Meer families with the applications for BPL list |
Since many years now 13 Meer families spend a large for of the year in the outskirts of Samarwada village of Dhanera block in Banaskantha. The main occupation of these families is rearing small cattle like the sheep-goats and selling their wool. As it happens everywhere with the nomads in Samarwada too the villagers opposed the settling of these families in their village. The voter ID cards that VSSM had facilitated for these families had also been scrapped without their knowledge. We brought this to the notice of the district collector who helped in re-issuance of the Voter ID cards and allotment of fresh ration cards. Also VSSM had been trying to get residential plots issued for these families. In the midst of al this the panchayat kept them pressurising them to leave the village, but where would they go or rather should they go??
team of VSSM filling up the application forms.. |
Its been more than a year since we made an official request for the inclusion of Meer community in the official list of Nomadic and de-notified communities, but the matter has not been getting the attention it needs. Whereas the harassment these families face is increasing with every single day.
VSSM’s team members Naran, Mahesh and Ishwarbhai decided to make individual applications for the inclusion of each of these families’ name in the BPL list. On 2nd March 2016 11 applications were prepared and it has been decided to present it directly to the district authorities. We are hopeful that the officials will have an empathetic approach to the entire issue and include the names of these families in the BPL list.
The pictures reflect the conditions under which these families survive |
The pictures reflect the conditions under which these families survive and the team of VSSM filling up the application forms..
મીર પરિવારોની BPL યાદીમાં નામ દાખલ થાય એ માટેની દરખાસ્ત vssm દ્વારા તૈયાર કરવામાં આવી
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સમરવાડા ગામમાં ૧૩ મીર પરિવારો વર્ષોથી વર્ષનો ઘણો ખરો ભાગ ગામમાં જ રહે છે. આ પરિવારો ઘેટાં-બકરાં પાળી એનું ઊન વેચવાનું કામ કરે છે. સામરવાડાગામમાં વર્ષોથી રહેતાં હોવા છતાં આ પરિવારોના વસવાટ સામે ગામનો વિરોધ. vssm દ્વારા આ પરિવારોને કઢાવી આપેલા મતદારકાર્ડ પણ આ પરિવારોની જાણ બહાર રદ થઇ ગયેલાં. કલેકટર શ્રીનું ધ્યાન દોરતા આ પરિવારોને ફરી કાર્ડ આપવામાં આવ્યાં અને ત્યારબાદ રેશનકાર્ડ પણ મળ્યાં. હવે જરૂરિયાત હતી રહેણાંક અર્થે કાયમી જગ્યાની. પંચાયત વારે ઘડીએ ગામ ખાલી કરી જતા રહેવા દબાણ કરે અને આ પરિવારો હવે ક્યાં જઈને રહીશું એવી દુવિધામાં મુકાય.
રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને સરકારી પડતર જમીન પર પ્લોટ ફાળવવાની જોગવાઈ કરી છે. પણ મીર સમુદાય વીચરતું જીવન જીવતો હોવા છતાં એમનો સમાવેશ વિચરતી જાતિમાં કર્યો નથી એટલે એમને વિચરતી જાતિના ઠરાવ પ્રમાણે પ્લોટ મળી શકે નહિ. આ સિવાય BPL યાદીમાં હોય એવાં પરિવારોને સરકાર દ્વારા સામે ચાલીને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા પણ BPL યાદી ગ્રામસભા નક્કી કરે સામરવાડા ગામને તો મીરનો વસવાટ ગામમાં જોઈતો નથી એટલે BPL યાદીમાં નામ માટેના ખરા હકદાર હોવા છતાં એમના નામ યાદીમાં નથી. આવામાં એમને પ્લોટ કેવી રીતે મળે?
મીરનો સમાવેશ વિચરતી જાતિમાં થાય એ માટે રજૂઆત કરી છે પણ સરકારીતંત્ર ધીમીગતિએ ચાલી રહ્યું છે. એક વર્ષ થવા છતાં આ દિશામાં કોઈ જ ખુલાસો કે સુધારો થયો નથી. જયારે આ પરિવારોની હેરાનગતી વધી રહી છે. vssmના કાર્યકર નારણ, મહેશ અને ઈશ્વરભાઈ દ્વારા આ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત ગ્રામસભાની મંજૂરી વગર કરવાનું નક્કી થયું અને તા.૨ માર્ચ ૨૦૧૬ના રોજ ૧૧ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત કરવાનું કર્યું.
દરખાસ્ત સીધી જ જીલ્લામાં દાખલ કરવાનું અમે નક્કી કર્યું છે અમને આશા છે અધિકારીગણ આ વિગતો સમજશે અને આ પરિવારોના નામ BPL યાદીમાં દાખલ થાય એમ કરશે.
ફોટોમાં BPLની દરખાસ્ત તૈયાર કરી રહેલા vssmના કાર્યકર નારણ અને મહેશ અને બીજા ફોટોમાં BPLની દરખાસ્ત સાથે મીર પરિવારો, જયારે આ પરિવારો કેવી દયનીય સ્થિતિમાં રહે છે એ પણ ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment