Mittal Patel meets Jivat Ma Bajaniya in Patan |
Jivatma lives in Patan's Sarwal village. The last house in Bajaniya community is her’s.When we reached her home her body was curved and she was walking in her front yard.
I asked: "Ma, Why are you walking in this afternoon rather than sitting in your bed under a neem tree?"
She told me: “I was waiting for you. Mohanbhai told me that you are going to come.”
While saying this, she came close to me, held my hand and made me sit on the bed and she sat on the floor in front of me.
I said: “Sit on the bed”.
“No, I can not sit in the bed in front of my son-in-law.”
Dakubhai of their community was with us. He said, 'This Laxmanbhai is our son-in-law . He has married to Sarwal's daughter’
Laxmanbhai of Jalalabad has been working with me since I started working with the Bajaniya community. When he got to know that I am coming to Sarwal, he came specially to meet me.
Jivatma observes respect for him. I said, “You are old now and Lakshmanbhai is younger than you, it’s okay if you don’t do this.”
Then she said, 'I want to sing something for you, but my son-in-laaaw…..'
Finally I told Lakshmanbhai to go from there, and then jivatma started singing
“Made curry with Dal tuvar and vegetables and added nice spices ...
Long live your name and the community… ”
I could see the shine of love in the eyes of jivatma. She sang the song by giving tribute to the ration kit we give her every month. Tears welled up in the eyes of everyone standing there as they listened to the song she was singing. I stopped jivatma, “don't speak further now ma”
She told: “You brought life for us, otherwise we old husband and wife might be lying around that corner”
We said: “we give you what someone gives us. We are just a mediator. So don't say anything more.”
After sitting with her for a while, we went out, but that dal, tuvar vegetable song was still playing in my head.
Thanks to the dear ones who helped to give rations to such mothers every month and also congratulations to our team who found such mothers .. Our mohanbhai found jivatma. Your virtue is so big, brother..
જીવતમા પાટણના સરવાલમાં રહે. બજાણિયા વસાહતમાં સૌથી છેલ્લે એમનું ઘર. એમના ઘરે અમે પહોંચ્યા તો શરીરે વાંકા વળી ગયેલા જીવતામાં આંગણામાં આંટા મારી રહ્યા હતા...
'ખરા બપોરે લીમડા નીચે ઢાળેલાં ખાટલામાં બેસવાની જગ્યાએ આમ આંટા કેમ મારી રહ્યા છો મા?'
'તમારી વાટ જોતી'તી. મોહનભઈ કઈ રાસ્યુ તુ ક તમે આબ્બાના'તા...'
એમ કહેતા કહેતા જીવતમાં અમારી સામે આવ્યા અને હાથ પકડીને મને ખાટલે બેસાડી. એ પછી એ મારી સામે ભોંય પર બેઠા.. મે કહ્યું,
'મા ખાટલે બેેસો..'
'ના જમાઈ હામે ખાટલે ના બેહાય..'
વસાહતના ડકુભાઈ અમારી સાથે હતા એમણે કહ્યું, 'આ લક્ષ્મણભાઈ અમારા જમાઈ થાય.. સરવાલની દીકરી એમના ઘરે છે..'
જલાલાબાદના લક્ષ્મણભાઈ બજાણિયા વિચરતી જાતિઓ સાથે કામ શરૃ કર્યું ત્યારથી મારી સાથે.. હું સરવાલ આવવાની હતી એટલે એ ખાસ મળવા આવેલા.
જીવત મા એમનો મલાજો પાળતા. મે કહ્યું, 'જીવતમાં હવે ઉંમર થઈ અને લક્ષ્મણભાઈ તો તમારા કરતા નાના આવું ન પાળીએ તો ચાલે..'
તો એમણે ક્હયું, 'માર તમને કોક હંભળાવવુ હ... પણ આ જમઈ...'
છેવટે લક્ષ્મણભાઈને મે ત્યાંથી જવા કહ્યું, ને જીવત માએ કહ્યું,
'દાળ તુવેરનું શાક બનાયું... સરસ મસાલો નોખ્યો...
ધન ધન નોમ તમારુ... અમ્મર રહેશે કોમ...'
જીવતમાંની આંખોમાં પ્રેમ છલકાતો હતો. અમે દર મહિને રાશન કીટ આપતા એનો ભાવ એમણે આમ ગાઈને વ્યક્ત કર્યો. જીવતમાં જે ભાવથી ગાઈ રહ્યા હતા એ સાંભળીને ત્યાં ઊભેલા બધાની આંખોમાંથી આંસુએ ડોકિયું કર્યું. મે જીવતમાંને રોક્યા હવે આગળ ન બોલો માં... એવું ના છૂટકે કહેવું પડ્યું..
એમણે કહ્યું,
તમે અમન જીવાડ્યા. નકર ડોહો, ડોહી ખુણામોં પડ્યાતા..'
અમે કહ્યું, કોઈ આપે એ અમે તમને આપીએ. અમે તો નિમિત્ત માત્ર. માટે વધારે કશુંયે ન કહેશો..
એમની સાથે થોડીવાર બેસીને અમે નીકળ્યા પણ પેલું દાળ, તુવેરનું શાક બનાયું સરસ મસાલો નાખ્યો વાળુ વાક્ય કાનમાં સતત ગૂંજ્યા કર્યું..
આવા માવતરોને દર મહિને રાશન આપવામાં મદદ કરનાર સ્નેહીજનોનો આભાર તેમજ આવા માવતરોને શોધનાર અમારી ટીમ પ્રત્યે રાજીપો.. જીવતમાંને અમારા મોહનભાઈ તમે શોધ્યા.. આનું પુણ્ય બહુ મોટુ ભાઈ...
#MittalPatel #vssm #RationDistribution
#mavjat #NomadicTribe #denotifiedtribe
#elderly #elderlycare #elderlypeople
#food #foodshare #fooddistribution
#બનાસકાંઠા #ગુજરાત #રાશનવિતરણ
Jivat Ma sang the song by giving tribute to the ration kit |
Jivat Ma Bajaniya and her husband |
Mittalben to you are doing an amazing job. Jivatma's blessings, her love and respect towards you will keep on showering more strength in you for continuing such noble work.
ReplyDelete