Monday, February 22, 2016

VSSM helps Dafer families receive benefits of Manav Garima Scheme…

Dafer families who received the
benefits of the Manav Garima Yojna. 

“We are receiving the benefits of such a scheme by the government for the first time, had it not been the efforts of VSSM and Tohidbhai (VSSM team member) this would have been impossible!!” says the family members of 5 Dafer families who recently received a bicycle and hand cart under the Manav Garima Scheme by the Department of Social Welfare.


The Manav Garima Yojna helps extremely needy individuals to receive benefits to by took kits and aids that help them increase their earnings or facilitate in their small trades. The amount is very small yet the family applying for the loan needs to have its name in the village BPL list. But when it comes to the nomadic communities most of them do not have their names in these lists because the lists and any modifications therein are made during Gram Sabha since the nomads aren’t part of any village they also aren’t the part of any Gram Sabha as a result generally these families are left from receiving any such benefits. VSSM had requested the retired Chief Secretary of Department of Social Justice and Empowerment Shri R. M. Patel to consider the conditions of the nomadic communities and make necessary amendments in the criteria of this scheme. As a result of this request the criteria of ‘income limit’ was removed for the nomadic communities, meaning the nomads to not need to have their names in BPL list to receive the benefits of Manav Garima Yojna.  As a result the nomadic families began receiving the benefits under this scheme.

The Dafer families of Bijapur who have received hand carts plan to sell vegetables through the cart and those who have received aid for bicycle are proposing to sell grass for cattle through the cycles. Hope these economic activities will help these families improve their living standards.

 When it comes to reaching to the extremely marginalised sections of our society we need more such progressive changes in the government  policies and regulations.

‘પહેલીવાર અમને સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સહાય મળી છે vssm અને તોહીદ(vssmના કાર્યકર) હોય અને અમને આ સહાય મળે.. બાકી અમને આ બધું મળે?’ આ શબ્દો છે વિજાપુરના પાંચ ડફેર પરિવારોના કે જેમને પહેલીવાર સમાજ કલ્યાણ વિભાગની માનવ ગરિમા યોજના અંતર્ગત સાયકલ અને હાથલારી મળી છે.
સરકાર દ્વારા માનવ ગરિમા યોજના અંતર્ગત ગરીબ પરિવારો કે જેઓ પોતાની રીતે નાના નાના વ્યવસાયો કરીને નભે છે એમને સાધનિક સહાય આપવામાં છે.. આમ તો ખુબ નાની રકમની સાધનિક સહાય માટે પણ પરિવારનું નામ BPL યાદીમાં હોવું ફરજીયાત હતું પણ ‘સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ’ના નિવૃત અગ્રસચિવ શ્રી આર.એમ.પટેલ સમક્ષ વિચરતી જાતિના પરિપેક્ષમાં BPL યાદીનો માપદંડ કાઢી નાખવા વિનંતી કરી. મૂળ તો વિચરતી જાતિ કોઈ ગામની હિસ્સો જ નથી આવામાં એમનાં નામ BPL યાદીમાં હોવાનું ખાસ સંભવ બનતું નથી. કારણ BPL યાદી નક્કી કરવાનું કામ ગ્રામસભા કરે છે અને વિચરતી જાતિ ગામનો હિસ્સો ના હોવાના કારણે BPL યાદીમાં એમનાં નામ આવવાનું ખાસ થતું નથી. જયારે આ જાતિના નાના નાના વ્યવસાય કરવાવાળા મહત્તમ માણસોને BPL યાદીના માપદંડના કારણે આ યોજનાની મદદ મળતી નથી. જો માપદંડ કાઢી નાખવામાં આવે તો માનવ ગરિમા યોજનાની મદદ તેમને મળી શકે. vssmની આ રજૂઆતને ધ્યાને લઈને વિભાગ દ્વારા વિચરતી જાતિના કિસ્સામાં આવક મર્યાદા કાઢી નાખવામાં આવી. એટલે કે એમને BPL યાદીમાં હોવાના દાખલાની જરૂર નથી. vssm દ્વારા થયેલા આ ફેરફારના કારણે દર વર્ષે ઘણા પરિવારોને માનવગરિમા યોજનાની મદદથી સાધનિક સહાય મળવાનું શરુ થયું છે હા હજુ મદદનું પ્રમાણ જોઈએ એટલું નથી પણ શરૂઆત થઇ છે એ અગત્યનું છે.

વિજાપુરમાં જેમને હાથલારી મળી છે એ લોકો લારી પર શાકભાજી વેચવાનું આયોજન કરવાના છે જયારે જેમને સાયકલ મળી છે એ લોકો સાયકલ પર પશુઓ માટે ઘાસ વેચવાનું કામ કરશે.
આશા રાખીએ આ પરિવારો એમણે નક્કી કરેલાં નવા વ્યવસાયમાં સફળ થાય અને સરકાર પણ આવા વંચિત પરિવારોની સ્થિતિને ધ્યાને લઈને નિયમો થોડા હળવા કરે અને નવા આયોજનો કરે..
ફોટોમાં vssmની મદદથી માનવ ગરિમા યોજના અંતર્ગત મળેલી સાધનિક સહાય સાથે ડફેર પરિવારો

No comments:

Post a Comment