Thursday, August 10, 2017

The flood waters are receding in most regions while there are regions that continue to remain clogged. There are families yet to receive relief material and families that have received too much in aid. And then there are these privileged talking about the poor families lying about their apathy inspite of receiving all the help!!  There are appeals to stop discriminating on basis of caste, religion and class but it is not about discrimination it is about help not reaching to the marginalized  including the nomadic communities who do not stay in or near the village!!

There were complaints about too much help and relief reaching Kankrej block but when the team members of VSSM made their way through waist deep waters to reach some of the settlements the claims of excess help reaching these families proved contarary. The families that had supposedly received too much had empty pots and pans!!

I am sharing a picture of Raval and Gawariyaa families of Kankrej’s Kheemat village. It is said they have received too much relief material, you take a call based on these pictures!! The families here have asked for food, which we will be giving but there are still requests pouring in for food hence, we appeal you to kindly send us food grain kits, we will be delivering it to those in acute need of it for sure!!

VSSM will not be discriminating but distributing the kits to nomadic as well as other needy families around Kheemat.

પુરના પાણી ક્યાંક ઓસર્યા તો ક્યાંક હજુ એમના એમ. ક્યાંક અમને રાશન આપોની તો ક્યાંક આ લોકોને તો ખુબ મળી ગયાની વાતો. તો ક્યાંક સાલાઓ જુઠ્ઠુ બોલે છે ખુબ આપ્યું છે ની કહેવાતા મોટા માણસોના મોંઢાની વાતો. ક્યાંક વિચરતી જાતિ, હિંદુ, મુસ્લીમની ભેદ ના કરોની વાતો. પણ ભેદ ક્યાં છે. મીઠી ફરિયાદ છે, ગામના છેવાડે રહેતી વિચરતી જ નહીં પણ વંચિત જાતિઓ સુધી કોઈ ના પહોંચ્યાની.

કાંકરેજ તાલુકામાં ખુબ આપ્યાની વાતો સાંભળી પણ કાલે VSSMના કાર્યકરો કેડ સમાણા પાણીમાં ફર્યા અને કેટલાય ગામોના છેવાડાના માણસો સુધી કશું ના પહોંચ્યાનું નજરે જોયું. લોકો કે એમ, ‘એમના ઘરોમાં બધુ ભર્યું હશે જોઈ લેજો’ તે ઘરમાં જઈનેય જોયું પણ કશું ના જણાયું.

કાંકરેજ તાલુકાના ઊણગામના દેવીપૂજક અને ધાનેરા તાલુકાના ખીમતગામના રાવળ અને ગવારિયા પરિવારોના ફોટો અહીં મુકુ છુ. આ નમુનારૃપી ગામ છે, ઘણા ગામો બાકી છે. નિર્ણય તમે જ લો કે, લોકો કે મળ્યું છે કે નહીં. અમારી પાસે આ પરિવારોએ હાલ તો ખાવાનું માંગ્યું અને અમે આપીશું. પણ ખુબ લોકો છે જે મદદ માટે વિનવણી કરી રહ્યા છે. તમને સૌને પણ અનાજરૃપી કીટ આપવા વિનંતી... અમે પહોંચાડીશું કોઈ જ શંકા વગર...

ખીમતમાં ભરથરીને VSSM દ્વારા કીટ આપવામાં આવી ત્યારે ખીમતના અન્ય પરિવારો ધ્યાનમાં આવ્યા એમને પણ આપીશું જ.








No comments:

Post a Comment