Tuesday, October 27, 2020

Warm friendship of VSSM and Rameshbhai Nat...

Mittal Patel meets Vrukshmitra Rameshbhai Nat during
her visit to tree plantation site

Rameshbhai Nat, a resident of Juna Deesa. He has been performing acrobatic acts on a rope for as long as he can remember.

“Ben, the Nats perform the acts at the cost of their life, the acrobats in the circus have a large net to catch them in came there is a mishap and not us. It is the Mother Earth who protects us!” Kishankaka, the Nat leader often tells us.

True, but many Nats have lost their lives while performing these daredevil acts.


Rameshbhai earns his living from these performances. VSSM has often invited him at various events organised to showcase the skills and craft of the nomads. VSSM and Rameshbhai share a warm and friendly relationship.

“Ben, take care of my family after I am gone,” and he begins to cry uncontrollably. We were shocked at hear Ramesbhai say this over a call that took us by surprise. I consoled him, inquired what was the reason for this sudden outburst. His blood sugar level had skyrocketed. I spoke to his doctor to learn that his condition was critical. We helped him fight his medical condition. After almost yearlong treatment he was out of the woods to finally get back to performing acrobatic shows.

Rameshbhai Nat performing acrobatics

Over the years with other means of entertainment gaining popularity, these shows have lost their mass appeal. And the pandemic has made things worse for individuals like Rameshbhai.


VSSM has helped build a settlement for 143 nomadic families in Juna Deesa. Rameshbhai too has a house there. We also undertook a tree plantation drive in the settlement. VSSM was looking for an appropriate candidate to take up the responsibility of ‘Vruksh-Mitra’. Rameshbhai came across as perfect candidate, he agreed to take up the role of tree nurturer and began performing his role with utmost care. Rameshbhai has been so good with his work that the community has decided to plant 1000 trees on a plot in the settlement. The plantation will commence soon.

VSSM has been supporting artists like Rameshbhai earn a dignified living so when noted author and our very dear Sonalben Modi called up with this request “can you give me names of 5-6 folk artists who still earn their living through their art??  I wish to support such individuals!!’ we felt relieved.


Rameshbhai Nat raised the trees under his care

We sent the details of 6 artists, including Rameshbhai. Sonalben has supported them all.

I performed to make people happy and bring cheer on their face when you made me Vruksh Mitra and when Sonalben chose to support me even without having met me, she brought cheer on my and my family’s face.


Sonalben we cannot thank you enough. It is our well-wishing friends like you who help us reach the poorest amongst the poor. We are grateful to the goodwill and support of all our well-wishing friends.

Sharing an image of Rameshbhai performing one of his dare-devil acts. The image was captured by Bharatbhai Patel.

Also a clipping of how he has raised the trees under his care.

રમેશભાઈ નટ..

જૂના ડીસામાં રહે.. સમજણ આવી ત્યારથી દોરડા પર અંગકસરતના ખેલ કરવાનું એ કરે..

અમારા કીશનકાકા. નટ સમાજના આગેવાન એ કહે, 'બેન આપણો આ નટનો ખેલ તો જીવ સાટેનો ખેલ. સરકસવાળા કલા કરતબ બતાવે તો નીચે જાળી બાંધી પોતાનું રક્ષણ કરે. પણ નટનું રક્ષણ ખુદ ધરતી મા કરે..'

વાતેય સાચી. પણ  જીવ સાટેનો આ ખેલ  કરતા ઘણાય નટ દોર પરથી પડ્યાને જીવથી ગયા..

ખેલ કરીને જીવતા રમેશભાઈને ઘણી વખત સંસ્થાગત રીતે અમે ખેલ કરવા નિમંત્રણ આપતા તો ક્યાંક કાર્યક્રમ અપાવવામાં નિમિત્ત બનતા. ધીમે ધીમે એમની સાથેનો અમારો પરીચય ગાઢ થતો ગયો. એક દિવસ તો એમનો અચાનક ફોન આવ્યો ને, 'બેન મારા ગયા પછી મારા પરિવારને તમે સાચવજો..' એવું કહેતા કહેતા જ એમના ગળે ડૂમો ભરાયો ને એ વધુ ન બોલી શક્યા. મે હૈયાધારણા આપીને શું થયું તેવું પુછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, ડાયાબીટીશનું પ્રમાણ વધી ગયેલું ને હોસ્પીલટમાં એ દાખલ હતા. ડોક્ટર સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે, સ્થિતિ ખરેખર નાજુક થઈ ગઈ છે. એ પછી લગભગ એક વર્ષ અમે એમનું ધ્યાન રાખ્યું ને એ ફરી સાજા નરવા થઈને ખેલ કરતા થઈ ગયા.

પણ હવે આ ખેલ જોવા કોઈને ખાસ ગમતા નથી. આમ આવક ઘટી. કોરોનાની મહામારીમાં તો બધુ સાવ જ બંધ થયું. 

અમે જૂના ડીસામાં વિચરતી જાતિના 143 પરિવારોની વસાહત બનાવી છે. રમેશભાઈનું પણ ત્યાં સરસ ઘર બન્યું. આ વસાહતમાં અમે વૃક્ષો વાવ્યા. જેના ઉછેરની જવાબદારી વૃક્ષ માટે મમતા હોય એવા કોઈને સોંપવાની હતી. 

રમેશભાઈની આર્થિક હાલત નાજૂક એમણે વૃક્ષમિત્ર તરીકે કામ કરવાનું સ્વીકાર્યુ ને બહુ પ્રેમપૂર્વક એમણે વૃક્ષોનું જતન કરવાનું શરૃ કર્યું. રમેશભાઈની આવી ચીવટ જોઈને અમે આ વસાહતની પાસેથી એક જગ્યામાં 1000 વૃક્ષ કરવાનું આયોજન કર્યું છે જે ટૂંક સમયમાં અમલી બનશે..

રમેશભાઈ જેવા કલાકારને જે રીતે થાય તે રીતે મદદ કરવાની અમે કોશીશ કરી રહ્યા હતા ત્યાં જાણીતા લેખીકા પ્રિય સોનલબહેન મોદીનો ફોન આવ્યો ને એમણે કહ્યું, 'મારે પોતાની કલા બતાવી રોજી રળતા કલાકારોને મદદ કરવી છે ને તમે પાંચેક કલાકારની વિગત આપો' 

અમે રમેશભાઈ સાથે અન્ય પાંચ એમ કુલ છ કલાકારોની વિગત મોકલી. સોનલબહેને આ છ વ્યક્તિઓને સારી મદદ કરી.

સોનલબહેનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.. રમેશભાઈએ કહ્યું, 'લોકોને હસાવવાનું કામ આખી જીંદગી કર્યું પણ ખરા ટાણે સંસ્થાએ વૃક્ષમિત્ર તરીકે રાખીને ને સોનલબહેને એક પણ વખત મળ્યા વગર મારી હાલત સમજી મને મદદ કરી મને હસતો કર્યો'

આભાર સોનલબહેન.. આપ જેવા પ્રિયજનોના લીધે જ અમે છેવાડે રહેતા તકલીફમાં હોય તેવા સૌને મદદ કરી શકીએ છીએ.. 

સૌનું શુભ થાવોની ભાવનામાં નિમિત્ત બનનાર સૌ સ્વજનોનો હૃદયપૂર્વક આભાર... 

રમેશભાઈ પોતાની કલા દર્શાવતા જેમનો ફોટો અમારા ભરતભાઈ પટેલે લીધો.. એ સિવાય વૃક્ષમિત્ર તરીકે એમણે જે વૃક્ષોનું જતન કર્યું તે અમને બતાવ્યું જે તમે પણ જુઓ...

#MittalPatel #vssm #TreePlantation

#tree #treeoflife #treeplanting2020

#treeplantationdrive #save #savetrees

#green #greenery #treecare #pureair

#oxygen #saveenvironment #બનાસકાંઠા

#Gujarat #ગુજરાત #NomadicTribe







No comments:

Post a Comment