Tuesday, November 24, 2020

We are hopeful that these homeless families get their own home soon...

Mittal Patel meets nomadic families of Gandhinagar

Everyone dreams about a house, But the dream does not always come true.

We are the people who have the habit of occupying the seat of a bus by putting a handkerchief on a seat from the window.

Although this practice is acceptable for everyone in the case of a bus, but not for the house!

Nomadic tribes people and other poor families put handkerchiefs on the government-owned land near the Mahatma Temple in Gandhinagar years ago and no one removed it, so they believed that the land belongs to them now, but this is not the seat of the bus!

After 35-50 years of living, suddenly a bulldozer turned up and vanished everything in a second.

Everyone was wondering where to go.

Our worker Tohid and Rizwan and Sanjaybhai, the leader of the colony, together with others, prepared the details of these homeless families. Submitted the details in the Collector's office . Collector assured to find a government place to settle these families.

Home ... I don't think the word needs any definition.  I pray that these homeless families get their own home soon. In the meeting held with these families, they told their problems. Listening to this, I pray that no one will suffer like this.

ઘરનું સમણું તો બધા જુએ પણ પૂરું બધાનું નથી થતું ..

બસમાં ચડવા ભીડ ઘણી હોય તો બારીમાંથી એકાદ સીટ પર રૂમાલ મૂકી જગ્યા રોકી લેવાની ટેવવાળા આપણે ...

જોકે બેસવા પૂરતો આ વ્યવહાર સૌએ સ્વીકારેલો પણ ઘર માટે આ વ્યવહાર સ્વીકાર્ય નહિ ..


ગાંધીનગરના મહાત્મા મઁદિર નજીકની સરકારી પડતર જગ્યામાં વિચરતી જાતિના ને અન્ય ગરીબ પરિવારોએ વર્ષો પહેલા રૂમાલ મુક્યો ને કોઈએ હટાવ્યા નહીં એટલે આ જગ્યા હવે પોતાની એવું માન્યું પણ આ કઇં બસની સીટ થોડી હતી...

35-50 વર્ષના વસવાટ પછી અચાનક પોતાની માનેલી જગ્યા પર બુલડોઝર ફેરવાયું ને પલકારામાં બધું ભોંય ભેગું થઇ ગયું ..

ક્યાં જાશુનો સવાલ બધાને થયો ...


અમારા કાર્યકર તોહીદ અને રિઝવાન અને વસાહતના આગેવાન સંજયભાઈ ને અન્ય સૌએ મળીને આ ઘર વિહોણા પરિવારોની વિગત તૈયાર કરી ...

કલેકટર કચેરીમાં વિગત જમા કરાવી... કલેક્ટર શ્રીએ સરકારી જગ્યા શોધી આ પરિવારોને વસાવવાની ખાત્રી આપી ..


ઘર ... મારા ખ્યાલથી આ શબ્દને કોઈ વ્યાખ્યાની જરૂર જ નથી .. ઘર વિહોણા આ પરિવારોને પોતાનું ઘર ઝટ મળે એવી પ્રાર્થના ...

આ પરિવારોની સાથે થયેલી બેઠકમાં એમણે પોતાની તકલીફો કહી.. સાંભળીને આવું દુઃખ કોઈને ન પડે એમ પ્રાર્થના મનોમન થાય ...


#MittalPatel #vssmindia #housing

#home #house #humanity #need

#gandhinagar #NomadicTribe

#denotified #denotifiedtribe

nomadic families houses were erased to ground

Mittal Patel listening to thses families

No comments:

Post a Comment