Saturday, May 22, 2021

VSSM provides ration kits to 156 elderly every month like Laxmikantkaka...

Mittal Patel meets Laxmikantkaka during her visit to Rajkot

  Let us move our attention from the topic of Covid…

A recent meeting with Laxmikant Kaka in Rajkot reminded me of childhood stories on fate and destiny. VSSM’s Chayaben and Kanubhai introduced me to Laxmikant Kaka whilst I was in Rajkot recently.

Kaka was a cloth merchant living in Pune, more than 50 people worked at his factory. Sheth Laxmikant as he was called by all was a generous philanthropist always eager to offer help when needed. But as fate would have it, a fatal road accident snatched away his entire family including his wife, sons, daughter-in-law…. with only kaka surviving the car crash. The accident hurt Kaka’s mental health. He boarded some random train,   left Pune to reach no destination. He reached Rajkot and stayed back at the railway station.

It has been 25 years since 15 years ago he suddenly remembered his past. Kaka travelled back to Pune but found no remains from his past, he did not feel like meeting his relatives. After returning to Rajkot, he took up odd jobs to earn his living.

Laxmikant Kaka has aged, he cannot work as before. A non-profit trust was sending him tiffin but that too suddenly stopped. Later Khodubhai and others from the settlement have been bringing food to him. The families took turns to feed Kaka but eating food for free was not something that Kaka desired. However, since he had no option he accepted these favours. Khodubhai, took special care of Kaka in sickness and in health.

Once the VSSM team came in contact with Kaka they helped him obtain a ration card, voter id card and pension for the elderly. It has been very tough for Kaka to accept charity or be dependent on others. The awkwardness was quite evident on his face.

VSSM’s Chayaben began bringing a ration kit to Kaka under our Maavjat initiative. This did bring a sense of relief and joy to him but how to cook was a big question. “If it is ok we will cook three meals for you?” Kodhubhai had proposed.  Khodubhai himself was a man with limited means but he never turned away from helping kaka.

“There was a time when I provided for people in need…” Kaka could say no further as tears rolled down his eyes when we brought the first ration kit to him.

Kanubhai requested him to not lose heart, this was part of VSSM’s duty towards the elders it comes across.

Every month when we bring the ration kit to Kaka he notes down the details in a register and says a little prayer to thank God.

VSSM provides ration kits to 156 elderly every month. It is the support and donations from our society that enables us to do what we are doing.

The current situation helps us understand the power of nature, meeting kaka and learning about him was a similar experience. The helplessness he must have experienced then….

કોરોનાથી હટીને એક વાત કરવી છે.. 

પેલું નસીબ રાજાને પણ રંક બનાવી દેની વાત સાંભળેલી પણ રાજકોટમાં લક્ષ્મીકાંત કાકાને મળીને પ્રત્યક્ષ આ અનુભવ્યું..

લગભગ દોઢ મહિના પહેલાં રાજકોટ જવાનું થયેલું એ વેળા અમારા કાર્યકર છાયાબહેન, કનુભાઈએ મને લક્ષ્મીકાંત કાકાને મળાવી. 

કાકા વર્ષો પહેલાં પુનામાં રહેતા.એમનો કાપડનો મોટો ધંધો. પચાસ માણસો એમની ફેક્ટરીમાં કામ કરે. શેઠ તરીકે એ ઓળખાય. દાન ધરમમાંય એ ઘણું માને. આવા કાકા પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા હતા ને તેમના વાહનને અકસ્માત નડ્યો. આખો પરિવાર દીકરા, વહુ, તેમની પત્ની ને બધુ સાફ થઈ ગયું. કાકા એકલા બચ્યા.  

આ ઘટનાનો આઘાત કાકાનું મન અને મગજ સહન ન કરી શક્યુ. મગજ અસ્થિર થયું. એમણે પૂના છોડ્યું. ટ્રેનમાં બેસી બસ મુસાફરી કર્યા કરે. ફરતાં ફરતાં એ રાજકોટ આવ્યા ને રેલવે સ્ટેશન પર રહી ગયા. 

લગભગ 25 વર્ષ આમ ગયા. 15 વર્ષ પહેલાં અચનાક સુધ બુધ આવી. પૂના પરત ગયા પણ ત્યાં તો પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું. સગાઓને મળવાનું મન ન થયું. એ રાજકોટ પાછા આવ્યા ને મળે તે મજૂરી કરી જીંદગી ગુજારવા લાગ્યા. 

રાજકોટના ચુનારાવાડમાં એક ભાઈએ પોતાનું કાચુ મકાન કાકાને કોઈ ભાડા વગર રહેવા આપ્યું. મૂળ કાકાનો સ્વભાવ પરગજુ એટલે એ સૌ કોઈને એ વહાલા લાગે.. 

વર્ષો આમ નીકળી ગયા.હવે કાકાથી કામ નથી થતું. થોડો સમય સ્થાનીક કોઈ ટ્રસ્ટે ટીફીન આપ્યું પણ પછી એ અચાનક એ બંધ થયું. એ પછી તેમની વસાહતના ખોડુભાઈને અન્ય સૌ મદદે આવ્યા. વારા ફરથી કાકાને બધા જમાડે પણ કાકાને આ ગમે નહીં. પણ શરીર સાથ ન આપે એટલે ના છૂટકે ન ગમતુ પણ કરે. જો કે ખોડુભાઈ વિશેષ ધ્યાન આપે. બિમારીમાં પણ કાકાની સારવાર એ કરાવે. 

આવા કાકાને અમારા કાર્યકરો મળ્યા ને એમના બધા ડોક્યુમેન્ટ બનાવી આપ્યા. રાશનકાર્ડ, મતદારાકાર્ડ મળ્યા પછી વૃદ્ધ પેન્શન પણ મળવાનું શરૃ થયું. પણ કાકાને  કોઈની ઓશિયાળી ન ગમે એમની વાતોમાં પણ એ દેખાય..

અમારા કાર્યકર છાયાબહેને કાકાને અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને એમને ચાલે એટલું રાશન આપવા કહ્યું. કાકા સાંભળીને રાજી.. પણ જમવાનું કેવી રીતે બનાવશો? એ પુછતા કાકાની મદદે ખોડુભાઈ આવ્યા.  એમણે કહ્યું, 'તમને વાંધો ન હોય તો ત્રણે ટંકનું રાંધી અમે આપી જઈશું.' આમ પણ આર્થિક રીતે એવા સમૃદ્ધ નહીં છતાં ખોડુભાઈ કાકાનું ધ્યાન રાખતા એમને જમાડાય ખરા...(ફોટોમાં કાકા સાથે ખોડુભાઈને જોઈ શકાય)

અમે કાકાને પહેલી વાર રાશનકીટ આપી ત્યારે એમની આંખોમાંથી ઝળઝળિયા આવી ગયા. 

'એક વખત હતો જ્યારે હું સૌને આપતો આજે મારે....'

કાકા વધુ બોલી ન શક્યા..

કનુભાઈએ એમને દુઃખી ન થવા કહ્યું ને આ અમે અમારી ફરજના ભાગરૃપે કરીએ છીએ એ સમજાવ્યું. 

કાકાને દર મહિને રાશન આપવા જઈએ એ પછી એ રાશનની વિગતો ચોપડામાં લખે ને છેલ્લે ભગવાનનો આભાર માને...

લક્ષ્મીકાંત કાકા જેવા 156 માવતરોને અમે દર મહિને રાશન આપીયે છીએ.. આમ તો અમે કહેવા કરતા સમાજ સહયોગ કરે ને એમાંથી આ બધુ થાય... 

કુદરત શું કરી શકે તે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ.. 

કાકાને મળી ત્યારે પણ આજ અનુભવ થયેલો.. 

લખ્યું એ બધુયે ફોટોમાં.. 

#MittalPatel #vssm #humanity

#humanrights #stories #Gujarat

#Rajkot #Gujarat'



Kaka notes down the ration kit details in a register and
says a little prayer to thank God.

Laxmikantkaka with his ration kit

LaxmikantKaka with Khodubhai


 

No comments:

Post a Comment