17 families from Vansfoda Vadee and Nat communities have been residing in Khoda village of Banaskantha district for quite some time. The villagers have always opposed staying of these communities in their village. They have protested against processing of any of the identification or residency documents for these families. Amidst such opposition and resistance VSSM initiated the process of acquiring Voter’s ID cards and Ration cards. While Voter’s ID cards were acquired with relatively fewer challenges, the villagers were hellbent to ensure that the families do not get Ration Cards. A resolution was passed in the Gram Sabha stating that the these families will not be given ration cards.
A complaint in this regard was made to the Mamlatdar and an online complaint was filed with the Department of Food and Civil Supplies, Gandhinagar. Ultimately the families received the APL ration cards whereas applications were filed for a Antyoday Ration Card. This was not right but still OK as they would get the food grains etc. at a concessional rate. The determined villagers continued throwing hurdles. This time they instructed the PDS shop owner to refuse ration to these families. The shop owner was question repeatedly on why he refused ration to which he alleged that the ration cards were incorrect. When Shardaben, a senior team member of VSSM inquired, she was asked to stay away of the matter. Again we took the matter to the Mamlatdar. He paid a visit to the PDS shop and reprimanded the owner. ‘I have been asked by the villagers to refuse ration to these people!!’ the owner confessed.Henceforth, he has promised to give ration to families regularly.
It is extremely difficult to understand such attitude of people towards their fellow citizens. The matters are redressed in villages and settlements wherein VSSM is active but there are thousands of families in regions where VSSM is not working, what would be their plight??? Is the question we keep asking ourselves.
ગુજરાતીમાં અનુવાદ નીચે છે.....
બનાસકાંઠા જીલ્લાના ખોડાગામમાં વાંસફોડાવાદી અને નટ સમુદાયના ૧૭ પરિવારો રહે છે. આ પરિવારોના વસવાટ સામે ગામ લોકોનો ખૂબ વિરોધ. ગામલોકો આ પરિવારોને પોતાના ગામનો હિસ્સો માનવા તૈયાર નહિ એટલે ગામના નાગરિકને મળતા તમામ આધારો આ પરિવારોને આપવા ગામ સહમત નહિ. આ સ્થિતિમાં આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા શરુ કરી... ખૂબ વિરોધ વચ્ચે તેમને મતદારકાર્ડ મળ્યા.. હવે રેશનકાર્ડની વાત આવી તેમાં પણ ખૂબ વિરોધ... ગ્રામસભાએ ઠરાવ કર્યો કે આ પરિવારોને રેશનકાર્ડ આપવા નહિ..
આ દેશના નાગરિક એવા વિચરતા સમુદાયોના વસવાટ સામે આટલો વિરોધ!! આખરે મામલતદારશ્રીને ફરીયાદ કરી. સાથે સાથે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ - ગાંધીનગરમાં ઓનલાઈન ફરિયાદ કરી પરિણામે આ પરિવારોને રેશનકાર્ડ મળ્યા. હવે રેશનકાર્ડ પર અનાજ નહિ આપવાની સુચના ગામલોકો તરફથી સસ્તા અનાજની દુકાનવાળાને આપવામાં આવી. એટલે દુકાનવાળો ભાઈ આ પરિવારોને અનાજ ન આપે. આમતો આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એમાં એમને બી.પી.એલ.કે અંત્યોદય કાર્ડ આપવા જોઈએ પણ તેમને એ.પી.એલ.કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડ પર પણ તેમને અનાજ મળે હા તેમની પાસે અનાજના પૈસા થોડા વધારે લેવામાં આવે બાકી મળે તો ખરૂ... આ પરિવારોએ દુકાનવાળા સામે અનાજ કેમ આપતા નથી. એવી ફરિયાદ વારે વારે કરી તો જવાબ મળ્યો કે, તમારા રેશનકાર્ડ ખોટા છે. vssm ના કાર્યકર શારદાબેન ગામમાં ગયા અને દુકાનવાળાને મળ્યા અને અનાજ કેમ આપવામાં આવતું નથી એ અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે, બેન તમારે આમાં નહી પડવાનું! આખરે મામલતદાર થરાદને આ બાબતે રજૂઆત કરી, એમણે ખોડા રૂબરૂ જઈને તપાસ કરી અને દુકાનવાળાને અનાજ ના આપવા બાબતે ખખડાવ્યો.. દુકાનવાળાએ કહ્યું મને ગામલોકોનું દબાણ હતું એટલે આપતો નહોતો! પણ હવે નિયમિત આપીશ...
vssmની હાજરી જે વિસ્તારોમાં છે તે વિસ્તારોમાં પણ વિચરતા સમુદાયના અવગણનાના કિસ્સા રોજ સંભાળવા મળે છે પણ અહી આપણે તેમની સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરીયે છીએ... પણ જે વિસ્તારોમાં vssm નથી ત્યાં આ વિચરતા સમુદાયોની મુશ્કેલી કોણ સાંભળતું હશે? એનું સમાધાન થતું હશે કે કેમ?
No comments:
Post a Comment