The government provides assistance of 1.20 lakh for building homes for wandering, marginalized families. However, with the high cost of living, building a home with this amount is difficult.
For families living in the city, the government provides 3.50 lakh to build homes. We have been consistently making representations for several years to increase the amount of housing assistance from the government.
During the inauguration of two settlements built by VSSM through the efforts of the government and the institution, the Honorable Chief Minister had also demanded an increase in housing assistance.
Before the start of last year's legislative session, we requested the Honorable Chief Minister Shri Bhupendrabhai and Finance Minister Shri Kanubhai, along with the esteemed Shri Bhagwandas Panchal (former president of Bakshipanch Morcha), whom we call Kaka, to help increase the housing assistance. As a result of this request, the government increased the housing assistance by 50,000 in this budget, for which we are grateful. However, the expected amount was 3.5 lakh. But we are happy with this increment, and we will continue to make further representations for an increase.
Honorable Shri Bhagwandas Kaka has been continuously with us, advocating for various schemes related to wandering, marginalized families, water, and the environment. Every week, Kaka visits the office, guides us on which department to approach for specific representations, and then helps us make the presentations in his own way. Whenever needed, he also encourages various ministers to help. We are grateful to have Kaka with us.
We hope that the housing assistance will be further increased in next year's budget.
We are thankful to God for guiding us to undertake such noble tasks and hope that, until the last breath of our lives, we continue to be instruments for the welfare of the nomadic communities.
વિચરતા વિમુક્ત પરિવારોના ઘર બાંધવા સરકાર દ્વારા 1.20 લાખની સહાય આપવામાં આવે. પણ આટલી મોંધવારીમાં આટલી રકમમાંથી ઘર બાંધવું મુશ્કેલ.
સરકાર દ્વારા શહેરમાં રહેતા તકવંચિત પરિવારોના મકાન બાંધવા 3.50 લાખ આપવામાં આવે. અમે પાછલા ઘણા વર્ષથી સરકારમાં મકાન સહાયની રકમમાં વધારો થાય તે માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા.
આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા VSSM એ સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત બાંધેલી બે વસાહતોના ઉદઘાટન વખતે પણ મકાન સહાયમાં વધારો કરવાની માંગ કરેલી.
ગત વર્ષે વિધાનસભા સત્ર શરૃ થતા પહેલા પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ નાણામંત્રી શ્રી કનુભાઈને આદરણીય ભગવાનદાસ પંચાલ(પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચો) જેમને અમે કાકા કહીએ એમને સાથે રાખી ખાસ મકાન સહાયમાં વધારો કરવા વિનંતી કરેલી. આ વિનંતીના ભાગરૃપે આ બજેટમાં મકાન સહાયમાં 50,000નો વધારો સરકારે કર્યો. જે માટે સરકારના આભારી છીએ. હા આશા સહાયની રકમ 3.5 લાખની થાય એવી હતી. પણ આટલું થયું એનો રાજીપો. હજુ વધારા માટે રજૂઆત કરીશું..
આદરણીય ભગવાનકાકા સરકાર સાથે વિવિધ યોજનાઓ વિચરતા વિમુક્ત પરિવારો, પાણી અને પર્યાવરણના વિષયે બને તે માટે સતત અમારી સાથે. કાકા અઠવાડિયે એક વખત ઓફીસ આવીને કઈ રજૂઆત ક્યા વિભાગમાં કરવાની તે અંગે માર્ગદર્શન આપે ને રજૂઆત માટે પાછા સાથે આવે ને પોતાની રીતે તો એ રજૂઆત કરે જ. જરૃર પડે વિવિધ મંત્રીશ્રીઓને પણ આમાં મદદ કરવા કહે.. આવા કાકા અમારી સાથે હોવાનો રાજીપો છે.
બસ આવતા વર્ષના બજેટમાં મકાન સહાયમાં હજુ વધારો થાય તેવી સરકાર પાસે અપેક્ષા...
આવા સદકાર્યો કરવાની સમજ આપી ને આવા કાર્યોમાં નિમિત્ત બનાવવા માટે કુદરતનો આભાર.. જીવનના અંતિમ શ્વાસ સુધી તકવંચિતોના શુભમાં નિમિત્ત બનતા રહીએ એવી શુભભાવના...
@PMOIndia@narendramodi@CMOGuj@byadavbjp@AmitShah@BhanubenMLA@CRPaatil@JayantiRavi@revenuegujarat@SJEDGujarat@MSJEGOI
#VSSM #Mittalpatel #Budget2025 #GujaratBudget2025
![]() |
The government increased the housing assistance by Rs.50,000 in this budget for nomadic and denotified tribes |
![]() |
We have received the letter from the government |
![]() |
We have been consistently making representations for several years to increase the amount of housing assistance from the government. |
![]() |
The government increased the housing assistance by Rs. 50,000 in this budget |
No comments:
Post a Comment