Forms for BPL ration cards were filled for Sarania families through VSSM |
Sarania families living in the area of Nagalpur, of Mehsana District, are staying in a very poor dreadful condition. These families carry on their livelihood mainly by preparing sharp edges of knives-big and small, of various kinds, as well as additionally doing miscellaneous labour. These families obtained voting cards and APL ration cards with help of vssm. Looking to their economic condition, if they get BPL ration cards, they can obtain huge quantity of grains also, ultimately giving relief to them.
Nomadic and Denotified tribes residing in Mehsana District, had some problems to solve, for which a meeting was held with deputy collector shree Ramesh Merja Saheb, of Mehsana District. At that occasion, a request was made to him for allotting BPL ration cards to Sarania families of Nagalpur. He advised to apply to the Mamlatdar shree for obtaining the BPL ration cards for these families and together recommended Mamlatdar shree to allot BPL ration cards to them considering their bad situation and poor conditions of living.
A memorandum for BPL ration card was prepared through vssm’s worker Mohanbhai for 15 families, as seen in the photograph. We hope that these families are issued the BPL ration cards, as soon as possible.
vssm દ્વારા સરાણીયા પારીવારોના BPL રેશનકાર્ડ માટે ફોર્મ ભરાયા.
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતાં સરાણીયા પરિવારો ખુબ જ ખરાબ હાલતમાં રહી રહ્યાં છે. આ પરિવારો છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ ઉપરાંત છૂટક મજૂરી કરીને ગુજારો કરે છે. આ પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ અને APL રેશનકાર્ડ મળ્યા, એમની આર્થીક હાલત જોતા એમને BPL રેશનકાર્ડ મળે તો અનાજનો જથ્થો પણ મળે અને એમને થોડી રાહત પણ થાય.
મહેસાણા જીલ્લાના નાયબ કલેકટર શ્રી રમેશ મેરજા સાહેબને મહેસાણા જીલ્લામાં રહેતાં વિચરતા પરિવારોના કેટલાક પ્રશ્નો સંદર્ભે મળવાનું થયું એ વખતે નાગલપુરના સરાણીયા પરિવારોને BPL રેશનકાર્ડ ફાળવવા વિનંતી કરી અને એમણે આ પરિવારોને BPL રેશનકાર્ડ મળે એ માટે મામલતદારશ્રીને અરજી કરવા કહ્યું સાથે સાથે મામલતદારશ્રીને આ પરિવારોની સ્થિતિ ખરાબ છે એને ધ્યાનમાં લઈને BPL રેશનકાર્ડ ફાળવવા ભલામણ પણ કરી.
vssmના કાર્યકર મોહનભાઈ દ્વારા ૧૫ પરિવારોની BPL રેશનકાર્ડ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી જે ફોટોમાં જોઈ શકાય છે. આ પરિવારોને ઝડપથી BPL રેશનકાર્ડ ફાળવાય એવી અમે આશા કરીએ છીએ.
No comments:
Post a Comment