Monday, July 13, 2015

VSSM helped 30 nomadic families getting Antyoday Ration card

Vadee, Bharthari, Raval, Gadaliya people ( Nomadic tribes)
with their newly issued Antyoday Ration cards
VSSM presented a request  for issuance of  Antyodaya Ration Cards to 30 nomadic families belonging to Vadee, Bharthari, Raval, Gadaliya communities staying in Bhabhar village of Banaskantha district. Fortunately the officials of Banaskantha are extremely understanding and supportive.  The efforts of Mamlatdar Shri. P. K. Oza and Deputy Mamlatdar Shri. Prakashbhai Chaudhry made it possible for these families acquire Antyoday Cards, which were allotted to them on 24th June 2014 by Shri P. K. Oza and Shri. Prakashbhai Chaudhry, officials instrumental in sanctioning the documents. During the program they informed Naranbhai to bring as many such families for Antyoday Ration Cards as possible, “these are teh families that truly deserve an  antyoday ration card and we will ensure the application is processed ASAP. 
We take this opportunity to thank all the officials working on the issue. 
In the picture families  with their ration cards………

vssmની મદદથી ભાભરમાં રહેતાં ૩૦ વિચરતી જાતિના પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ ફાળવાયા

બનાસકાંઠાના ભાભરમાં રહેતા વિચરતી જાતિના ખુબ જ દયનીય સ્થિતિમાં રહેતાં ૩૦ વાદી, ભરથરી, રાવળ, ગાડલિયા પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ મળે એ માટે vssm દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠાનું વહીવટીતંત્ર વિચરતી જાતિઓ માટે ઘણું સકારાત્મક છે. મામલતદારશ્રી પી.કે. ઓઝા અને નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઈ ચૌધરીના સક્રિય સહયોગથી તેમના જ હસ્તે આજરોજ તા.૨૪/૦૬/૨૦૧૫ના રોજ આ પરિવારોને અંત્યોદય રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. રેશનકાર્ડ આપતી વખતે બંને અધિકારીએ vssmના કાર્યકર નારણભાઈને કહ્યું, ‘આવા જરૂરિયાત વાળા પરિવારો ધ્યાન પર આવે તો અમારી પાસે લાવજો. આજ પરિવારો જ અંત્યોદય રેશનકાર્ડના ખરા હકદાર છે.’ બનાસકાંઠા વહીવટી તંત્રનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.. ફોટોમાં રેશનકાર્ડ સાથે પરિવારો..

VSSM helped the Dafer family getting BPL ration card.

The 'Dafer' (A Denotified tribe) with newly issued BPL Ration card 
70 years old Mishribhai Dafer and his wife Haseenaben reside  in Mehsana's Vijapur settlement since past many years. Many Dafer families (A Denotified tribe) have been staying in this particular settlement for decades. Both Mishribha and Haseenaben are alone and stay on their own. Inspite of their age they are required  to earn their living. Mishribhai works on farms in the vicinity. Finding work everyday is impossible for this couple and such an age does not allow them to do such labour intensive work everyday. VSSM’s Tohid  has been striving to ensure that the family gets a BPL ration card. He spoke to the ever supportive Mamlatdar Shri. Tank, requesting him to issue a BPL ration card to this family. Shri. Tank personally visited the couple and looking at their living condition immediately ordered for the issuance of a BPL card for the Mishribhai.

"I have difficulty breathing, can’t work hard enough, Tohidbhai tried really hard to get this card for us. The BPL card will ensure food for us and whatever little else we need will come from the money I earn working at potato and cotton farms or selling seasonal agricultural produce. Nowadays we sell Jamun near a school. The money is enough to buy vegetables,” said a rather relieved Mishribhai.

There are hundreds of families like Mishribhai’s requiring support from the various government welfare schemes, VSSM is trying hard to ensure these families receive benefits,  but extremely complex norms makes it difficult for the deserving families and individuals  access these schemes.  For e.g. only those whose name feature in the village BPL list are eligible for a BPL ration card, as the BPL list is prepared  by the villagers in a gramsabha and since  the nomadic families aren’t part of any village their names never feature in a BPL list. Reeling under abject poverty these families are truly entitled to a BPL card.

Hope the continuous advocacy VSSM undertakes enables easing out such complex conditions so that the benefits reach those who deserve the them the most…..


 ડફેર પરિવારને મળ્યું BPL રેશનકાર્ડ

મહેસાણાના વિજાપુરમાં ડફેર પરિવારો વર્ષોથી રહે છે. આ વસાહતમાં ૭૦ વર્ષના મિશરીભાઈ ડફેર એમના પત્ની હસીનાબહેન સાથે રહે. બંને એકલા. ઉંમર ઘણી થઇ પણ ઘરમાં કમાવીને ખવડાવે એવું કોઈ નહિ. મિશરીભાઈ બટેકાની સિઝનમાં ખેતરમાં બટેકા વીણવાનું કામ કરે અને કપાસની સિઝનમાં કાલા ફોલવાનું કામ કરે.. બંને પતિ –પત્ની મહેનત ખુબ કરે પણ કામ હમેશા મળે નહિ અને વળી પાછી ઉંમર પણ થઇ એટલે વધુ કામ પણ થાય નહી.. આ પરિવારને BPL રેશનકાર્ડ મળે એ માટે vssmના કાર્યકર તોહીદ પ્રયત્ન કરે. મામલતદાર શ્રી ટાંક સાહેબ ખુબ ભલા અધિકારી. એમની સાથે તોહીદે મિશરીભાઈની સ્થિતિ અંગે વાત કરી અને એમને BPL રેશનકાર્ડ ફાળવવા વિનંતી કરી. મામલતદાર શ્રીએ રૂબરૂ આ પરિવારોની મુલાકાત લીધી અને મિશરીભાઈને તત્કાલ BPL રેશનકાર્ડ મળ્યું.

મિશરીભાઈ ખુબ રાજી છે એ કહે છે, ‘કેટલા વખતથી તોહીદભાઈ મથતા હતાં પણ કંઈ થતું નહોતું.. મને શ્વાસની બીમારી છે હવે બહુ મહેનત નથી થતી.. BPL રેશનકેડના લીધે મને હવે અનાજ મળી જાય છે બાકીના નાના મોટા ખર્ચ માટે અત્યારે સીઝન પ્રમાણે ધંધો કરું છું. હાલ જાંબુ લઈને નિશાળ પાસે ઉભા રહીએ છીએ એટલે શાક – પાંદળાનો ખર્ચ નીકળી જાય છે..હવે થોડી નિરાંત છે’

જરૂરિયાતમંદ આવા દરેક વિચરતા પરિવારને સરકારની વિવિધ યોજનાઓની મદદ મળે એ માટે vssm પ્રયન્ત કરે છે પણ સરકારી યોજનાઓની કેટલીક આંટી ઘૂંટી એવી છે કે, એના કારણે સાચા પરિવારોને મદદ મળતી નથી. જેમકે BPL રેશનકાર્ડ, BPL યાદીમાં જેમના નામ હોય એમને જ મળે અને BPL યાદી ગ્રામસભા નક્કી કરે. વિચરતા અને વિમુક્ત પરિવારો ગામનો હિસ્સો જ નથી હોતા આથી એમના નામ BPL યાદીમાં હોતા નથી અને એટલે એમને BPL રેશનકાર્ડ મળતા નથી.. જબકી ખરા અર્થમાં BPL રેશનકાર્ડના આ પરિવારો સાચા હકદાર છે. આ બધી આંટી ઘૂંટી ઉકેલાય એ માટે vssm પ્રયત્નશીલ છે અને અમે સફળ થઈશું એવી આશા પણ છે.

VSSM’s annual talk with its friends and wellwishers…..

Mittal Patel addressing VSSM wellwishers at
 a gathering at Mumbai
Over the period of time the activities of VSSM have seen very organic growth. While the early years focused on identifying the whereabouts of nomadic communities and understanding their challenges, the recent years have focused on finding long term sustainable strategies to address the identified issues,  requiring us to initiate numerous programs at the grassroots level. The continued and ever growing support from the vast donor base of VSSM has been instrumental in funding all our grassroots activities. VSSM has a strong donor base in Mumbai that supports most of its activities,  christened as ‘FRIENDS OF VSSM’ the group meets every year where in we talk about the activities carried out throughout the year from the funds received from them. This year too we met on 27th June 2015. Respected Shri. Pradipbhai Shah, Shri. Rashminbhai Sanghvi, Shri. K. K. Jhunjhunwala, Shri. Meenaben Shah, Shri. Abhay Bhagat, Shri Atul Doshi  - are the pioneers of  Friends of VSSM and are reason we do not have to worry about financial support but focus our energies to reach out to maximum number of nomadic families as possible. These respected elders worry about us very much and  remain instrumental in hosting this program every year. We salute their trust and unflinching support in us. 
Pillars of VSSM Shri Pradeeobhai shah, shri Rashminbhai
Sanghvai and shri Liladhar Gada
Transparency and accountability are two of the core principles VSSM believes in and such annual talks brings us closer to people who have put faith in us and share our ups and downs with them. We are extremely thankful to all our supporters and well-wishers for their continued support and participating in the event to boost our morale. 

In the picture- Respected Shri. Pradeepbhai Shah, VSSM trustee Shri. Liladhar Gada (Adhaa) and Shri. Rashminbhai Sanghvi at the recent program. 

vssm સાથે સંકળાયેલા  શુભેચ્છકો સાથે વિચરતા સમુદાયો સાથેના કામો સંદર્ભે બેઠક..
vssm દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે જે કામ થઇ રહ્યું છે એ કામમાં સમાજનો સક્રિય સહયોગ મળી રહ્યો છે. મુંબઈમાં રહેતાં કેટલાય પરિવારો આપણા કામમાં ખુબ જ સરસ રીતે મદદરૂપ થઇ રહ્યા છે. આ દાતાઓ, શુભેચ્છકો સાથે વર્ષમાં એક વખત એમણે આપેલા અનુદાનથી શુ કામ થયું છે એ અંગે વાત કરવાનો ઉપક્રમ મુંબઈમાં ‘ફ્રેન્ડસ ઓફ vssm’ દ્વારા તા.૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ આયોજિત કરવામાં આવતો હોય છે. આમ તો ‘ફ્રેન્ડસ ઓફ vssm’ એટલે આદરણીય શ્રી પ્રદીપભાઈ શાહ, શ્રી રશ્મિનભાઈ સંઘવી, શ્રી કે કે ઝુનઝુનવાલા, શ્રી મીનાબેન શાહ, શ્રી અભય ભગત, શ્રી અતુલ દોશી વગેરે મિત્રો.. જેમના કારણે vssmના માધ્યમથી વિચરતી જાતિનું કામ સરળતાથી થઇ શકે છે. મૂળ તો આર્થિક ભાર જ એમણે ઉપાડી લીધો છે એટલે.. એમના દ્વારા જ દાતાઓ સાથે આ ઉપક્રમ યોજાય છે. આ સૌ મિત્રો, વડીલોનો વિચરતી જાતિઓ માટે અખૂટ પ્રેમ છે અને એમની સતત ચિંતા પણ કામો સંદર્ભે હોય છે. આ વહાલા સ્વજનોને નત મસ્તક વંદન..
વિચરતા સમુદાયો સાથેનું કામ જેમના સહયોગ વગર થવું મુશ્કેલ હતું એવા દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. તેઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણા કામમાં તેઓ સતત સાથે છે એવો સધિયારો આપ્યો.
કાર્યક્રમ નીમિતની તસવીર જેમાં આદરણીય શ્રી પ્રદીપભાઈ શાહ, vssm ના ટ્રસ્ટી શ્રી લીલાધર ગડા(અધા), શ્રી રશ્મિનભાઈ સંઘવીને જોઈ શકાય છે.


Sunday, July 12, 2015

84 nomadic families receive BPL cards on the basis of VSSM’s efforts….

Devipoojak Babima '80' is receving BPL Ration card from Mamlatdar
On 3rd July 2015 a public program to give away BPL ration cards to 84 nomadic families was organised in Mehsana’s Vijapur town. The ration cards were given away by Additional Mamlatdar Shri. Vijaybhai Makwana.  80 year old Babima Devipujak was one of the recipients of a BPL card during this event. Seeing her come to accept the card made Shri. Vijaybhai very emotional, “ I can’t understand why does it take such a long time for individuals like Babiba to receive a BPL card when she truly deserves it. I feel really sorry for such apathy!!” 

Nomadic and Denotified persons with their BPl Ration cards
“ Sir, untill now no one paid heed to the repeated requests of Babima, but the moment you met her you approved the BPL card and we should be happy about this fact,” said VSSM's Tohid. 

The Dafer, Salat, Baavri, Devipujak families are delighted to receive the cards. We are thankful to Mamlatdar Shri. Dalpat Tank who was empathetic enough to understand the living conditions of these families and grant them BPL cards. 

In the picture- Additional Mamlatdar giving away card to Babima and the Dafer families that received the cards. 


વિચરતી જાતિના ૮૪ પરિવારોને vssmની રજૂઆતના આધારે BPL રેશનકાર્ડ મળ્યાં

મહેસાણા જીલ્લાના વિજાપુરમાં રહેતાં વિચરતા – વિમુકત સમુદાયના ૮૪ પરિવારોને BPL રેશનકાર્ડ આપવાનો કાર્યક્રમ તા.૩ જુલાઈ ૨૦૧૫ના રોજ યોજાઈ ગયો. નાયબ મામલતદાર શ્રી વિજયભાઈ મકવાણાએ દરેક પરિવારને રેશનકાર્ડ આપ્યા. 

કાર્યક્રમમાં ૮૦ વર્ષીય બબીબહેન દેવીપૂજકને પણ રેશનકાર્ડ આપવામાં આવ્યું. એ મને કાર્ડ આપતી વખતે નાયબ મામલતદાર શ્રી ખુબ ભાવુક થયા એમણે કહ્યું, ‘ આ બા જે સ્થિતિમાં છે એમને કાર્ડ આપવામાં આટલીવાર શાને થઇ? મને ખરેખર ખુબ દુઃખ થાય છે.’ એમની લાગણી જોઇને vssmના કાર્યકર તોહીદે કહ્યું, ‘સાહેબ અત્યાર સુધી બબીમાંની રજૂઆતને કોઈએ ધ્યાને લીધી નથી પણ તમે તો એમને મળ્યા અને કાર્ડ આપ્યું.. આ વાતને જ વધાવીએ.’ રેશનકાર્ડ મેળવનાર સલાટ, બાવરી, ડફેર, દેવીપૂજક પરિવારો ખુબ ખુશ છે. આ પરિવારોની સ્થિતિ સમજી તેમને BPL કાર્ડ આપવાનો નિર્ણય કરનાર મામલતદાર શ્રી દલપત ટાંકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ફોટોમાં નાયબ મામલતદારના હસ્તે કાર્ડ લઇ રહેલાં બબીમાં અને જે પરિવારોને કાર્ડ મળ્યા છે એમાંના ડફેર પરિવારો...

Thursday, July 09, 2015

VSSM’s concern over the endless harassment of nomadic communities by police results in a meeting presided by Additional Director General of Police

Goverment authorities invite vssm to sort out Dafer community issues 
The unlawful harassment of nomadic communities especially that of the Dafer by the state police  has been our concern for a very long time. Over the years, through this platform, we have shared with you  numerous instances of victimisation of the nomadic families. The concerns  had also been shared with state Police Chief, who organised a meeting headed by Shri. Vinod Kumar Mall, Additional D. G. P - Prevention of Atrocities of SC/ST and weaker sections on 9th June 2015. The major demand was immediate end of harassment,  unlawful detention and atrocities on  the Dafer  and other  nomadic families, cooperation of the Department of Police in enabling the Dafer families access residential plots by working closely with the Revenue Department. 

Shri. Vinod Kumar is a concerned and sympathetic police officer. “It is necessary that we work constructively towards ensuring these families find work and get home to build their lives. We have never heard Dafer looting in crores, Rs. 1000 or 2000 and that too to feed his family not to become rich. If they are provided permanent homes, education for their children, opportunities to  earn livelihood the families will not be required to get involved in any such activity,” we salute such compassion and understanding. At the end of the meeting it was decided that the police will write to the revenue department for speedy allotment of residential plots to the Dafer families. The department also agreed to act with humility with these communities to release advisory of the same during the monthly meeting with the district police chiefs. It was also decided that detention of the Dafer youth just because the police are falling short of new cases will also be stopped.  

Under the circumstances when  the police detains anybody from the community our dilemma is whom should do we speak to immediately, to which Shri Mall gave us his phone number and that of Shri.Bhaati,  Deputy Police Chief. 

The difference in the attitude and approach of the senior and junior police officials always confuses us!! We hope and pray that the beginnings at the end of this meeting remain positive….

In the picture - Letter to VSSM by the Police Department. 

vssmની રજૂઆતથી વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ 

વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે રાજ્ય પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેમણે આ સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિનોદ કુમાર મલ્લની અધ્યક્ષતામાં તા.૯ જુન ૨૦૧૫ના રોજ એક બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં વગર ગુને ડફેર પરિવારો પર થતાં પોલીસ અત્યાચાર અને એજ રીતે વિચરતા પરિવારોના વસવાટના સ્થળે આવીને ખોટી રીતે અટકાયત કરવાનું, હેરાન કરવાનું પોલીસ દ્વારા કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ અને ડફેર પરિવારોને સ્થાઈ રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે પોલીસ વિભાગ પણ મહેસુલ વિભાગ સાથે વાટાઘાટો કરે એ બાબતે રજૂઆત કરી. 

શ્રી વિનોદ કુમાર ખુબ જ સંવેદનશીલ અધિકારી એમણે કહ્યું, ‘આ પરિવારોને સ્થાઈ આવાસ અને રોજગાર મળે એ દિશામાં નક્કર પ્રયત્ન થવા જ જોઈએ.. કોઈ ડફેરે કરોડોની લુંટ કરી હોય એમ સાંભળ્યું નથી. રૂ.૧૦૦૦ કે ૨૦૦૦ની લુંટ કરે અને એ માટે કેટલું જોખમ ઉઠાવે.. આ લુંટ પેટ ભરવા માટે જ છે માલદાર થવા નથી.. એમને સ્થાઈ આવાસ અને બીજી સુવિધા મળે, બાળકો ભણતા થશે તો આ બધામાંથી આ પરિવારો નીકળી જશે..’ અધિકારીગણની આ સંવેદનાને સલામ...

બેઠકને અંતે અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જીલ્લામાં રહેતા ડફેર પરિવારોને પ્રથમ તબક્કામાં ઝડપથી રહેણાંક અર્થે જમીન મળે એ માટે પોલીસ વિભાગ મહેસુલ વિભાગને લખશે. સાથે સાથે દર મહીને જીલ્લા પોલીસ વડા સાથે થતી બેઠકમાં પણ વિચરતી જાતિના કિસ્સામાં નમ્રતાથી વર્તવા બાબતે સ્પસ્ટ સુચના આપવાનું વિભાગે સ્વીકાર્યુ. પોલીસ દ્વારા ખાલી કેસ બતાવવા આ પરિવારના યુવાનોની અટકાયત થાય છે એ ન થાય એ માટે પણ સ્પસ્ટ સુચના આપવાનું નક્કી થયું.

‘વિચરતી જાતિના વ્યક્તિઓને ખોટી રીતે પોલીસ લઇ જાય ત્યારે અમે તત્કાલ કોઈ સાથે વાત કરી શકીએ એ અંગે વ્યવસ્થા ગોઠવાય તો ખુબ સારું કામ થઈ શકે એ અંગે બેઠકમાં વાત કરી તો શ્રી મલ્લ સાહેબે એમનો જ ફોન નં. આપ્યો અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાટી સાહેબે
પણ ગમે ત્યારે આ અંગે ફોન કરવાની વિનમ્રતા દાખવી..

ફોટોમાં બેઠક માટે પોલીસ વિભાગ દ્વારા vssm ને પાઠવેલો પત્ર

નીચેના સ્તરના પોલીસકર્મી અને ઉપરી પોલીસ કર્મીના વર્તનમાં આટલો ફરક કેમ છે? એ પ્રશ્ન છે. ખેર સારું થશે એવી આશા છે અને આ શરુઆતનો અંત સારો આવે એવી પ્રાર્થના કરીએ છીએ..

70 nomad families get BPL card - Thanks to costant follow-up VSSM

Names of 70 nomadic families from  Diyodar included in the BPL list…

Nomadic Families finally been included in the BPL category
One of the most striking facts we at VSSM encounter on daily basis while working with the nomadic communities  is the absence of these communities from the BPL list of the government, while in reality  most of them reel under absolute poverty. On one hand  it is crucial that the names feature in the the BPL list if the government
welfare schemes have to be availed ,  on the other hand there is severe resistance amongst the authorities towards including  the names of these families in the BPL list.

In one such instance 70 nomadic families families belonging to Meer, Raval, Oad, Bharthari, Gauswami, Nathwadi, Luhar etc.  staying on government wasteland needed their names to be included in the BPL list if they were to access the government schemes meant to benefit the marginalised and poor families. In March 2013 we began the process of getting the names of these 70 families into the BPL list with our team member Naran filing the applications.  Since the application file did not move ahead  we followed  up the matter only to find out from the clerk that the file containing the applications of these families was lost. We were asked to fill in the forms and refile them. Naran repeated the entire process and submitted the file to Block Development officer. But the District Village Development Agency responded saying that currently the work on including the names in BPL list was on hold!!! Fortunately the TDO was quite supportive and agreed that these families were eligible and their names should be included, he did take up the matter but the progress was quite slow. Our rounds to the office and  followup continued,  2 years since submission of forms and there was no  progress yet!!  Tired we filed a complaint under RTI. 

Surprisingly the authorities responded saying the names were included in the list in May 2015 as seen in the picture. 


We are thankful to the government machinery of Banaskanth for their continued support, in cases like this its the support of officials is all we need….


દિયોદરમાં રહેતા ૭૦ વિચરતા પરિવારોના નામ vssmની મદદથી BPL યાદીમાં દાખલ થયા.
સરકારની મહત્તમ યોજનાની મદદ મેળવવા માટે સરકાર દ્વારા નક્કી કરેલી  BPL યાદીમાં હોવું જરૂરી છે પણ કમનસીબીએ છે કે વિચરતી જાતિના ખરેખર જરૂરિયાત મંદલોકોના જ નામ આ યાદીમાં નથી એટલે આ પરિવારો સરકારની મદદ મેળવી શકતા નથી. દિયોદરમાં સરકારી ખરાબાની જમીનમાં છાપરા કરીને રહેતાં રાવળ ઓડ, મીર, ભરથરી, ગૌસ્વામી, નાથવાદી, લુહાર સમુદાયના ૭૦ પરિવારોને સરકારી મદદની મહત્તમ જરૂરીયાત છે અને એટલે જ તેમના નામ BPL યાદીમાં આવે તે જરૂરી છે.

માર્ચ ૨૦૧૩માં આ પરિવારોના નામ BPL યાદીમાં આવે એ માટે vssmના કાર્યકર નારણે અરજી કરી પણ એ અરજી અન્વયે કોઈ કાર્યવાહી થાય નહી. વારંવારના ધક્કા પછી અમને કહેવામાં આવ્યું કે, ફાઈલ ખોવાઈ ગઈ છે નવેસરથી દરખાસ્ત કરો. નારણે ફરી ફાઈલ તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને આપી. પણ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ હાલમાં BPLની કામગીરી બંધ છે એવો જવાબ આપ્યો પણ TDO શ્રી ખુબ જ હકારાત્મક. એમણે કહ્યું, ‘વિચરતી જાતિના આ પરિવારો ખરા હકદાર છે એમના તરફી હકારાત્મક વિચારવાની જરૂર છે અને vssm સંસ્થા પણ ખુબ જ સારું કામ કરે છે. બસ પછી ફરી પ્રક્રિયા આરંભી. પણ ગતિ ધીમી. અમે ફોલોઅપ કરીએ પણ બે વર્ષ થવા આવ્યાં છતાં યાદી સંદર્ભે કોઈ મેળ ના પડે. છેવટે કંટાળીને RTI કરી અને RTI ના જવાબમાં આ પરિવારોના નામ દાખલ થયાના સમાચાર મળ્યા અને તાજેતરમાં (મે ૨૦૧૫માં) જ એમને BPL યાદીનો દાખલો મળ્યો જે ફોટોમાં જોઈ શકાય છે.

બનાસકાંઠા વહીવટતંત્રની મદદ વગર આ કામ થવું અશક્ય હતું સૌનો આ તબક્કે આભાર માનીએ છીએ.

Thursday, July 02, 2015

Antyoday Ration Card For Nomadic Tribes Women by VSSM

Finally an Antyoday Ration Card is issued to 75 years old Shankuben.

Samuben - Nomadic Community woman with
her Antyoday Ration card
"All these is too much too late, towards  the end of my life, had I got  this Antyodaya Ration Card earlier life would have been less of a struggle.” says 75 years old Sankuben when we told her that the Antyoday Card she has recently received entitles her to free food grains. On 24th June 2015, 30 families from Bhabhar received Antyodaya Ration Cards. Amongst these 30 many are old aged individuals. Like Shankuben, Samuben Raval is also at the fag end of her life, she thanked the government for the issuing the cards but echoed similar concerns as  Shankuben, “old people like us should have received such cards much earlier.” 

According to an order by the Supreme Court of India the destitute, elderly, handicap and widow are always entitled to Antyodaya Ration Card. However this order is implemented in some regions only leaving widow and aging destitute like Sankuben struggling and deprived of government welfare schemes. 

Shankuben and Samisen with their prized possessions - Antyoday Ration Cards…..


૭૫ વર્ષે VSSMની મદદથી વિચરતી જાતિના શન્કુબેનને અંત્યોદય કાર્ડ મળ્યું..
Shankuben - Nomadic Community woman with
her Antyoday Ration Card
ભાભરમાં આજ રોજ તા.૨૪-૦૬-૧૫ ના રોજ ૩૦ પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યાં. જે પરિવારોને કાર્ડ આપવામાં આવ્યાં તે પરિવારમાંથી ઘણા વ્યક્તિઓ વૃદ્ધ છે. શન્કુબેનને ૭૫ વર્ષ થયા હશે. પહેલીવાર એમને અંત્યોદય કાર્ડ મળ્યું. આ કાર્ડથી એમને અનાજ મળશે એમ કહ્યું ત્યારે એમણે કહ્યું, ‘હવે તો ઉપર જવાની તૈયારી થઇ ગઈ.. કેડ(કાર્ડ) બહુ મોડું મળ્યું.. અમારા જેવા ઘરડાં માણસોને સમયસર આ બધું મળે તો અમારે બહુ વેઠવાનું ના થાય.. આવું જ સમુબહેન રાવળે પણ કહ્યું સાથે સાથે સરકારનો આભાર પણ માન્યો.. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નિરાધાર વૃદ્ધ, વિકલાંગ અને વિધવા બહેનોને અંત્યોદય રેશનકાર્ડ મળવા જોઈએ. આ આદેશનો ક્યાંક અમલ થાય છે તો ક્યાય હજુ બાકી છે અને એટલે જ શન્કુબેનને આવા પ્રશ્નો થાય છે.. આશા રાખીએ દરેક જરૂરિયાતમંદ માણસોને બધી જ સગવડ મળે.. ફોટોમાં શન્કુબેન અને સમુબેન પોતાને મળેલા કાર્ડ સાથે..

Monday, June 22, 2015

Never ending web of acquiring documentray evidence for Nomadic Communities




Documentary Evidence for Nomadic Communities
Documentary Evidence for Nomadic Communities
We all are familiar with the mandatory requirement of attaching an entire spectrum of documents to the application forms submitted  to avail any of the government schemes. One of the important document that  the nomadic communities are required to attach for getting residential plots  and housing support is a  caste certificate. Amongst all the citizenry documents and other identity proofs the most difficult document to access is the Caste Certificate.  Why,  because one of the most important and mandatory documents required to be attached to get  this piece of paper  is a school leaving certificate of the applicant’s father!!!  Majority of children who attend schools run by VSSM or benefit from the various educations endeavours of  VSSM are first generation learners so how do their parents and people from older age group acquire a school leaving certificate of their father????

Whenever such situations arise the challenge for us is to convince the authorities about the facts, authorities who most of the times do not apply an out of the box approach.  The very first thing they want us to do is to attach all the necessary documents, it takes lot of  efforts  on our part to make the officials understand the ground realities, officials who do not want to go against the prescribed rule, however dispensable  the documents may be…… The officials take their own time but do eventually do understand.

VSSM prepared applications of residential plots for 17 families of Mehsana’s Nani Kadi village. The applications needed to have  caste certificate to be attached. So we applications to the Mamlatdar for issuance of for caste certificates. The Mamlatdar refused to process the applications since they did not carry the mandatory caste certificate. One of the officials stated that you do not have the necessary proofs because you do no belong to Nani Kadi. They felt they would be going agains the rule books if the caste certificates were issued. With no choice left, we were required to speak to the Social Welfare officer. It took the intervention of Social Welfare Officer to convince the Mamlatdar and get the caste certificates issued. Now we will be able to take the applications of residential plots further. 

Its been close to a decade since we first began working with these communities and yet for us to navigate through the wen of applications and documents continues to be as challenging as ever, robbing us of so much of time, energy  and resources.  How we wish that the processes could be made simpler  for the lay man to navigate through!!


in the picture - nomads with their caste certificates….

વિચરતી જાતિને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી..
વિચરતા પરિવારોને સરકારી મદદ જોઈતી હોય તો કેટલીક યોજનાઓમાં એમણે પોતાની જાતિના પ્રમાણપત્રો જોડવા પડતા હોય છે. જેમ કે, રહેણાંક અર્થે પ્લોટ, મકાન માટેની સહાય વગેરે.. પણ જાતિના પ્રમાણપત્ર મેળવવાની પ્રકિયા આ જાતિઓ માટે થોડી મુશ્કેલ છે. જે વ્યક્તિને જાતિનું પ્રમાણ જોઈતું હોય એ વ્યક્તિએ પોતાના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે જોડવું ફરજીયાત છે. બસ આ નિયમ વિચરતી જાતિના લોકો માટે કપરો છે. કેટલીક જાતિમાં તો ભણવાની શરુઆત જ હમણાં હમણાંથી છે આવામાં પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ક્યાંથી લાવવું?

જોકે અધિકારીગણ આ પરિસ્થિતિ સમજે પણ છે એટલે શરૂઆતમાં જાતિના પ્રમાણપત્ર માટે આ બધા પુરાવા ફરજીયાત માંગે જ. પણ પછી ધીમે ધીમે સમજાવતા વળી સમજી પણ જાય.. મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નાની કડી ગામમાં રહેતા વિચરતી જાતિના ૧૭ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે vssm એ તૈયારી કરી. અરજી સાથે જાતિ પ્રમાણપત્ર જોડવું પડે. એ મેળવવા મામલતદાર કચેરીમાં અરજી કરી. મામલતદારશ્રી એ અરજી કરનાર વ્યક્તિના પિતાના શાળા છોડ્યાના દાખલા નથી એટલે પ્રમાણપત્ર આપવાની ના પડી. એક અધિકારીએ તો એમ પણ કહ્યું, ‘તમે નાની કડીના નથી એટલે જ તમારી પાસે પુરાવા નથી અને નિયમ વિરુદ્ધ અમે કોઈ કામ નહિ કરીએ..’ આખરે સમાજ કલ્યાણ અધિકારીને વાત કરી અને એમણે મામલતદાર શ્રીને સમજાવ્યા અને ૧૭ પરિવારના જાતિના પ્રમાણપત્ર નીકળ્યા. હવે vssm આ પરિવારોને પ્લોટ મળે એ માટે અરજી કરશે.

વર્ષોથી આ જાતિઓને સરકારી યોજનાઓની મદદ મળે એ માટે કામ કરીએ છીએ. સરકારની મદદ મેળવવા માટેના નિયમોના ગૂંચવાડા પણ જોઈએ છીએ. માણસો સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકી જાય છે ત્યારે થાય છે કે, કોઈ સરળ પદ્ધતિ દરેક યોજના માટે કેમ નથી બની રહી.. આ દિશામાં વિચારાય તો જ ખરા અર્થમાં યોજનાકીય મદદ ગરીબો સુધી પહોચશે. 

photoમાં જાતિ પ્રમાણપત્ર સાથે વિચરતી જાતિના વ્યક્તિઓ..