Wednesday, November 25, 2020

VSSM files applications for residential plots of Oad families...

Mittal Patel meets oad families of Sabarkantha


Oad people are experts in clay work. 

You may have an idea or not, but it is said that when Siddharth Jayasingh announced to clean the Sahastralinga lake of Patan, so many ods landed in Patan to clean that lake and half of the lake was dug in one night!

Well, this is a rumor. I do not want to spend time in finding the truth. 

But Oad people were very important in the life of our great-great-grandfather. There were no cement concrete and brick houses at that time. At that time, Oad came to the village from time to time and used to build mud houses. In short, their relationship with mud is strong and they wandered from village to village for that very reason.

You find hindu and muslim ods. Their dressing style is also same but now it has changed a bit in Muslim Oads. Recently, I had to go to Swagadh in Himmatnagar of Sabarkantha where 29 Oad families live.

Aminbhai said “ the whole life of us has been spent like a donkey. Now we want to settle down but we do not have enough money to build a house. If the government helps, then we might have a house”

Home... 

I always say that there is no definition of this word. All the emotions are absorbed in these four letters. Our Prime Minister has dreamed of giving a home to all such homeless people by 2022. If the officials show sympathy, then it is not difficult to fulfil this dream.

We have asked the families of Swagadh to have faith that they will have their homes. Applications have been submitted. We are desperately waiting for their homes and hope they distribute sweets to us and we all will feel satisfied. 

The glory of finding such families belongs to our Tohid. Angry by nature but also very energetic. That is true that we have such an amazing team that is why we could do this. 

 માટી કામમાં પાવરધા ઓડ..

તમને કદાચ ખ્યાલ હશે કે નહીં... પણ એવું કહેવાય છે કે સિદ્ધારાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ગાળવાનું જાહેર કર્યું, એ તળાવ ગાળવા એટલી માત્રામાં ઓડ પાટણમાં ઊતરી આવ્યા કે એક રાતમાં અડધુ તળાવ ખોદાઈ ગયેલું..

ખેર આ તો વાયકા. આપણે સાચુ જુઠ્ઠુ કરવા ન બેસીએ...

પણ ઓડનું મહત્વ આપણા દાદા પરદાદાના જીવનમાં ઘણું હતું. ત્યારે ક્યાં સીમેન્ટ ક્રોક્રીંટ કે ઈંટોના ઘરો બનાતા..

એ વેળા ઓડ ગામમાં વખતો વખત આવતા ને માટીના ઘરો બનાવી આપવાનું કરતા..ટૂંકમાં માટી સાથેનો એમનો નાતો મજબૂત ને એ ખાતર જ ગામે ગામ રઝળ્યા કર્યું..

ઓડમાં પાછા હિન્દુ ને મુસ્લીમ બેય ઓડ જોવા મળે. પહેરવેશને બધુ પહેલાં તો એક જેવું હવે મુસ્લિમ ઓડનું જરા બદલાયું..

હમણાં સાબરકાંઠાના હિંમતનગરના સવગઢમાં જવાનું થયું ત્યાં 29 ઓડ પરિવારો રહે...

અમીનભાઈએ કહ્યું, અમારા ઘૈડિયાની આખી જીંદગી આમ ગધાડાં માથે જ ગઈ.. હવે ઠરી ઠામ થવું છે પણ જુઓને પાહે પૈસા નથી તે જમીન લઈને ઘર બાંધી હકીએ.. સરકાર માઈ-બાપ મદદ કરે તો અમે ઘરવાળા થઈએ...

ઘર...

હું હંમેશાં કહુ છુ આ શબ્દની કોઈ વ્યાખ્યા જ ન કરી શકાય... બસ બધી જ લાગણીઓ આ બે શબ્દમાં સમાઈ જાય..

આપણા વડાપ્રધાને 2022 સુધીમાં આવા ઘરવિહોણા તમામને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યુ છે.. અધિકારી ગણ સંવેદના દાખવે તો આ સ્વપ્ન પૂર્ણ થવું કાંઈ અઘરુ નથી..

સવગઢના પરિવારોને તો અમે ઘર થશે એવી શ્રદ્ધા રાખવાનું કહ્યું છે.. અરજીઓ થઈ ગઈ છે..

બસ હવે કાર્ય ઝટ થાય ને આ લોકો પણ પોતાના ઘરમાંથી ગોળ ઘાણા વેચે એટલે એમને ને અમને બેયને સાતા...

આવા પરિવારોને શોધવાનો જશ અમારા તોહીદને.. આમ ગુસ્સાવાળો પણ મહેનતુ ઘણો....ગમે એની સાથે બાથ ભીડી લે... અમારી પાસે આવી મજાની ટીમ છે એટલે જ આ કાર્યો થાય છે..

એય એટલું જ સાચ્ચુ...

#MittalPatel #vssmindia #nomadic

#humanrights #humanity #housing

#dreamhouse #denotifiedtribe

#Gujarat #sidhdhraj #community

The current living condition of Oad families


The current living condition of Oad families

No comments:

Post a Comment