|
Marwadi Devipujak families with their BPL ration cards |
14 Marwadi Devipujak families have been staying on a privately owned plot near a railway crossing in Vijapur, Mehsana. The families who are extremely poor manage to earn whatever little possible by selling seasonal goods. It is difficult to sustain themselves under the extreme poverty in which these families survive. The families do have Voter ID cards and APL ration cards however, it was felt that BPL ration cards would help these families survive better atleast the amount of entitled food grains would feed the hungry children in teh family.
|
The living conditions the Marwadi Devipujak survive in... |
VSSM has been working with these families for a while, on our team member Tohids’s recommendation, two of these families have also been allotted interest free loans by us. Tohid was of the opinion that all of these 14 families should have
BPL ration cards and hence had initiated the application process for the same. Our efforts have been well received by the officer in charge the Vijapur Mamlatdar Shri. Dalpatbhai Tank. He is well aware of the efforts
VSSM puts in for the welfare of the nomadic communities and hence he cooperates where ever and whenever he gets an opportunity to do so. He immediately issued orders to issue BPL ration cards to these families. The 14 families are delighted to receive the BPL cards, acquiring which, is otherwise a long lost desire for the poor families. We are grateful to Shri. Dalpatbhai Tank for his initiative in the matter and compassion he shows towards the
nomadic families,
vssmની મદદથી મારવાડી દેવીપૂજક પરિવારોને મળ્યાં BPL રેશનકાર્ડ
મહેસાણાના વિજાપુરમાં રેલ્વે ફાટક પાસે કોઈની ખાનગી માલિકી જગ્યામાં ૧૪ મારવાડી વાઘરી – બાવરી પરિવારો રહે. આ પરિવારોણી આર્થિક સ્થિતિ ખરાબ આમ તો સીઝનલ ધંધો કરે પણ રોજ કમાય અને ખાય એવી જિંદગી. મતદારકાર્ડ અને APL રેશનકાર્ડ એમની પાસે ખરા પણ દરિદ્રતા ખુબ એટલે આ પરિવારોને BPL રેશનકાર્ડ મળે એ જરૂરી હતું. થોડું અનાજ મળે તો પણ એમને ઘણો ટેકો થઇ જાય.
vssm આ પરિવારો સાથે કામ કરે. પોતાનો વ્યવસાય સરસ કરી શકે એ માટે vssmના કાર્યકર તોહીદ દ્વારા બે પરિવારોને તો વગર વ્યાજની લોન પણ આપવામાં આવી. હવે એમને BPL રેશનકાર્ડ મળે એ માટેની કામગીરી તોહીદ દ્વારા હાથ ધરાઈ. જો કે વિજાપુર મામલતદાર ખુબ જ સંવેદનશીલ અધિકારી. અને vssmની કામ કરવાની પદ્ધિતી પણ સારી રીતે જાણે. એટલે એમણે આ પરિવારોને BPL કાર્ડ આપવાનો આદેશ કર્યો. ૧૪ પરિવારો કાર્ડ મળતા ખુબ રાજી થયા. દરેક ગરીબ પરિવાર માટે BPL કાર્ડ મળવું એ સ્વપ્ન જેવું છે પણ મામલતદાર શ્રી દલપત ટાંક જેવા અધિકારીના કારણે એ શક્ય બનતું હોય છે. આવા અધિકારીની સંવેદનાને સલામ.
vssm ના પ્રયત્નથી મળેલાં BPL રેશનકાર્ડ સાથે મારવાડી દેવીપૂજક પરિવારો અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે.
No comments:
Post a Comment