Halimaben Dafer sharing her story with Mittal Patel |
Halimaben Dafer with her children |
The living condition of Dafer |
But people from this Danga have so much self respect that they have not urged us for help. They only told us, “ben, make arrangements so that we can get the place to live soon.” But when I talked to young daughters of Halimaben I came to know about the food crisis in the house. So, we gave them grain enough till then they can get employment again.
Destroyed Wamaj Dafer Settlement by Police |
When I asked Dilabhai whether he needs anything, he said no. I knew that he also doesn’t have anything but he feels that those things should be given to somebody who needs more than he does.
What a kind of people I get to meet? And there is lot to learn from them. But Mother Nature, I pray to you to get these communities out of their hardships…
Haleemaben is there in the photograph. I have put the photographs of everything I have written, just for explaining the plight…
હલીમાબેન #ડફેર. કડી તાલુકના વામજમાં રહેતા. પણ #પોલીસે આવીને એમના છાપરાં પર કાળો કેર વર્તાવ્યો. છાપરાં ને સાથે એમાં મુકેલી વસ્તુઓ ઢોળી, તોડી નાખી. ગામે પણ ડફેરોને જગ્યા છોડી જતા રહેવા કહ્યું. 10 વર્ષથી વામજમાં રહેતા દીલાભાઈએ ગામને ઘણી વિનંતી કરી પણ ગામે નનૈયો જ ભણ્યો. એવામાં સંબધીના ત્યાં લગ્નમાં ડંગામાં રહેતા તમામને જવાનું થયું ને પાછળથી એમના છાપરાં સળગાવી દીધા. રહેવા માટેનો હવે કોઈ જ આશરો નહીં. ક્યાં જઈને રહેવું તે પ્રશ્ન મોટો છે. હાલ તો અલગઅલગ ગામોની સીમમાં રીતસર રઝળી રહ્યા છે.
હલીમાબેનના ઘરવાળાએ વખાના માર્યા લૂંટ કરેલી. એ પછી મહેનતનો રોટલો રળતા થયા પણ એક વખત પોલીસના ચોપડે નામ ચડ્યુ તે ચોખ્ખા તો થવું પડે. કાર્યકર તોહીદે અને આગેવાન દીલાભાઈએ રસુલભાઈને મહેસાણા એસ.પી. સામે હાજર કરી દીધા. હવે પ્રશ્ન આવ્યો ઘર ચલાવવાનો. આમ તો હલીમાબેન ખેતમજુરી મળે ત્યારે મજુરી કરે જ પણ હાલ તો રહેવાનું જ ઠેકાણું નથી ને મજુરીએ મળતી નથી. 21 વર્ષના જુવાન દીકરાની બે કીડની ખરાબ થઈ ગઈ તે એ હમણાં જ ગુજરી ગયો. ઘરમાં ચાર નાની દીકરીઓ છે. કમાવવાવાળા રસુલભાઈ જેલમાં છે.
પણ આ ડંગાના ખુદ્દાર એકેય માણસે અમારી પાસે મદદ માટે આજીજી નથી કરી. બેન ઝટ રહેવા જગ્યા જડે એમ કરજો એવી જ એમની વિનતી હતી. પણ હલીમાબેનની નાની દીકરીઓ સાથે વાત કરી ઘરમાં અનાજ પાણીની સ્થિતિ ખબર પડી. એટલે અમને આપી જતા માણસોએ આપેલા અનાજમાંથી ખેતીમાં ફેર મજુરી મળતી થાય ત્યાં સુધી ચાલે એટલું આપ્યું.
દીલાભાઈને જરૃર છે એવું પુછ્યુ તો એમણે લેવાની જ ના પાડી. જાણું છુ એમના ત્યાંય એવું કશું નથી પણ મારાથીએ તકલીફવાળાને આપજોની ભાવના...
કેવા ભાતભાતના માણસોને મળવાનું થાય છે ને શીખીએ છીએ એમના પાસેથી ઘણું બધુ.. પણ હે કુદરત હવે આ જાતિઓને એ જે પીડા વેઠે છે એમાંથી મુક્તી આપવા પ્રાર્થુ છુ....
ફોટોમાં હલીમાબેન, છાપરુ પહેલાં હતુ હવે નથી...જે લખ્યુ છે એ બધુએ દર્શાવતા ફોટો મુક્યા છે સમજવા ખાતર જ...
#MittalPatel #VSSM #NomadsofIndia #Dafer #DenotifiedTribes #HumanRights
No comments:
Post a Comment