહેલાં
આ આયોજન થાય તે જરૃરી....
ફોટોમાં રૃપસીંહભાઈ પોતે ઉછેરેલા લીલાછમ વૃક્ષો સાથે ગામના અને અમે સૌ.. સંસ્થાએ ખોદાવેલું તળાવ જ્યાં ઝાડ વાવીશું અને ખુમાભાઈ, વાલજીભાઈ આગેવાનો...
#MittalPatel #VSSM #watermanagement #environment #treeplantation #VSSMMittalPatel #greenery #trees #environmentconservation #greenearth #earth #mothernature #Banaskantha #drought #floods #villageparticipation #lovefornature #worldenvironmentday #fifthjune #humanrights
No comments:
Post a Comment