Mittal Patel meets DharmaMa and Kanjiba an elderly couple surviving under pathetic living condition |
VSSM comes across hundreds of older aged people living in distress. Some need to beg for food, some depend on others to provide them with some cooked meals. They are either abandoned or their children stay in different towns or they are destitute in the true sense. Under the Maavjat initiative, VSSM cares and nurtures the elderly it takes under its wings. The seniors are provided rations kits or cooked meals depending on their ability to feed themselves. It also takes care of their medical needs assisting them with check-ups and medicines. We started with 60 elderly last year, the number has grown to above 100 now and there are hundreds more waiting to be reached. As age takes over, they cannot work as manual or farm labourers, this inability to earn a living is pushing the destitute seniors into the trenches of hunger and agony. If they could, these individuals would still work to earn living but these are humans who do not fall into the comfort of retirement plans or earn pensions need our assistance to spend their remaining lives with an assurance that there will be food on their plate and they need not have to feel neglected and unwanted for the rest of their life.
It was early afternoon when we reached at Dharma Ma and Kanjiba's (Dada are addressed as Ba in Banaskantha) humble abode. The wicker basket held some millet flatbreads, but there was no sight of any accompaniments!! Also, Kanjiba is visually impaired while DhramaMa has challenges with hearing. It was evident that Kanjiba would not have managed to get his cataract removed on time (in absence of any information to the free eye camps happening in the region) and that must have created further complications and eventual loss of sight.
DharmaMa and Kanjiba an elderly couple surviving under pathetic condition |
"I don’t keep well, my stomach hurt as there is an issue of fluid retention. I need to visit the doctor regularly and get it removed. Hence, I cannot lift heavy stuff and need to refrain from engaging in any strenuous activity. I collect cattle dung and sell it to a farmer when enough dung has accumulated." Kanjiba's daughter replied.
"How much money does that fetch?" I inquired.
"Ben, imagine the time it takes to pile up this dunghill, and when she sells it brings her mere Rs. 700-800," a lady in the neighbouring house spoke up.
It was obvious, that piling a dunghill so high would take months. VSSM provides Kanjiba and Dhrmama with a monthly ration kit so that they at least have food at the end of the day.
"Ma, is ration sufficient for you?" I enquired.
"A little more would surely helpful," she replied.
I think the addition of two grandkids to the family might have impacted the sufficiency.
The ration cards do help procure some ration, but Kanjiba's disability is a grave concern.
"Do you want us to help you with a medical examination of your eyes?" I asked.
"It is time for me to leave this world, what is the need to get the body torn and operated upon!!'
VSSM provides Kanjiba and Dharmama with a monthly ration kit |
If you wish to become a part of the effort to provide a better old age to these seniors, please call us on 9099936013.
Many of us sponsor a child, for a change let us sponsor our seniors and let them experience spring in the autumn years of their life.
It is an act that will ensure a better life to both the giver and receiver.
We are grateful for our team members Naran and Ishwar, who put in great efforts to locate and select such elderly in need.
Our heartfelt gratitude to all of you who have come forward to support this cause, it is only because of your support that we could take this bold decision of becoming caregivers of these seniors in their silver years.
બપોરના સમયે અમે ગોલવીમાં રહેતા ધરમામાંને કાનજીબાના ઘરે પહોંચ્યા. એક છાબડીમાં બાજરીના રોટલા દીઠાં પણ રોટલા સાથે ખાઈ શકાય એવું બીજુ કશુંયે અમે ત્યાં જોયું નહીં.
વળી કાનજીબા (બનાસકાંઠામાં દાદાને બા કહે)ને તો આંખે કશુંયે દેખાય નહીં. ને ધરમામાંને પણ આછુ ભળાય. આંખો જોતા જ ખ્યાલ આવ્યો કે જે તે સમયે મોતિયા આવ્યા હશે પણ ઓપરેશન કરાવવાના પૈસા નહીં ને વિનામૂલ્યે ઓપરેશન થાય એવા સરનામાં નહીં જડ્યા હોય એટલે મોતિયો આંખમાં ફૂટી ગયો હશે ને આંખે ભળાતુ બંધ થયું.
કાનજીબાને એક દીકરી. જેને પરણાવીને સાસરે મોકલી. પણ એનાય કરમ ફૂટેલાં. ઘરવાળો બે નાના બાળકો મૂકીને પરલોક સીધાવ્યો. કાનજીબાના ઘરે જવાનું થયું ત્યારે એમની દીકરીએ પોતે અહીંયા જ રહે છેની વાત કરી. મે પુછ્યું, ‘તમે શું કામ કરો?’
‘મને સારુ નથી રહેતું મારા પેટમાં તકલીફ છે. પાણી ભરાઈ જાય છે તે થોડા થોડા વખતે ડોક્ટર પાસે એને ખેંચાવું પડે. એટલે ભારે કામ નથી થતું. હું છાણ ભેગુ કરવાનું કામ કરુ છું. આ છાણ ભેગુ થાય પછી ખેડૂતને એ વેચી દઉં’
‘કેટલા રૃપિયા મળે?’
મારી વાત સાંભળી કાનજીબાના પડોશમાં રહેતા બહેન બોલ્યા, ‘બેન છાણનો ઉકેડો ક્યારે બને ને ક્યારે એને 700- 800 મળે?’
સ્વાભાવીક રીતે જ છાણ ભેગુ કરતા મહિનાઓ લાગે એ વાત સમજાઈ.. અમે કાનજીબા ને ધરમામાંને દર મહિને રાશન આપીએ.. મૂળ તો એમને ભૂખ્યા સુવુ ન પડે માટે.
મે પુછ્યું, ‘મા રાશન ચાલી જાય છે?’ તો એમણે કહ્યું, ‘થોડું વધારે મળે તો સારુ..’
મૂળ તો ખાવામાં બે ભાણિયા ભળ્યા એટલે કદાચ પુરુ નહીં થતું હોય...
સરકારે આપેલા રાશનકાર્ડ પર અનાજ મળે છે. જેમાંથીયે ટેકો થઈ જાય. બાકી કાનજીબાને પણ શારિરીક તકલીફ મોટી છે. મે કહ્યું, ‘દવાખાને બતાવવું છે?’ તો કહે, ‘હવે તો ઉપર જવાનો સમય આવ્યો. હવે ચીરફાટ કરીને શું કરવાનું?’
ઘડપણ..કોઈ શબ્દોથી વર્ણવી નથી શકાતુ.. મોતની રાહ જોતા આવા માવતરોને જોઈને જીવ બળે... ભૂખે ને દુઃખી હૃદયે આ દુનિઆમાંથી તેઓ વિદાય ન લે એ માટે અમે મથીયે... પણ આવા કેટલાક માવતરોને જોઈને ઈશ્વર આવું ઘડપણ આવી તકલીફ કોઈનેય ન આપે એવી પ્રાર્થના મનોમન થઈ જાય...
આવા માવતરોને મદદ કરવાની ઈચ્છા હોય તો 9099936013 પર વાત કરવા વિનંતી...
બાળકો તો ઘણાય દત્તક લે છે.. ક્યારેક માવતરોને દત્તક લઈ જોઈએ... જીવને સાતા મળશે.. એ ચોક્કસ..
અમારા કાર્યકર નારણ અને ઈશ્વરના અમે આભારી છીએ એમણે આવા માવતરોને શોધી કાઢ્યા. ને આભાર મદદ કરવાવાળાનો પણ એમની મદદ સતત છે માટે અમે આવા કાર્યો કરવાની હીંમત કરી શકીએ છીએ....
#MittalPatel #vssm #mavjat
#Elderly #elderlycare #elderlypeople
#RationDistribution #donate
No comments:
Post a Comment