Thursday, May 09, 2019

Vadia youth takes initiative for the betterment of the village....

Bhikhabhai Saraniya sharing his dreams with Mittal
Patel and Shri Rashmin Sanghvi
“Ben, whenever we are asked which village we belong to, we feel  embarrassed  to reveal that we belong to Vadia. Out village has always carried a bad image. And we want to change that image, wipe off that stigma. We are ready to work hard and with your support we want to change that image!!”

Bhikhabhai Saraniya's cowshed
After our work in Vadia, such words seem like music to our ears. When the youth of the village is prepared to work towards change, one knows for sure that better times lie in the horizon.

In 1963, government had allotted 205 acres of land to the women of Vadia. The land was in such poor condition that the families could never work on it to make it productive. The administration tried giving farming incentives from time to time however, as the efforts were not continuous enough the desired results were never achieved.

Mukesh Saraniya made a cowshed from VSSM Loan
Since 2005,  VSSM has been consistently working towards improving the ground realities in Vadia and our persistence has begun  paying off. Vadia, that was once arid and barren now looks lush with green farms all around. The families have also began taking interest free  loans from us to begin cattle farming and dairy.

Bhikhabhai Saraniya's Cowshed
Bhikhabhai obtained loan from VSSM to buy buffalos. He intends to have a large cattle shade. After hearing the inspiring story of Lalabhai Raval who has had a successful venture with cow rearing and dairy after taking interest free loan from VSSM Bhikhabhai also plans to replicate his model in Vadia with addition of cows to his cattle wealth.

“Ben anywhere we are,  the waiting cattle compels us to return home by 4 PM. We have to return on time for them, milk them and take the milk to the dairy. Our thoughts are now focused towards our cattle.” Mukesh shared with a smile on his face.

Once the youth of Vadia begins working to earn money the hard way  and the daughters continue to get married, no one from Vadia will face embarrassment to share the name of the village they belong to.

Yes, for sure we will be creating a Vadia of our dreams pretty soon.

In the picture-  After hearing his dream and desire of Vadia  it was natural we had to capture Bhikhabhia in our camera.  So here he us with respected Shri Rashminbhai and me.

'અમે કોઈ ગોમમાં જઈએ અન ગોમના કોઈ પુસ ક ચોના તો અમે કહી નઈ હકતા ક અમે ચોના સીએ. બેન ગોમની જે ખરાબ સાપ પડી હ ઈન ભૂંસવી હ.
તમે સાથ આલો અમે મેનત કરશું પણ હવ ગોમની સાપ બદલાવવી હ એ નક્કી.'

વાડિયાના ભીખાભાઈ અને મુકેશની વાત સાંભળી રાજી થવાયું.
ગામના યુવાનો કામ કરતા થાય તેનાથી રૃડુ શું હોઈ શકે?

વાડિયામાં રહેતી બહેનોને સરકારે 205 એકર જમીન 1963માં આપેલી પણ બાવળના જંગલથી ભરી પડેલી આ જમીન પર તેઓ કશું કરી નહોતા શક્યા. 
સરકારે વખતો વખત કોશીશ કરી પણ સતત પ્રયત્નો ના થતા ઈચ્છીત પરિણામ ના મળ્યું.
2005માં પહેલીવાર વાડિયા જવાનું થયું એ પછી VSSM દ્વારા થયેલા સતત પ્રયત્નોના કારણે નક્કર બદલાવ આવવા માંડ્યો છે.

એક વખતનું સુક્કુ ભઠ્ઠ વાડિયા આજે લીલુછમ દેખાવા માંડ્યું છે. લોકો ખેતી કરતા થયા છે અને ખેતીની જમીન હોવાના લીધે અમારી પાસેથી લોન લઈને લોકો પશુપાલન કરતા થયા છે.
ભીખાભાઈ એ VSSMની મદદથી ભેંસો ખરીદી છે. તેમની ઈચ્છા મોટો તબેલો કરવાની છે. 
ભેંસો લાવ્યા પણ સંસ્થામાંથી લોન લઈને બે પાંદડે થયેલા લાલાભાઈ રાવળને જોઈને તેમણે ગાયો લાવવાનું પણ નક્કી કર્યું છે.

મુકેશ હસતા હસતા કહે છે, 
'બેન હવ તો બારા ચોક જઈએ તોય ચાર પેલા ઘેર પોંગવાની ચિંતા રે. ભેંસ દોવાની, દૂધ ડેરીમોં ભરાબ્બાનું આ બધા સિવાયના એકેય વિચારો હાલ અમારા મનમોં નહીં હેડતા.'

ગામના યુવાનો મહેતન કરતા થાય, ગામની દરેક દિકરી પરણતી થાય તો અમે વાડિયાના છીએ એવું કહેતા કોઈ વાડિયાવાસીને શરમ નહીં આવે એ નક્કી...અને હા અમે એવું વાડિયા બહુ ઝડપથી નિર્માણ કરીશું એ પણ નક્કી....
બદલાવ ઈચ્છતા યુવાન ભીખાભાઈ સાથે ફોટો લેવાનું મન તો મને અને મુંબઈથી આવેલા આદરણીય રશ્મીભાઈને થાય જ ફોટોમાં ભીખાભાઈ સાથે અને તેમણે કરેલો ભેંસોનો નાનકડો તબેલો..

#MittalPatel #VSSM #Vadia #NomadsOfIndia #Sarania #Empathy #changemaker #Pathetic #OneSolution #Solution #Economicupliftment #SociaEconomicupliftment #UpliftmentOfNomads #ConditionOfVadiaPeople Rashmin Sanghvi



No comments:

Post a Comment