Tuesday, May 31, 2022

With the support from our well-wishers & community members, VSSM planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium...

Mittal Patel visits Ludra tree plantation site 

“Ben, we believe in actions, not just words. When you had first visited this crematorium to discuss the tree plantation drive, you had apprehensions if we would have the same enthusiasm in raising the trees as much as we had in planting them. And we had requested you to trust us with it. Now tell us if we have been able to uphold that trust?”

Chandubhai from Banaskantha’s Ludra village asks us. Chandubhai is now the Sarpanch of Ludra, but when we began the plantation drive, he was a very enthusiastic local leader. 

With the support from Estral Pipes and Mumbai based Tusharbhai – Jyotiben, we planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium.

It has been more than nine months, and as seen in the image these  trees are flourishing well. The back-breaking effort by Vriksh Mitr – Balvant Kaka and the personal attention of the community leaders have helped the trees to  grow well.

Even the Thakor community of Ludra has paid personal attention to keeping the plantation site clean and weed-free to help the trees grow well.

Along with bringing saplings and planting them, VSSM supports the remuneration of Vriksh Mitra and makes arrangements for drip irrigation. It also bears occasional expenses of pesticides etc. At the same time, the onus of clearing the site remains on the community.

Our team consisting of Naranbhai, Maheshbhai and Hareshbhai work very hard to ensure the trees are looked after, and it is their efforts that have helped helps bring success to such actions. 

These woodlands result from the partnership between VSSM and communities; imagine the number of forests we would be able to create if the also government joins in. We are working towards roping the support of  Banaskantha government and administration. We are on our way to finding some success with it. Hopefully, soon we shall have some successful outcomes from our combined efforts.

'બેન ખાલી વાતો નહીં અમે કરી બતાવવામાં માનીએ... તમે પહેલીવાર અમારા સ્મશાનમાં આવેલા અને  એ વખતે  વૃક્ષ ઉછેર બાબતે વાત  થઈ હતી ત્યારે તમે કહેલું કે, હાલ ઉત્સાહ બતાવો છો પણ એવો ઉત્સાહ વૃક્ષ વાવ્યા પછી એની જાણવણીમાં બતાવશો? અને અમે બધાએ હા પાડી અમારામાં વિશ્વાસ મુકવા કહેલું. તો આજે હવે ક્યો તમારો વિશ્વાસ અમે જાળવ્યો કે નહીં?'

બનાસકાંઠાના લુદ્રાગામના સરપંચ જો કે સરપંચ અમે ગ્રામવન ઊભુ કર્યા  પછી બન્યા એવા ચંદુભાઈએ કહ્યું..

ઠાકોર સમાજની સ્મશાનભૂમીમાં અમે એસ્ટ્રલ પાઈપ અને મુંબઈમાં રહેતા તુષારભાઈ - જ્યોતીબહેનની મદદથી 5000થી વધુવૃક્ષો વાવ્યા... 

આમ તો વૃક્ષ વાવે નવેક મહિનાનો સમય થયો હશે પણ વાવેલા બધા કેવા સરસ ઉછર્યા એ ફોટોમાં જોઈ શકાય છે.       

વૃક્ષમિત્ર  તરીકે કાર્ય કરતા બળવંતકાકાએ  કરેલી કાળી મજૂરી આપણને દેખાય. એમની મહેનતના લીધે અને ઠાકોર સમાજના આગેવાનોની દેખરેખના લીધે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે.

વૃક્ષો વાવ્યા પછી વર્ષમાં ત્રણ થી ચાર વાર વૃક્ષોની વચ્ચેની જગ્યામાં સરસ ખેડ થાય તો વૃક્ષોનો ઉછેર સારો થાય.. લુદ્રાગામની આ સ્મશાનભૂમી જેમની છે તે લોકોએ સાથે મળીને  સફાઈનું બરાબર ધ્યાન રાખ્યું.

અમે વૃક્ષમિત્રને પગાર આપીએ. સાથે પાણી માટે ડ્રીપની વ્યવસ્થા કરીએ.  એ ઉપરાંત નાનો  મોટો ખર્ચ દવાઓ વગેરે કરવાનો કરીએ. હા વૃક્ષો લાવી વાવવાનું અમે કર્યું. ગામે સ્મશાનમાંથી ગાંડો બાવળ કાઢ્યો...

વૃક્ષ ઉછેર  માટે સતત મથતી અમારી ટીમ નારણભાઈ,મહેશભાઈ અને હરેશભાઈની પણ આ બધામાં જબરી મહેનત.. તેમની સતત દેખરેખથી આ બધુ સફળ પાર પડ્યું. 

આમ ગામની સહભાગીથી અમે આ કર્યું. આ કાર્યમાં સરકાર પણ જોડાય તો ગામે ગામ સરસ જંગલો ઊભા થઈ જાય... સરકાર ખાસ તો  બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને વન વિભાગ અમારી સાથે જોડાય તેવા પ્રયત્નો છે અને એ પ્રયત્નો સફળ પણ થઈ રહ્યા છે..આગામી દિવસો આ પ્રયત્નોના સફળ પરિણામો પણ જોઈ શકીશું...     

તમારા ગામમાં અમારી અને તમારી સહભાગીતા સાથે વૃક્ષો ઉછેરવા હોય તો સંપર્ક ચોક્કસ કરજો. નારણભાઈ-  9099936035     

#MittalPatel #vssm




Ludra tree plantation site

Tress are flourishing well with the breaking effort by Vriksh 
Mitr

The personal attention of the community leaders
 have helped the trees to grow well.



 

No comments:

Post a Comment