Since the last 40 years 4 Dafer families have made Devaliya village of Ranpur block their home. The families have led a clean life meaning have never been involved in anti social or criminal activities that the Dafer are usually associated with, all their lives. A year back a boy named Ahmed from one of these Dafer families and a girl from Devipujak family eloped. The couple was in love but the case was lodged as a rape case. Members from Ahmed’s family and some other villagers were sentence term in jail. Ahmed and his brother Saddam are serving their term in jail. The facts of this case are different but because the family was Dafer the case was handled in a different manner. More about the case some other time and its for the court to decide……
On 19th December 2015 the Dafer families of Devaliya received a notification numbered HDP/case regi no. 6/2015 dated 7th December 2015. The copy of the same can be seen in the picture with this story. The notice asked the Dafer families to leave the village of Devaliya. The notice however does not state reasons why the families need to leave the village boundaries. The individual who have been termed guilty are already in jail so why do the women and children of these families have to face the harassment, is this really appropriate that they get punished for no fault of theirs. And why ask to leave the village that is their home!!!
The living conditions the Dafer survive in... |
We do not like writing about all such episodes, writing about the police authorities, we have faith in the Judiciary of this country and on one hand are working with the police department for the rehabilitation of this community. When we have officials who have shown the sensitivity towards the issues of Dafer why is the same department raining atrocities on this helpless individuals??? Jut because they are ignorant and do not understand the judicial nitty gritty does not mean they face such inhumane behavior by police authorities. The families in question here have all the identity proofs with the address of Devaliya, even their children have birth certificates from this village, so where else are they expected to relocate!! AND WHY??
We have written to the District collectors of Ahmedabad and Botad districts and are still awaiting their response. Indicate after we wrote to the officials the police visited the settlement again and rained some more atrocities. We have written again today, let us see what happens…..
These families are tired, have lost hope and faith in the system…as Fatimaben and Ismailbhai put it in a brutal honest manner, “it is better they kill us in an encounter, we will be saved from this daily disgust and harassment!!”
The police is becoming responsible for germinating such emotions within this community. I hope someone is listening…..
વિચરતી જાતિઓને ક્યાં સુધી પોલીસ અત્યાચાર વેઠવાના?
આના કરતાં પોલીસ એન્કાઉન્ટર કરીને અમને સૌને પતાવી તો સારું.
બોટાદ તાલુકાના રાણપુર તાલુકાના દેવળિયા ગામમાં ડફેર સમુદાયના ૪ પરીવારો છેલ્લા ૪૦ વર્ષથી આ ગામમાં રહે છે. આ પરિવારોમાંથી કોઈ પણ વ્યક્તિ લુંટ કે એવા કોઈ કિસ્સામાં ક્યારેય સંકળાયેલુ નથી. એકાદ વર્ષ પહેલાં ગામની એક છોકરી(દેવીપૂજક સમાજની સાથે ડફેર અહેમદને પ્રેમ હોવાના કારણે બન્ને ભાગી ગયેલાં. પાછળથી આ આખા પ્રકરણને બળાત્કારના કેસમાં ખપાવી આ પરિવારને અને ગામના કેટલાક લોકોને જેલ થઇ. હજુ કેસ ચાલી રહ્યો છે. અહેમદ અને અને એનો ભાઈ સદામ જેલમાં છે. આ કેસની હકીકતો જુદી છે પણ આખો કેસ બહુ ખોટી રીતે ચગાવ્યો અને ડફેર એમાં માધ્યમ બન્યાં. ખેર આ અંગે વાત નથી કરવી. કેસની વધુ વિગતો કોર્ટ જોશે.
પણ આ પરિવારોને તા. ૧૯ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ નં.હદપ/કેસ રજી.નં.૬/૨૦૧૫ હેઠળ તા.૭ ડીસેમ્બર ૨૦૧૫ અન્વયે એક નોટીસ પાઠવવામાં આવી છે. જેની નકલ આ સાથે સામેલ છે. જેમાં એમણે હદપાર કરવા સંદર્ભની વિગતો દર્શાવી છે. આ નોટીસમાં એક તો કઈ તારીખે હાજર રહેવું એ સંદર્ભની કોઈ માહિતી નથી ના શા માટે આ પરિવારોને હદપર કરવાના છે એની વિગતો.
વળી જેમના માથે આરોપ છે એ લોકો તો જેલમાં જ છે ત્યારે એમના પરિવારની સ્ત્રી અને બાળકોને આ રીતે પરેશાન કરવાનું કેટલી હદે યોગ્ય છે. વળી એમને હદપાર કેમ કરવાનું એ સમજાતું નથી.
છેલ્લા બે દિવસથી સતત રાણપુર પોલીસ સ્ટેશનમાંથી વિવિધ પોલીસ કર્મી વસાહતમાં આવીને આ પરિવારોને હેરાન કરી રહ્યા છે. આજ રોજ (તા.૨૨ ડીસેમ્બર ૨૦૧૫) ના સવારના ૧૦:૦૦ વાગે પોલીસ અધિકારી નામે ઝાલા ડંગામાં આવ્યાં અને આલમ ઈસ્માઈલ ડફેરને પકડીને લઇ ગયા સાથે એક બાઈક જે આ પરિવારોએ પોતે ખરીદેલું છે જેના પેપર એમની પાસે હતા એ પેપર અને બાઇક લઇ ગયા. (આલમ ને ગામમાં જઈને છોડી મૂક્યાના સમાચાર છે) બધા છાપરાની ઝડતી લીધી. કોઈ સર્ચ વોરંટ વગર આ બધું કરવાની પોલીસને સત્તા કોણે આપી છે? આ પરિવારોની મનોદશા શુ થશે એની કલ્પના ક્યારેય પોલીસે કરી છે?
પોલીસ રક્ષક છે પણ આ સમુદાયની સ્ત્રીઓ અને બાળકો કે જેઓ કોઈ ગુનો કર્યા વગર પોલીસનો અત્યચાર સહન કરી રહ્યાં છે એમના મનનની શુ સ્થિતિ થશે એની કલ્પના પોલીસે કરી છે? એમણે મન તો પોલીસ રક્ષક કરતાં રાક્ષસ જ વધારે લાગે. આ રીતે લખવું અને કહેવું અમને જરાય ગમે નહિ. હું આપણા દેશની ન્યાય પદ્ધતીમાં શ્રદ્ધા ધરાવું છું. પણ જયારે એક બાજુ પોલીસ વિભાગ ડફેર જેવી જાતિઓના પુન:વસન માટે કોશિશ કરે અને બીજી બાજુ પોલીસ વસાહતોમાં કાળો કેર વર્તાવે! આ ક્યાંનો ન્યાય છે? આ પ્રજા ગરીબ છે, (એ લોકો જે સ્થિતિમાં રહે છે ફોટોમાં જોઈ શકાય છે) એમને કાયદા કાનુનની ખબર નથી એટલે હેરાન કરવાના? વર્ષોથી દેવળિયા ગામને પોતાનું વતન માને છે આ ગામના તમામ પુરાવા તે ત્યાં સુધીકે બાળકોના જન્મના દાખલા પણ છે છતાં હદપાર કરવાના? વળી હદપાર કેમ એ પણ ખબર નથી..
બોટાદ અને અમદાવાદ જીલ્લા કલેકટર પોલીસ અધિક્ષક સૌને આ સંદર્ભે email કર્યા છે પણ કોઈ જવાબ નથી.. ઉલટાનું ગઈ કાલે હદપાર સંદર્ભના ઉપરી અધિકારીને email કર્યા પછી આજે જઈને વાધારે ત્રાસ આપી આવ્યાં. આજે ફરી લખ્યું છે જોઈએ શુ થાય છે..
આ પરિવારો થાક્યા છે.. ફાતિમાબેન અને ઈસ્માઈલભાઈ તો કહે છે આના કરતાં એન્કાઉન્ટર કરીને અમને સૌને પતાવી તો સારું. આ રોજ રોજની માથાકૂટથી અમે અને પોલીસ બન્ને છૂટીએ.. આપણા ત્રાસથી કોઈને જિંદગી જીવવી ના ગમે એ કેવું? અને પોલીસ આ માટે જવાબદાર બની રહી છે.. આનો પણ હિસાબ તો ક્યાંક થતો હશે ને?...
No comments:
Post a Comment