Mittal Patel discusses watermanagement with bhatasana residents |
It is important that along with water conservation efforts, we also educate the population on the value of pure water. And sooner we do that better it is.
During the recent meeting with the Bhatasana community, the villagers agreed to contribute Rs. 50,000 and lift all the excavated soil. Such sensitive communities need to applauded to the fullest.
Mittal Patel visits WaterManagement site |
To me planting trees and conserving water are holy deeds, they spread the goodness around, bring much needed respite to those who rely on it.
Bhatasana residents have woken up to the need for conserving water and environment but the residents of Banaskantha and Patan must understand the gravity of the growing water crisis in their region.
In the attached video Bhatasana residents Kirtibhai and others share the benefits of the water conservation efforts in their village. The entire water conservation efforts are taken forward by VSSM Naranbhai, who puts in a lot of hard work and enthusiasm in this work.
Bhatasana residents kiritbhai and others share the benefits of the water conservation efforts with Mittal Patel |
બાનસકાંઠામાં #જળસંચય અભિયાનની પાંચમી સીઝનની શરૃઆત સુઈગામના ભટાસણાગામથી...
જળ - જેના વગર આ ધરતી જીવ વિહોણી બજંર થઈ જાય..છેલ્લા ઘણા વર્ષોમાં પાણીનો બેફામ ઉપયોગ ને જમીનમાંથી પાણીનું અમાપ દોહન જોઈને ખેડૂતોને મોંઢે સાંભળેલું ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં શું હતું તે યાદ આવી જાય....
શહેરમાં આવીને વસેલાં લોકોમાંથી ઘણા કહે ગામમાં ઘર ને ખેતર બધુયે છે પણ પાણી નહોતું એટલે જીવવા શહેરોમાં આવ્યા.. મારા મતે આ ઈચ્છીત સ્થળાંતર નથી..
આનો ઉકેલ પાણી બચાવવાની સાથે સાથે એનું મૂલ્ય સમજવામાં હવે ઝાઝી વાર ન લગાડીએ તે..અમે બનાસકાંઠાના 115 તળાવોને છેલ્લા ચાર વર્ષમાં ઊંડા કર્યા..આ વર્ષે પણ ગ્રામજનોની ભાગીદારીથી 50 તળાવો કરવાનો લક્ષાંક છે..
#ભટાસણા ગામના યુવાનો ને આમ તો આખુયે ગામ બહુ જાગૃત.. ગયા વર્ષે અમે ગામનું એક તળાવ ગાળ્યું. ચોમાસુ સારુ હતું તે વરસાદથી અને પછી સરકારે પણ નર્મદા કેનાલમાંથી કાઢેલી પાઈપલાઈનથી આ તળાવને#vssm ભર્યું. તળાવમાં પાણી ભરાય ને એ પાણી જમીનમાં ઉતરે તો તળ ઉપર આવે સાથે સાથે પશુપક્ષીઓને પણ પાણી મળે.. ને ખેડૂતોને ખેતીમાં પણ ફાયદો થાય..
એ ફાયદો ગામલોકો બરાબર સમજ્યા. એટલે જ ગામના જાગૃત યુવાન ચંદ્રકાન્તભાઈનો ફોન આવ્યો ને ગામના તમામ ને પોતાની આખી ટીમ ગામનું તળાવ ગાળવા જરૃરી તમામ મદદ કરશેનું કહ્યું. ભટાસણાવાસીઓ સાથે તળાવ ગાળવા સંદર્ભે બેઠક કરી. જેમાં ગ્રામજનોએ સામેથી માટી ઉપાડવા સિવાય 50,000નો ફાળો પણ તળાવ ખોદકામ માટે આપવાની વાત કરી... આવા સંવેદનશીલ ગ્રામવાસીઓને તો પ્રણામ કરવા ઘટે...
મારા મતે #તળાવ ગળાવવું ને ઝાડ વાવવું આ બેય પુણ્યના કામો.. હજારો જીવોને એનાથી સાતા મળે... ભટાસણાવાસીઓ તો જાગ્યા પણ બનાસકાંઠા, પાટણ વિસ્તારના અન્ય ગ્રામજનો ઝટ જાગે એમ ઈચ્છીએ...
ભટાસણાગામનું VSSM ની મદદથી ગળાયેલા તળાવથી થયેલા ફાયદાની વાત કરતા ગામના કીર્તીભાઈની અન્ય સ્નેહીજનો.. તથા ગયા વર્ષે ભરાયેલું તળાવ, GACL માંથી સંસ્થાના કાર્યોને જોવા આવેલા આસ્થા ને અન્ય ગ્રામજનો..
પણ ફોટોમાં જોઈ શકાય
બનાસકાંઠામાં તળાવ ગળાવવાની આખી પ્ર્ક્રિયામાં સંસ્થાના સંનીષ્ઠ કાર્યકરો અમારા સીનીયર કાર્યકર નારણભાઈની સાથે ખડે પગે. એટલે જ આ કાર્યો થાય.. આપના ગામમાં તળાવ ગળાવવાની ઈચ્છા હોય તો નારણભાઈ - 9099936035 પર સંપર્ક કરવા વિનંતી..
#MittalPatel
No comments:
Post a Comment