VSSM’s Tohid and Mohanbhai preparing applications for Vanzara, Raval and Devipujak families…. |
The development of Siddhpur town must have been a boon for many but for the nomads living in the town in its various settlements it has been a bane. As the town keep growing, these families are been repeatedly pushed further away. With the land becoming more and more pricy the marginalised families like these remain vulnerable to the grabbers in form of land mafia. The nomads have never formed the more practiced habit of reserving the land and have never approached any government for their rights hence they have virtually been landless and homeless all these decades. The families like the ones living in Siddhpur are now facing the challenges of rapid urbanisation. Their mud shelters are terms illegal and encroaching thus, facing potential eviction and demolition by the authorities. Such repeated episodes are worrying the nomads. They are concerned about where will they go if they are asked to keep pushing away!! As a result they are seeking help from VSSM because this time they have been asked to evict the area they are staying i.e. on the banks of the Siddhpur lake.
Applications for the residential plots filed by VSSM |
VSSM has filled the application forms for obtaining residential plots for 49 families comprising of 15 Nat, 10 Bajaniya, 10 Vansfoda, 14 Devipujak , Vanzara and Raval communities. Prior to filing the applications we need to acquire all the other necessary documents like the caste certificate etc. that have to be attached the application. This will be accomplished in coming few days after with the applications will be filed in the concerned department.
The current Additional Collector of Siddhpur Shri. Jaswantbhai is positive and compassionate gentleman. He has agreed to extend his complete support to the matter. We are hoping these families will soon receive residential plots..
સિદ્ધપુરમાં રહેતાં વિચરતા પરિવારોની પ્લોટ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી..
સિદ્ધપુર શહેરનો વિકાસ થતો ગયો એમ એમ વિચરતી અને વિમુક્ત જાતિઓ જેઓ વર્ષોથી આ ગામોમાં જ કોઈને નડે નહિ એવી જગ્યા પર ખસેડતી ગઈ. મૂળ રૂમાલ મુકીને જગ્યા રોકવાની એમની ટેવ નહિ અને પોતાના અધિકાર માટે સરકારમાં રજૂઆત કરવાની પણ સમજણ નહિ એના પરિણામે વર્ષોથી આ ગામમાં રહેતાં હોવા છતાં કાયમી રહેણાંક અર્થે જગ્યા મળે એ માટે કોશિશ પણ કરેલી નહિ. પણ શહેરોનો પણ વધુને વધુ વિકાસ થઇ રહ્યો છે એમાં આ પરિવારો જે સરકારી જગ્યા પર માટીના ઘરો કે છાપરાં કરીને રહેતાં એ ખાલી કરવાં દબાણ આવવા માંડ્યું અને આ પરિવારો ચિંતામાં મુકાયા.
vssm વિચરતી જાતિ સાથે કામ કરે એવી આ પરિવારોને જાણ પણ અત્યાર સુધી જગ્યા ખાલી કરવાની વાત આવી નહોતી એટલે એમણે ક્યારેય આપણો સંપર્ક કર્યો નહોતો પણ હવે ચિંતા થઇ. જગ્યા ખાલી કરવાશે તો ક્યાં જઈને રહીશું એ ચિંતા એમને સતાવવા માંડી. સિદ્ધપુર તળાવની પાળ પર રહેતાં પરિવારોને તો જગ્યા ખાલી કરવાણી નોટીસ પણ મળી ગઈ. વસ્તુ સ્થિતિ સમજી આ પરિવારોએ vssmને મદદ માટે વાત કરી.
આપણે સૌ પ્રથમ ૧૫ નટ,૧૦ બજાણિયા, ૧૦ વાંસફોડા, ૧૪ દેવીપૂજક, વણઝારા અને રાવળ એમ કુલ ૪૯ પરિવારોની પ્લોટની માંગણી માટેની દરખાસ્ત તૈયાર કરી હા એમાં જાતિ પ્રમાણપત્ર અને અન્ય કેટલીક વિગતોની પૂર્તતા કરવાની છે પણ એ ઝડપથી કરીને એકાદ અઠવાડિયામાં પ્લોટની દરખાસ્ત સરકારમાં જમા કરાવવાનું આયોજન છે.
હાલમાં સિદ્ધપુર પ્રાંત કલેકટર શ્રી જસવંતભાઈ ખુબ હકારાત્મક અને પ્રેમાળ છે એ પણ આ કામમાં પૂરો સહયોગ કરશે. આ પરિવારોને ઝડપથી પ્લોટ મળશે એવી અમને આશા છે.
ફોટોમાં વણઝારા, દેવીપૂજક અને રાવળ સમુદાયની પ્લોટની દરખાસ્ત તૈયાર કરી રહેલા vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈ
No comments:
Post a Comment