Gulabbhai his wife and brother Salim came to VSSM office to meet Mittal Patel |
“Ben, our Bhodadwala Gulabbhai has met with an accident. He was driving at night and could not see the tractor carrying steel rods. The rods pierced in his stomach. We took him around to 3 hospitals, borrowed money to spend on his treatment, have already spent Rs. 70,000 but he is not recovering.” Musabhai called up to share the news and seek some help. We asked him to bring Gulabbhai to Ahmedabad. We arranged for his treatment and Kiran awaited his arrival at Ahmedabad Civil Hospital.
Gubalbhai was unconscious when the ambulance carrying him reached Ahmedabad at 10 in the night. Kiran immediately got busy with arranging for a blood test, sonography, CT Scan, ECG etc. it was almost 4 in the morning by the time the required screening was completed. Gulabbhai’s wife and brother Salim were at the hospital, but it was hard for them to comprehend these pre-operative requirements. They had trust in us so remained calm and watched the proceedings. At 5 in the morning, Gulabbhai was taken into the operation theatre. The operation lasted for 6 hours, but it was all well at the end of it.
The timely surgery helped save Gulabbhai’s life, he remained in ICU for two days after which he was moved to a general ward. He was recovering well when his health took a downturn after he tested positive for Covid 19. Since his immunity was low he was kept in the ICU for 5 days, the doctors remained perseverant and Gulabhai was out of danger soon. He was discharged recently after being in the hospital for 20 days.
Gulabbhai was at the office to express his gratitude, since I was unwell during that time I spoke to him recently.
“You all saved my life. Otherwise, I had lost hope. Salim took me to Dholka where I was kept there for two days, given IV medicines, spent Rs. 70,000 but my condition did not improve. There were blood clots around my stomach. The doctor referred us to a bigger hospital, but we had no money to seek treatment at a bigger hospital. We had spent whatever we had at Dholka. Whilst we were struggling to find a way forward, the thought of you crossed our mind. And look how you saved me. I am alive and able. I can walk across four farms. Kiranbhai has been a great help, he stood with us throughout.
I wonder why the doctors at Dholka hospital failed to understand the gravity of Gulabhai’s condition. We are grateful that he is alive!! We merely played our role of bridging the gap to help access proper medical treatment to those in need under the Sanjivani Arogya Setu initiative. We are grateful to Krishnakant Uncle and Indira Aunty for funding this initiative and all the support they have been.
In the picture are Gulabbhai (in the centre) his wife and his brother Salim.
'બેન આપણા ભોળાદવાળા ગુલાબભાઈને અકસ્માત થયો છે. રાતના બાઈક લઈને ઘરે જતા રસ્તામાં સળિયા ભરેલું ટ્રેક્ટર દેખાયું નહીં ને પેટમાં સળિયા ઘુસી ગયા.. ત્રણ દવાખાના ફર્યા ઉછીના પાછીના કરીને 70,000નો ખર્ચ કર્યો પણ તબીયત બગડી રહી છે...'
મુસાભાઈએ ફોન પર આ કહ્યું. અમે ગુલાબભાઈને અમદાવાદ તેડી લાવવા કહ્યું. અમારો કિરણ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં એમની વાટ જોઈને ઊભો.
બેભાન ગુલાબભાઈને લઈને એમ્બ્યુલન્સ રાતના 10 વાગે આવી પહોંચી.
કિરણે ઝડપથી સારવાર માટે પ્રયત્નો આદર્યા ને બ્લડ રીપોર્ટ, સોનોગ્રાફી, સીટીસ્કેન, ઈસીજી વગેરે બધુ તાબડતોડ થયું.. આમ તો રીપોર્ટને બધુ પતાવતા સવારના 4 વાગ્યા. ગુલાબભાઈના પત્ની ને એમના ભાઈ સલીમ ભાઈને તો ડોક્ટર શું કહે છે આ બધુ શું થઈ રહ્યું છે કશુંયે સમજાય નહીં. પણ અમારા પર એમને ભરોષો.. આખરે સવારના 5 વાગે એમને ઓપરેશન થીયેટરમાં ખસેડ્યા...ઓપરેશન 5 થી 11 ચાલ્યું.. પણ બધુ હેમખેમ પત્યું...
ગુલાબભાઈનો જીવ બચી ગયો. બે દિવસ ICUમાં રહ્યા બાદ જનરલ વોર્ડમાં શીફ્ટ કર્યા. તબીયત સરસ થઈ રહી ત્યાં અચનાક તબીયત બગડી તેમનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો..એક તો બિમાર, રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી. ફરી ICUમાં 5 દિવસ..પણ ડોક્ટરોની મહેનતથી એ હેમખેમ બહાર આવ્યા. 20 દિવસ હોસ્પીટલમાં રહ્યા.. હમણાં એમને રજા મળી..
હું બિમાર હતી ઓફીસ નહોતી પણ એ ઓફીસ પર આવ્યા આભાર માનવા..
મારી તબીયત ઠીક થઈ એટલે આજે એમને ફોન કર્યો.
ગુલાબભાઈ કહે, 'તમે બધાએ મને બચાવ્યો. નકર હું તો આશા જ ખોઈ બેઠો'તો. મને વાગ્યું એટલે સલીમ મને ધોળકા દવાખાને લઈ ગ્યો. ત્યાં બે દિવસ રાખ્યો. બાટલા ચડાયા. 70,000નો ખર્ચ થયો. પણ તબીયતમાં ફેર ના પડે. પેટમાં લોઈ જામી ગયું'તુ. બે દિ પછી ડોક્ટરે કહ્યું હવે મોટા દવાખાને લઈ જાવ.. પણ મોટા દવાખાને જવા પૈસાની સગવડ ક્યાં હતી. જે હતું એ બધુ પતી ગયું...પણ ખરા ટાણે તમે યાદ આવ્યા ને જુઓ આજે હું જીવતો છુ ચાર ખેતરવા ચાલી શકુ એવી તબીયત થઈ ગઈ હવે.. કિરણભાઈએ બહુ ધોડા કીધા... '
ધોળકા જે દવાખાનામાં ગુલાબભાઈ બે દિવસ રહ્યા એમણે ગુલાબભાઈની તબીયતની આટલી ગંભીરતા કેમ ન સમજી એ મને હજુયે નથી સમજાતું. ખેર એ બચ્યા એ અગત્યનું...બાકી અમે તો નિમિત્ત બન્યા..
કોઈને યોગ્ય તબીબી સારવાર મળે તે માટે અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત બ્રીજની ભૂમિકા ભજવીયે.. આ ભૂમિકા બનવામાં મદદ કરનાર ક્રિષ્ણકાંત અંકલ, ઈન્દિરા આંટીનો આભાર...
ફોટોમાં વચમાં ઊભેલા ગુલાભાઈ બાજુમાં પત્ની ને ભાઈ સલીમ..
#MittalPatel #vssm #medical
#ArogyaSetu #medicalassistant
#humanity #humanrights #help
#nomadic #denotified #community
No comments:
Post a Comment