Sunday, August 07, 2022

VSSM, in partnership with the forest department, plans to plant and raise 8000 trees in Soyla...

Mittal Patel with the villagers visits beautiful lake full
with the rainwater

 An aware village getting a sensible individual as its sarpanch is always a good fortune!

Naranbhai is one such sensible and aware Sarpanch of Deesa’s Soyla village. The village has two lakes, and groundwater levels have depleted at an alarming rate. The farmers have no choice but to continue going deeper until they can no longer drill into the earth. After which, the borewell fails. Getting a new borewell drilled involves enormous expenses, which most farmers cannot afford.

The community is aware that we will need to deepen the lakes to replenish the water we have pulled out of the earth. As soon as they learnt about our water conservation efforts in Banaskantha, they got in touch with us, accepted all the preconditions and immediately got to work.

Jewelex Foundation’s Shri Piyushbhai Kothari, who remains associated with many of our activities, supported the dredging of this lake. As a result, we have this wide and beautiful lake full to the brim as a result of very good monsoon this year. And because the lake was freshly deepened a lot of water seeped into the ground.

VSSM, in partnership with the forest department, plans to plant and raise 8000 trees in Soyla. 4000 of these trees have already been planted. VSSM will make arrangements for drip irrigation and appoint a Vriksh Mitr to care for and nurture these trees. the remaining 4000 trees will be planted within a fortnight.

“We want to win the first prize in raising tree…” Soyla’s Devchandbhai had shared enthusiastically, reflecting the passion of the community.

If we had similar experiences with other villages, the parched earth would soon turn lush green.

જાગૃત ગામને જાગૃત સરપંચ મળવા એ સદનસીબ..

ડિસાનું સોયલા. નારણભાઈ ત્યાંના આવા જ જાગૃત સરપંચ. ગામમાં બે જ તળાવ. તળ દર વર્ષે નીચે જતા જાય. બોરવેલ ડચકા લે એટલે ખેડૂતો કોલમ ઉતારતા જાય અને છેવટે કોલમથી પણ કામ ન થાય ને બોરવેલ ફેઈલ.. 

ફરી નવો બોરવેલ ને એ માટે મસમોટા ખર્ચા. 

ધરતીમાંથી ઉલેચેલું પાણી પાછુ આપવાનું માધ્યમ તળાવો એવું નારણભાઈને ગામના સૌ જાણે. એટલે જ એમને જ્યારે ખ્યાલ આવ્યો કે અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરીએ એટલે એમણે તુરત અમારો સંપર્ક કર્યો ને માટી ઉપાડવાની અમારી શરત સાથે ત્યાં તળાવ ગળાવવાનું શરૃ કર્યું.

VSSM  સાથે સંકળાયેલા અમારા પ્રિયજન પિયુષભાઈ કોઠારી જવેલેક્ષ ફાઉન્ડેશને અમને આ કાર્ય માટે સહયોગ કર્યો અને સરસ તળાવ ગળાયું.

આ વર્ષે મેઘરાજાએ મહેર કરીને ગામ તળાવ ભરાયું. ગામલોકો રાજી રાજી.. તળાવ ખોદાયેલું હતું આથી ઘણું પાણી જમીનમાં ઝડપથી ઉતર્યું પણ ખરા.

સોયલામાં જ જંગલવિભાગ અને  VSSM ની મદદથી લગભગ આઠેક હજારથી વધારે વૃક્ષો ઉછેરવાનું પણ અમે કરીશું. જેમાંના 4000 વૃક્ષો તો જંગલવિભાગે વાવી પણ દીધા. અમે ત્યાં ડ્રીપ અને વૃક્ષોની સંભાળ રાખનારને માસીક વેતન પણ આપીશું. જેથી વૃક્ષો બરાબર જળવાય. બીજા ચાર હજાર વૃક્ષોનું વાવેતર પણ પંદર દિવસમાં પૂર્ણ થાય તેવું કરીશું.

પણ વૃક્ષો માટે પણ ગામના સૌને ઘણી મમતા. ગામના દેવચંદભાઈએ તો કહ્યું અમારે વૃક્ષ ઉછેરમાં પહેલો નંબર લેવો છે. બસ આ જુસ્સો દરેક ગામમાં ઊભો થાય તો મા ધરા હરિયાળી અને પાણીદાર થઈ જાય એ નક્કી...

Mittal Patel visits Soyla tree plantation site

Mittal Patel meets villagers and plans to plant
 and raise 8000 trees in Soyla.



Mittal Patel visits water mangement site




 


No comments:

Post a Comment