Thursday, February 25, 2016

VSSM facilitates the allotment of Voter ID cards and Ration Cards for the Bharthari families. …

the Bharthari smilie with the applications
for Voter ID cards and Ration cards…...
The Bharthari families, about 19 of them have been staying on the village wasteland some 1 km away from the actual Dabhla  village for many years now. Their living on this land has not gone well with the villagers. Since they have been here for years the families, some 7 of them could manage to get  ration cards issued and some individuals also have voter ID cards. The families badly wanted  some better infrastructure facilities like power, water, residential plots to build a proper home but did not know where and how to put forward their demands ….Who would stand up and support them  avail some basic infrastructure facilities, was the question troubling them!!??


The families knew  the activities VSSM did and Tohid our team member from Mehsana also knew the families. The leaders amongst these families requested Tohid to come visit their settlement and help  address their issues. Tohid visited the settlement and filled up forms for  Voter ID cards of 5 individuals who were present there and did not have their Voter ID cards, they also needed to divide their ration cards as many families had split but that required proofs from the village revenue officer., “if the villagers become aware of this developments they will not allow us to stay in the village, they aren’t happy with our living here!!” said the worried Bharthari families…Tohid asked them to come to Vijapur where he filed applications for removal of names from the original  ration cards and issuance of new ration cards, basically the applications were for the division of ration cards. He made sure the applications were attached with a note that described the facts so that the families do not face any trouble..
Applications for the Voter ID Cards 
filed by VSSM

The Bharthari are  hard working folks, most of them are daily wage earners working at Chatral GIDC. They are absolutely yearning to have the basic facilities in their settlement along with the proofs of their existence. When the villagers became aware of the applications they  came to the settlement and threatened to burn it down. This time the families have not budged, with is commendable considering the fact that the Bharthari are otherwise a very timid community. “Burn and bring down everything down we fear nothing, we want basic facilities in our settlement and nothing can deter us for demanding them,, if need be we are prepared to present our case to before senior authorities!!” was the unanimous reply from the community.

The irony of the Bharthari is that inspite of leaving a wandering life they do not feature in the government’s list of nomadic communities hence it becomes difficult for them to avail the benefits intended  for nomads. Once the Bharthari families of Dabhla receive the ration cards we plan to apply for their ration cards but are apprehensive about the outcome of the applications. We have written to the Department of Social Justice and Empowerment for the inclusion of  Bharthari  community in the official list of nomadic communities but all these numerous  appeals haven’t found any success, it makes us wonder if at all in this lifetime these families will be able to live in a house of their own…..

મહેસાણાના વિજાપુર તાલુકાના ડાભલાગામમાં ભરથરી સમુદાયના ૧૯ પરિવારો વર્ષોથી ગામની પડતર જગ્યા પર ગામથી ૧ કી.મી.ના અંતરે રહે. ગામમાં એમનો વસવાટ કોઈને ગમે નહિ. પણ વર્ષોથી ગામમાં રહેતાં હોવાના કારણે ૧૯ પરિવારો વચ્ચે ૭ રેશનકાર્ડ બનેલાં. કેટલાંક પાસે મતદારકાર્ડ ખરા અને કેટલાક પાસે એ પણ નહિ..

ભરથરી સમુદાય પોતાની વસાહતમાં લાઈટ, પાણીની વ્યવસ્થા થાય, રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય એ માટે વિચારે પણ રજૂઆત કયા કરવી એ ખબર નહિ. ગામમાં તો ટલાટીથી લઈને અન્ય વગદારોને પણ એમનો વસવાટ ગમે નહિ. આમ એમના પ્રાથમિક પ્રશ્નોમાં મદદરૂપ કોણ થાય એ સૌથી મોટો સવાલ થાય.
મહેસાણા જીલ્લામાં વિચરતા પરિવારો સાથે કામ કરતા કાર્યકર તોહીદને સૌ ઓળખે. ડાભલાના ભરથરી પરિવારોએ પણ તોહીદ અને vssm વિશે સાંભળ્યું અને તોહીદને વસાહતમાં આવવા આગ્રહ કર્યો. તોહીદે આ પરિવારોમાંના મતદારકાર્ડ વિહોણા હાજર હોય એવા ૫ વ્યક્તિના મતદારકાર્ડ માટે ફોર્મ ભર્યા. રેશનકાર્ડ વિભાજન માટે તલાટીનો દાખલો જોઈએ પણ ભરથરી પરિવારોએ કહ્યું, ‘જો ગામના લોકોને ખબર પડશે તો અમને રહેવા નહિ દે એ લોકો અમારા માથે રાજી નથી.’ તોહીદે એમને વિજાપુર બોલાવ્યા અને ત્યાં બે રેશનકાર્ડમાંથી પાંચ પરિવારના નામ કમી કરાવી તેમને અલગ રેશનકાર્ડ મળે એ માટેની અરજી કરી. સાથે સાથે સાચી હકીકિત દર્શાવતી એક અરજી પણ લખી જેથી રેશનકાર્ડમાં ક્યાંક તકલીફ ના ઉભી થાય.
ભરથરી પરિવારો મહેનતુ છે. બધા જ લોકો છત્રાલ GIDCમાં છૂટક મજૂરી કરે છે. આ પરિવારો રેશનકાર્ડ, મતદારકાર્ડ, પ્લોટ અને ઘર માટે તરસી રહ્યાં છે પણ એમની આ લાગણી કોઈ સમજતું નથી.. ગામમાં vssmના કામની કેટલાકને ખબર પડી તો તેઓ વસાહતમાં આવીને બધું સળગાવી દઈશું એવી ધમકી આપી ગયા.. જોકે સ્વભાવે ગભરુ એવા ભરથરી પરિવારોએ આ વખતે ગામલોકોને ‘સળગાવવું હોય તો સળગાવી દો પણ હવે અમને પ્રાથમિક સુવિધા તો મળવી જ જોઈએ અને એ નહિ મળે તો અમે બહાર જઈને પણ રજૂઆત કરીશું’ એમ સ્પસ્ટ કહી દીધું.

ભરથરી પરિવારોની સંખ્યા ગુજરાતમાં ઘણી છે અને એમનું જીવન પણ વિચરતું જ છે છતાં સરકાર દ્વારા એમને વિચરતી જાતિની યાદીમાં દાખલ કર્યા નથી એટલે એમને વિચરતી જાતિને મળતા મર્યાદિત લાભો મેળવવામાં તકલીફ પડે છે.. ડાભલાના ભરથરી પરિવારોને રેશનકાર્ડ મળી જાય પછી પ્લોટ માટેની દરખાસ્ત કરીશું. પણ વિચરતી જાતિની યાદીમાં નહોવાના કારણે પ્લોટ માટેની દરખાસ્તનું શુ થશે એ પ્રશ્ન છે.. સામાજિક ન્યાય અને આધીકારીતા વિભાગમાં આ જાતિને વિચરતી જાતિમાં દાખલ કરવા કેટલું લખ્યું પણ કશું થતું નથી... ક્યારેક પ્રશ્ન થાય છે આ પરિવારોને એમની હયાતીમાં પોતાનું ઘર મળશે? કે પછી....

ફોટોમાં મતદારકાર્ડ અને રેશનકાર્ડ માટેની અરજી સાથે ભરથરી પરિવારો

No comments:

Post a Comment