Monday, August 08, 2022

We are grateful to all of you for your donations towards building Pasi Ma's home and supporting her monthly ration kit...

Mittal Patel meets Pasi Ma during her visit to kheda

Pasi Ma lives in Dabhan. Many years ago, her husband walked out of their marriage, leaving her to take care of the children. A little later in life, both her sons passed away, and Pasi Ma returned to her maternal home, where she now stays alone in a small hut. She works as a farm and domestic help, but with age catching up she can no longer work with the same energy. Also, she has shown symptoms of leprosy.

VSSM’s Rajnibhai got to know about Pasi Ma. He recommended support for her under our Mavjat initiative, where we support destitute elderly by providing them with a monthly ration kit and taking care of their medical needs. As a result, VSSM began providing a monthly ration kit to Pasi ba and initiated her treatment at Civil Hospital.

I was in Kheda recently and decided to meet Pasi Ma, and inquire about her well-being and if there was anything more we could do. But, I turned to blank the moment I saw her house. Tin sheets were arranged on the four sides and two above as roof was home to her. On the earth/floor was the chula and some household stuff.

"How do you cook during monsoons?" was my first question. How did Pasi Ma protect the chula when rain lashed, and where did she sleep during rains?

"I remain seated until the time it rains, I go and eat at anyone who sympathises and gives me food. Otherwise, I wait for the rains to stop. And rainy nights I sleep on my neighbour's porch. Pasi ma survived under pathetic living conditions. Giving her a decent roof is the least we could do.

Since we were looking for a prompt resolution to Pasi Ma's challenges, the thought of the very humble district Collector Shri Bachani saheb crossed my mind. If Pasi Ma had access to the benefits of Antyoday Ration Card and Elderly Pension, life would be a little easy for Pasi Ma. We spoke to Shri Bachani Saheb about Pasi Ma's condition. The next day, he instructed his team to provide her with Antyoday Card and Elderly Pension. Rarely does any officer work with such promptness. Our Pranams to Shri Bachani Saheb and the Kheda district administration for their support.

If the government allots a plot to Pasi Ma, the well-wishers of VSSM have donated enough to help us construct a house for Pasi Ma. If the plot doesn't come through, we will build a room at her current residency, but it would be better if the government allotted a plot. Shri Bachani Saheb has taken the initiative to do the needful and expedite the process. We will wait a month for the plot to come through so that Pasi Ma does not have to face these challenges for the rest of her life.

We are grateful to all of you for your donations towards building Pasi Ma's home and supporting her monthly ration kit.

And we are thankful to the district administration of Kheda and Shri Bacahni Saheb for their proactive support.

I wish to see Pasi Ma move into her own house as soon as possible; hopefully, that too shall happen quickly.

પસી મા ડભાણમાં રહે.

વર્ષો પહેલાં એમના પતિએ એમને ત્યજી દીધેલા. બે સંતાનો હતા પણ બેય ગુજરી ગયા. પસી મા પિયર આવી ગયા. છાપરુ કરીને એકલા રહે. 

ખેતમજૂરી અને લોકોના ઘરોમાં કામ કરવા એ જાય. પણ ઉંમર થતા કામ કરવામાં તકલીફ થવા માંડી પાછી રક્તપિતની બિમારીના લક્ષણો પણ ખરા. 

અમારા કાર્યકર રજનીભાઈના ધ્યાને પસીમા આવ્યા. અમે માવજત કાર્યક્રમ અંતર્ગત જે માવતરો નિસહાય હોય, કામ કરી શકે તેવી ક્ષમતા ન હોય તેમને રાશન આપીયે. તે રજનીભાઈએ પસી માને રાશન આપવા લખ્યું ને અમે દર મહિને એમને કોઈ સામે હાથ લાંબો ન કરવો પડે તે માટે રાશન આપવાની શરૃઆત કરી. સાથે સિવીલમાં સારવાર પણ શરૃ કરાવી. 

હમણાં ખેડા જવાનું થયું તે વખતે પસીમાને ખાસ મળવા જવાનું થયું. ખાસ તો તેઓ બરાબર છે? કાંઈ તકલીફ નથી ને એ બધુ પુછવાની ટેવના લીધે.

પણ પસીમાના ઘરે ગયા પછી થોડીવાર માટે શૂન્ય થઈ ગઈ. પતરાની આડાશો ચારે બાજુ એમણે કરેલી ને બે પતરાં એમણે એ પતરાં ઉપર ઢાંકેલા એની નીચે ચૂલો ને થોડી ઘર વખરી ત્યાં પડેલી. 

સાહજિક પહેલો પ્રશ્ન ચોમાસામાં તમે રાંધો કેવી રીતે એ પુછાયો. કારણ બે પતરાની નીચે જ ચૂલો હતો વાછટ તો આવે જ. વળી વરસતા વરસાદમાં સૂવાનું ક્યાં એ પણ પ્રશ્ન થયો...

પસીમાએ ધીમા અવાજે કહ્યું, વરસાદ વરસતો હોય ત્યાં સુધી બેસી રહેવાનું.. કોઈને દયા આવે ને બોલાવે તો એના ત્યાં ખાઉ. બાકી વરસાદ બંધ થાય એની રાહ જોવાની. જ્યારે ચાલુ વરસાદે પડોશીની ઓશરીમાં એ સૂઈ જાય. 

કેવી કરુણ હાલત. અમે છાપરુ સરખુ કરી આપવાનું નક્કી કર્યું. 

ત્યાં કલેક્ટર શ્રી બાચાણી સાહેબ યાદ આવ્યા. ખુબ જ ભલા અધિકારી. ખેડાનો કાર્યભાર એ સંભાળે. પસી માને અંત્યોદય રાશનકાર્ડ અને વૃદ્ધ પેન્શન મળે તો ટેકો રહે. એ માટે બાચાણી સાહેબનું ધ્યાન દોર્યું ને એમણે બીજા દિવસે બા ને કાર્ડ ને પેન્શન આપવાનું કર્યું. આવી ત્વરાથી ખુબ ઓછા અધિકારીને કામ કરતા જોયા છે.. બાચાણી સાહેબ અને ડાના અધિકારીગણને આ માટે પ્રણામ કરવા ઘટે.

બાને જો સરકાર ઘરથાળનો પ્લોટ આપે તો અમે મકાન બાંધવા પૈસા ભેગા કર્યા છે. VSSM સાથે સંકળાયેલા ઘણા સ્નેહીજનોએ મદદ કરી છે. પ્લોટ ન મળે તો એ જ્યાં રહે છે ત્યાં એકરૃમ બાંધી દઈશું પણ પ્લોટ ફળવાય તો સારુ. બાચાણી સાહેબને વાત કરીને એમણે એ કાર્ય પણ ઝડપથી કરવા અધિકારીઓને કહેશેનું કહ્યું. અમે મહિનો રાહ જોઈશું જો પ્લોટ ફળવાય તો એના પર ઘર બાંધીયે તો પસી માને એ જીવે ત્યાં સુધી નિરાંત થઈ જાય... 

પસીમાને ઘર બાંધકામમાં તેમજ દર મહિને રાશન આપવામાં મદદ કરનાર સૌનો આભાર.. અને ખેડા વહીવટીતંત્ર ખાસ તો કલેક્ટર શ્રી બાચાણી સાહેબનો આભાર....

બસ પસીમા પોતાની જગ્યામાં સરસ ઘરમાં રહેવા જાય એવું ગોઠવાય એમ ઈચ્છું...

#MittalPatel #vssm #માવજત #નિરાધાર

 Mittal Patel inquire about her well-being and
if there was anything more we could do

The Current living condition of Pasi Ma

Collector Shri Bachani sir instructed his team to provide her
 with Antyoday Card and Elderly Pension.




No comments:

Post a Comment