Tuesday, May 27, 2025

VSSM initiated a water conservation in vardhana muvada village where the water situation is challenging to manage...

Mittal Patel performs rituals on the day lake excavating begans

Once the lake, which was once thriving with life, has dried up, the terrain, farming, cultural traditions, and the environment suffer significant decline. When the lake is filled with water, the soil remains lustrous, moist and fertile. Understanding this, our mission is to rejuvenate the lakes—Jal Mandirs. Since our campaign began in 2014, we have renovated 340 Jal Mandirs, and the mission continues to progress well.

Wardhana Muwada is a lovely village in the Gandhinagar district. However, water has vanished from the lower regions of this village, making it difficult to obtain drinking water. As a result, no one was willing to marry off their daughters to this village. Nephews also refused to visit their maternal uncles during vacations due to the water shortage. (Visiting and staying in maternal uncles' homes used to be a well-established tradition in villages many years ago.) 

Whenever water trucks were announced, both children and elders would rush to fetch water using whatever utensils they could find. Kalpeshbhai from the village recalls, "We would even fill the pot we used in the toilet. Women had to carry water pots on their heads from far-off places, which led to many women losing their hair." The water scarcity in the village resulted in tragic consequences.

Eventually, the government noticed the dire situation in this village. Gandhinagar's Dehgam had been classified as a dark zone, which refers to areas where water levels have reached dangerously low levels. In response, the government filled the lake in Wardhana Muwada with water from the Narmada River, alleviating the village's water scarcity issue. Once the lake was filled, the village dug a borewell nearby, bringing joy to the residents as they finally accessed drinking water. 

Although the village lake is large, it is not deep enough. If the lake were dug deeper, its capacity to hold water would increase. We began the deepening of the lake during the Diksha event for Sunitaben and Hrushi, with blessings from Pujya Hematnasuri Swarji Maharaj, who is beloved by the younger generation. The villagers also participated in this endeavor.

We organized a small gathering at the lake on the day we began excavating. The Gandhinagar MLA and local villagers were in attendance. As the lake deepens, its capacity for water retention will expand, allowing farmers to use the water for their crops for a longer period.

A great deal of energetic effort was contributed by our activists Tohidbhai and Maheshbhai in collaboration with village leader Kalpeshbhai.

VSSM is thrilled to initiate a water conservation mission across 34 talukas where the water situation is challenging to manage. 

We have resolved to construct 1,000 JalMandirs in the coming years. We pray that God fulfills our aspiration!

એક વખત જીવનથી ધબકતું તળાવ જ્યારે સુકાય ત્યારે વરસાદ, ખેતી, પરંપરા અને પર્યાવરણ પણ સુકાય છે.

તળાવ પાણીથી ભરેલા રહે તો જમીન પણ પાણીદાર રહે. અમે આ વાતને સમજીએ માટે જ જલ મંદિરના જીર્ણોદ્ધાર ના કામો કરીએ. 2014થી આરંભેલી આ ઝૂંબેશથી અત્યાર સુધી 340 જલમંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો ને આ કાર્ય હજુ આગળ વધતું જ જાય છે.

ગાંધીનગરનું વર્ધાના મુવાડા. મજાનું ગામ. ધરતીકંપ પછી આ ગામના પેટાળમાંથી પાણી ગાયબ થઈ ગયું. પીવાના પાણી માટે તકલીફ પડે. પોતાની દીકરી આ ગામમાં આપવા કોઈ રાજી નહીં. તે ત્યાં સુધી કે વેકેશનમાં ભાણેજીયા મામાના ઘરે ન આવે.

પાણી આવ્યાની બૂમ પડે કે ઘરમાં નાના મોટા સૌ પાણી ભરવા બેસી જાય. ને જેટલા વાસણમાં ભરી શકાય એટલા વાસણમાં પાણી ભરી લે. ગામના કલ્પેશભાઈ કહે, "શૌચાલય જવા માટે વપરાતુ ડબલુ પણ અમે ભરી લઈએ. બહેનોના માથાના વાળ પાણી ઊંચકી ઊંચકીને જતા રહ્યા." ગામની પાણી પારાયણ બહુ મોટી.

ખેર સરકારનું ધ્યાન આ ગામ પર પડ્યું. જો કે ગાંધીનગરનું દેહગામ ડાર્કઝોન માં. ડાર્ક ઝોન એટલે જેના પેટાળ જોખમી સ્થિતિએ પહોંચ્યા છે તે વિસ્તાર.

સરકારે વર્ધાના મુવાડા ગામના તળાવમા મા નર્મદાના નીર નાંખ્યા. જેનાથી ગામને રાહત થઈ. તળાવ નજીક ગામે બોરવેલ કર્યોને હવે ગામને પીવના પાણીનું સુખ થયું. 

ગામનું તળાવ ઘણું મોટુ પણ એ બરાબર ઊંડુ નહીં.જો સરખુ ખોદય. ડેમ જેવું થાય તો પાણી ધારણ કરવાની ક્ષમતા વધી જાય. બસ અમે યુવા હૃદય સમ્રાટ પૂ. આચાર્યશ્રી હેમત્નસૂરી સ્વર્જી મહારાજના આશીર્વાદથી સુનિતાબેન અને ઋષિની દીક્ષા નિમિત્તે તેમજ ગ્રામજનોના સહયોગથી તળાવ ઊંડુ કરવાનું કાર્ય આરંભ્યું. 

તળાવ ખોદવાનું શરૃ કરવું હતું તે દિવસે તળાવમાં જ નાનકડો કાર્યક્રમ આયોજીત કર્યો. જેમાં ગાંધીનગરના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિતિ રહ્યા. તળાવ ઊંડુ થતા એની જળ ધારણની ક્ષમતા વધશે. જેથી ખેડૂતો પણ ખેતીમાં પાણીનો લાંબા વખત સુધી ઉપયોગ કરી શકશે. 

અમારા કાર્યકર તોહીદભાઈ તેમજ મહેશભાઈની ગામના આગેવાન કલ્પેશભાઈ સાથે મળી તળાવ ઊંડુ થાય તે માટે ઘણી મહેતન..

પાણીની સ્થિતિ જ્યાં કપરી સ્થિતિ છે તેવા 34 તાલુકાઓમાંથી શક્યમાં જળસંચયના કાર્યો આરંભ્યાનો  VSSM ને આનંદ છે.

આવનારા વર્ષોમાં 1000 જલમંદિરોના નિર્માણનો સંકલ્પ છે. ઈશ્વર એ મનોરથ પૂર્ણ કરાવે તેવી અભ્યર્થના...

Lake deepening work starts

Water Management site

 The Gandhinagar MLA ,local villagers and Mittal Patel
 were in attendance at the lake 



No comments:

Post a Comment