Wednesday, October 08, 2014

Do you think we are free to do your work??

Today we would like to share with you some conversations we have with authorities when we visit their officedoms for work related to rights and entitlements of nomadic communities:

‘Why do you come here, ask the applicant to come here, have to ever told them not to come to this office, we are here for them!!’

When the applicants visit  the office the replies the get are :

‘ You are not supposed to come on any day for ration card related work, haven’t you read the notice outside (as if the applicants  were able to read), Ration Card related issues are taken up only in the first week of every month.’

So they leave the office and come back during the first week of the month. 

‘Where are the necessary support documents?’

‘Sir, we are from nomadic tribes, we have a Voter ID card basis which we can have the ration card done. There is a resolution too on the same.’

‘Do you intend to teach us the law!! Come back once you have the electricity bill, house tax receipt, birth certificates of the entire family and a certificate from the revenue officer.’

‘But sir!!’

‘Don’t waste my time , we aren’t free, have lot of work to attend, don’t just barge in and sit on our heads!!’

The individuals from nomadic communities as such have very low self confidence, the moment they hear such aggressive talk by officials they shy away from entering the office again intact any self respecting individual would not want to go to see the faces of such officials again leave alone the nomads. Also they do not have any supportive documents so there is no guarantee that the official is going to entertain them! 

VSSM team member along with the community members have visited the office in Ahmedabad 14 times but the officials have not yet given them the forms. The Zonal Officer of Paldi zone is on leave for last one and half month so we have to come to the office only when he is back is what we have been told.

In the rural and semi-urban areas the arrogance of the authorities is even worst than Ahmedabad. 

Reena and Sharmila are two very dedicated young team members of VSSM.  One day they along with some community members went to the block level office for the follow up on ration cards. They met Deputy Mamladar Shri Dodiya. ‘Namaste Saheb’ they greeted him to which he replied ‘ Paro raste (get going).' The ladies were shocked but ignored the response. ‘Sir, it has been almost one and half years since we submitted the forms of these families, can you let us know when will they get the ration cards?? There are some families with us today and they do not have ration cards can you please give us the forms for the same.’ 

‘You NGO fellows, don’t you have any thing else to do, every morning you just barge in here as if we have nothing else to do!!’ was Shri Dodiya’s utterly disgusting and shocking response. 

Hearing such humiliating response Reena and Sharmila left the office along with the applicants. Outside in the campus the girls cried a lot. The community members kept consoling them saying there is no need to do all this, you have to hear to all this because of your concern for us. Don’t cry we don’t need any cards, let it go……

Such humiliating and attitude leaves has brought many of our team members into state of depression. The officials do not like organisation, but have that given a thought as to why was the need to form such an organisation. In 2006-07 even the officials of higher ranks were not aware of which communities fall under the nomadic communities. Today as a result of our efforts the nomadic tribes have gained an identity both in the society and the government, but does anyone really care!!!

Infact there would be no need of any voluntary  organisation if the government and its designed systems worked at its optimum efficiency. There have been times when the VSSM team members have sat in the offices to help finish the work of nomadic communities. We do this cause we believe it is our responsibility. We also know that the government is understaffed and overworked but that should not result into no work at all and if questions are asked on their inefficiency throwing insults is absolutely not allowed. Even the Civil Supply department at Gandhinagar has been audacious in this matter as it has yet to respond to an online complaint  we filed almost 2 months ago. Again we end  up asking what is the need to have systems when they are not to work???

While writing about this daily encounters I happen to remember a lady I had met in 2009 in Bhiloda. She was a widow with no support at all and she had made tremendous efforts to get a ration card but all in vain.. narrating the experiences brought her to tears… also of scenes of  people joining hands and crying  in front of the officials.. it is las if they are begging for their rights.

ગુજરાતીમાં અનુવાદ...

‘અમે અહિયાં તમારા માટે નવરા નથી!’

વિચરતી જાતિઓને તેમના નાગરિક અધિકારો મળે એ માટે અવાર નવાર વિવિધ સરકારી કચેરીમાં જવાનું થતું હોય છે. મોટાભાગે અધિકારીઓનો એક જ પ્રશ્ન હોય, 
‘તમે શું કામ આવો છો જે તે અરજદારને કહો એ આવે અમે એમને અહી આવવાની ના નથી પાડી! અમે એમની માટે જ અહિયાં બેઠા છીયે.’ 
એ પછી અરજદાર જાય તો જવાબ મળે, 
‘રેશનકાર્ડ માટે આમ ચાલુ દિવસે નહિ આવવાનું બહાર પાટિયું છે એ વાંચ્યું નહીં? મહિનાના પહેલાં અઠવાડિયે જ રેશનકાર્ડનું કામ થાય છે!’ (જાણે બધાને જ વાંચતા આવડતું ના હોય..)
મહિનાના પહેલાં અઠવાડિયે જાય ત્યારે, 
‘પુરાવા ક્યાં છે?’ 
‘સાહેબ વિચરતી જાતિના છીએ. અમારી પાસે મતદારકાર્ડ છે જેના આધારે રેશનકાર્ડ આપવાનો સરકારનો ઠરાવ છે’ 
‘તું અમને કાયદો શીખવાડીશ? લાઈટબીલ, ઘરવેરાની પહોંચ, તમારાં બધાના જન્મના દાખલા. તલાટીનો દાખલો લઇ આવજે જા?’
‘પણ સાહેબ?’ 
‘સમય ના બગાડ જા. અમે કઈ નવરા નથી ઘણા કામ છે રોજ રોજ આમ માથે આવીને ઉભા રહો છો!’ 
જે માણસ અધિકારીનું આવું ભાષણ સાંભળીને આવે એ તો ફરી કચેરીમાં જવાની હિમ્મત જ ના કરે.. વળી પુરાવા તો છે જ નહિ અલબત જેમની પાસે હોય એ પણ લઈને જાય તો પણ રેશનકાર્ડની અરજી અધિકારી આપે કે નહિ એ પણ નક્કી નહીં. અમદાવાદમાં vssmના કાર્યકરે વિચરતી જાતિના લોકો સાથે ૧૪ ધક્કા ખાધા પણ રેશનકાર્ડના ફોર્મ હજુ સુધી મળ્યા નથી. પાલડી ઝોનલ ઓફીસર છેલ્લાં દોઢ મહિનાથી રજા ઉપર છે એટલે રેશનકાર્ડના કામ માટે ઝોનલ ઓફિસર હાજર થાય પછી જ આવવાનું? એવો જવાબ મળે છે!! 
વાંકાનેરમાં તો અમદાવાદ કરતાંય બે પાવડા ચડે એવા અધિકારી. vssm સાથે જોડાયેલાં બે કાર્યકર બહેનો રીના અને શર્મિલા જેમની ઉંમર ૨૨-૨૩ વર્ષની. આ બંને રેશનકાર્ડના ફોર્મ લેવા અરજદારો સાથે મામલતદાર કચેરી વાંકાનેરમાં નાયબ મામલતદાર શ્રી ડોડીયા પાસે ગયા. બંને બહેનોએ શ્રી ડોડીયાને કહ્યું, ‘નમસ્તે સાહેબ’ અને સાહેબે જવાબ આપ્યો,‘પડો રસ્તે!!’ રીનાએ આનો કોઈ જવાબ ના આપ્યો એણે કહ્યું, 
‘સાહેબ અમે જે ફોર્મ જમા કરાવ્યા છે જેને ૧.૫ વર્ષ જેટલો સમય થયો છે એ પરિવારોને રેશનકાર્ડ ક્યારે મળશે? મારી સાથે જે પરિવારો આવ્યાં છે એમની પાસે રેશનકાર્ડ નથી. આ પરિવારોને નવા રેશનકાર્ડ માટેના ફોર્મ આપો ને.’
‘તમારે સંસ્થાવાળાઓને કોઈ કામ નથી? રોજ સવાર પડે મોઠું ઉઠાવી આમ હાલ્યા આવો છો? અમે અહિયાં તમારા માટે નવરા નથી!’
આ સાંભળી રીના અને શર્મિલા સાથે અરજદારો કચેરી બહાર નીકળી ગયા. બહાર નીકળી આ બન્ને બહેનો ખુબ રડી. વસાહતના લોકો એમને કહે, ‘બેન ઢીલા ના થાવ. એ તમારી અમારા માટેની ભાવના સમજતાં નથી. કંઈ નહિ તમે ઢીલા ના થાવ અમારે કાર્ડ નથી જોઇતા. પણ તમે ખોટું ના લગાડો..’ 
આ બંને કાર્યકર બહેનો ડીપ્રેશનમાં આવી ગયા.. આ કંઈ એક દિવસનું નહોતું દર વખતે સરકારી કચેરીમાં જતા તમામ કાર્યકરની આ હાલત છે.. અધિકારીને સંસ્થા નથી ગમતી, પણ સંસ્થાનું નિર્માણ શું કામ થાય છે? એ અંગે વિચાર કેમ નથી કરતાં! વિચરતી જાતિમાં કેટલી જાતિઓ આવે છે એ ૨૦૦૬ -૦૭માં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓને પણ ખબર નહોતી.. આજે સંસ્થાના પ્રયાશોથી સમાજ અને સરકારમાં આ સમુદાયની એક ઓળખ ઉભી થઇ છે પણ આ બધું જાણવાની દરકાર કોણ કરે!!
સરકાર જ નિષ્ઠાથી અને પૂરી કાર્યદક્ષતાથી કામ કરે તો અમારા જેવાં કે અન્ય કોઈને પણ આ કામ કરવાની જરૂર જ ના પડે. કેટલીક વખત તો કચેરીમાં બેસીને અમારાં કાર્યકરો વિચરતી જાતિનું કામ પૂરું કરાવે છે. અમારી આ ફરજ છે એમ માનીને અમે આ કરીએ છીએ. જાણીએ છીયે કે, અધિકારીના માથે કામનું ભારણ વધારે છે અને સ્ટાફ ઓછો છે પણ એના કારણે કામ જ નહિ કરવાનું એ ના ચાલે અને સૌથી અગત્યનું કોઈનું અપમાન તો બિલકુલ ના ચાલે..  અને હદ તો ત્યારે થાય છે કે, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ ગાંધીનગરમાં આ બાબતે ઓનલાઈન ફરિયાદ કરીએ છીએ જેનો કોઈ જવાબ બે મહિના થાય તો પણ મળતો નથી. હવે સમસ્યાનો ઉકેલ જ નથી જોઈતો તો ખાલી ખાલી ખાલી સીસ્ટમ ગોઠવવાનો અર્થ શું છે??? 
(૨૦૦૯માં ભિલોડાની એક વસાહતમાં એક બહેને રેશનકાર્ડ માટે પોતે કેટલી મહેનત કરી હતી છતાં એમને રેશનકાર્ડ મળતું નથી પોતે વિધવા છે, બીજી મદદ પણ મળતી નથી.. આ વાત કરતાં કરતાં એમનું મન ભરાઈ આવ્યું હતું.. જે ફોટોમાં જોઈ શકાય છે. આજે એ બહેન ફરી યાદ આવ્યાં સાથે સાથે અધિકારી સામે હાથ જોડી રડતાં માણસો પણ...)

No comments:

Post a Comment