Mittal Patel meets Sarpanch of Morpa village |
Our salutes to Maganbhai Desai, Sarpanch of Morpa village.
The reigns of development of any village lie in the hands of its Sarpanch. The nature of our work provides us with many opportunities to interact with many Sarpanchs, some of whom win our admiration. Recently, we happen to meet Maganbhai Desai, the sarpanch of Patan’s Morpa village.
VSSM had helped file applications for allotment of residential plots for 7 Raval families living in shanties around the village. In the recent Land Committee meetup the plots were approved. It was the proactiveness of the Sarpanch that resulted in the approval. It is always a pleasure to meet such committed and compassionate individuals.
‘Ben, I am always ready to assist you in this noble cause of welfare of the poor communities. I will speak for them where ever you ask me to ensure they receive help to settle down at one place in a house with power connection,” he shared when recently I had the opportunity to meet. Him. Very few Sarpach are empathetic towards the needs of the poor families of their village. Even the marginalised families I met has tremendous respect for Maganbhai.
I have come across many who never have anything good to say about their Sarpanch. When the village leader remains distant towards the basic needs of the poor in the village, the struggling families never appreciate their leaders. No one likes to be critical of good actions, right?
There are three villages in Patan,(I will refrain from naming them) whose leadership decided to overlook the applications despite District Collector’s order to approve the applications during the land committee meetup, the sarpanch did not raise the matter of plot allocations at the meeting.
Just like the collector is the king of her/his district, the Sarpanch reigns supreme in the village. They should wholeheartedly grab these opportunities of being helpful to others, the lesser fortunate. It pains us when we come across sarpanchs who demand percentage from the government assistance for deepening of village lakes or other public works.
But, Sarapnch like Maganbhai give us hope, they are the reason the poor in the village can hope for a better life. Salute to Maganbhai who is trying his best to ensure the homeless Raval families soon acquire an address. Great applause also to VSSM’s team member Mohanbhai, who work tirelessly to find such nomadic families and link them to the social security net.
The images – Sarpanch of Morpa, the families who will receive the plots and their current shelters.
મોરપાગામના સરપંચ મગનભાઈ દેસાઈને સલામ...
સરપંચ ગામના વિકાસની મુખ્ય ધુરા જેના હાથમાં છે એ વ્યક્તિ..
ગ્રામવિકાસના કાર્યો કરતા હોવાના નાતે અમારે ઘણા સરપંચોને મળવાનું થાય.. જેમાંના કેટલાક માટે તો વિશેષ માન થાય એવા...
આવા જ એક સરપંચને હમણાં મળવાનું થયું.
પાટણના મોરપાગામના સરપંચ મગનભાઈ દેસાઈ..
ગામમાં ઝૂંપડાં કે કાચા ઘર બાંધીને રહેતા રાવળ સુમદાયના સાત પરિવારોને પ્લોટ મળે તે માટે અમે સરકારમાં રજૂઆત કરેલી તે લેન્ડ કમીટી ભરાઈ એમાં આ પરિવારોના પ્લોટ મંજૂર થયા.
સરપંચ પોતે સતત ફોલોઅપ લે. આવા જાગૃત સરપંચને મળવું તો ગમે જ.
મોરપા એમને મળી તો કહે, બેન આ ગરીબ માણસોના કાર્યમાં જ્યાં પણ મારી જરૃર પડે હું કાળી રાતે સાથે. આમને લાઈટ ને રહેવા કાયમી જગ્યા મળે એ માટે તમે કહેશો ત્યાં હું રજૂઆત કરીશ. આવી એમની લાગણી.. બહુ ઓછા સરપંચોમાં આ જોવા મળે. જે વંચિત પરિવારોને હું મળી એમને પણ સરપંચ માટે ખુબ આદરભાવ..
બાકી સરપંચો માટે કટુ વાક્ય બોલતા લોકો પણ મે જોયા છે. મૂળ તો એમની આશાઓ પૂર્ણ ન થાય માટે જ આવા કડવા વેણ નીકળે. બાકી કડવું બોલી પોતાનું મોંઢુ ગંધાતુ કરવું કોને ગમે?
બાકી પાટણના ત્રણ બીજા ગામો જેમના નામ નથી લખતી. પણ કલેક્ટર શ્રીએ આદેશ કર્યો કે લેન્ડ કમીટી બેસાડો અને ગામમાં રહેતા ઘરવિહોણા પરિવારોને પ્લોટ આપવાનું એમાં ઠરાવો. આદેશ હતો એટલે લેન્ડ કમીટી બેઠી પણ જેમના પ્લોટની માંગણી કરી હતી તેમનાં પ્લોટની વાત સરપંચે કરી જ નહીં..
કલેક્ટર જિલ્લાનો રાજા, ધણી એમ સરપંચ ગામના...કુદરતે સતકર્મો કરવાનો મોકો આપ્યો છે.. મારા ખ્યાલથી આ અમૂલ્યતક છે એમ માનીને એને ઝડપી લેવી જોઈએ એની જગ્યાએ આમનું ના થવું જોઈએ.. કે ક્યાંક તળાવના કામોમાં તો અમને કેટલા મળશે એવું સરપંચ પુછે ત્યારે બહુ દુઃખ થાય..
ખેર મોરપાના સરપંચ જેવા ઘણા આશાસ્પદ છે.. અને એ લોકોના લીધે જ વિકાસના કાર્યો થાય છે એય હકીકત.. મગનભાઈને સલામ ને જેમને પોતાનું સરનામુ મળ્યું એવા રાવળ પરિવારો માટે સુખી થાવની ભાવના...
આ વિસ્તારના અમારા સંનિષ્ઠ કાર્યકર મોહનભાઈ જેઓએ આ પરિવારને શોધ્યા તેમની વાત અમારા સુધી પહોંચાડી..
મોરપા ગઈ ત્યારે સરપંચને, જેમને પ્લોટ મળ્યા તે પરિવારોને મળવાનું થયું તે અને આ પરિવારોની હાલની રહેણાંકની સ્થિતિ બધુયે ફોટોમાં.
#MittalPatel #vssm
The current living condition of nomadic families |
Mittal Patel meets Sarpanch of Morpa and nomadic families who will recieve the plots |
No comments:
Post a Comment