Thursday, July 09, 2015

VSSM’s concern over the endless harassment of nomadic communities by police results in a meeting presided by Additional Director General of Police

Goverment authorities invite vssm to sort out Dafer community issues 
The unlawful harassment of nomadic communities especially that of the Dafer by the state police  has been our concern for a very long time. Over the years, through this platform, we have shared with you  numerous instances of victimisation of the nomadic families. The concerns  had also been shared with state Police Chief, who organised a meeting headed by Shri. Vinod Kumar Mall, Additional D. G. P - Prevention of Atrocities of SC/ST and weaker sections on 9th June 2015. The major demand was immediate end of harassment,  unlawful detention and atrocities on  the Dafer  and other  nomadic families, cooperation of the Department of Police in enabling the Dafer families access residential plots by working closely with the Revenue Department. 

Shri. Vinod Kumar is a concerned and sympathetic police officer. “It is necessary that we work constructively towards ensuring these families find work and get home to build their lives. We have never heard Dafer looting in crores, Rs. 1000 or 2000 and that too to feed his family not to become rich. If they are provided permanent homes, education for their children, opportunities to  earn livelihood the families will not be required to get involved in any such activity,” we salute such compassion and understanding. At the end of the meeting it was decided that the police will write to the revenue department for speedy allotment of residential plots to the Dafer families. The department also agreed to act with humility with these communities to release advisory of the same during the monthly meeting with the district police chiefs. It was also decided that detention of the Dafer youth just because the police are falling short of new cases will also be stopped.  

Under the circumstances when  the police detains anybody from the community our dilemma is whom should do we speak to immediately, to which Shri Mall gave us his phone number and that of Shri.Bhaati,  Deputy Police Chief. 

The difference in the attitude and approach of the senior and junior police officials always confuses us!! We hope and pray that the beginnings at the end of this meeting remain positive….

In the picture - Letter to VSSM by the Police Department. 

vssmની રજૂઆતથી વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ 

વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે રાજ્ય પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેમણે આ સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિનોદ કુમાર મલ્લની અધ્યક્ષતામાં તા.૯ જુન ૨૦૧૫ના રોજ એક બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં વગર ગુને ડફેર પરિવારો પર થતાં પોલીસ અત્યાચાર અને એજ રીતે વિચરતા પરિવારોના વસવાટના સ્થળે આવીને ખોટી રીતે અટકાયત કરવાનું, હેરાન કરવાનું પોલીસ દ્વારા કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ અને ડફેર પરિવારોને સ્થાઈ રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે પોલીસ વિભાગ પણ મહેસુલ વિભાગ સાથે વાટાઘાટો કરે એ બાબતે રજૂઆત કરી. 

શ્રી વિનોદ કુમાર ખુબ જ સંવેદનશીલ અધિકારી એમણે કહ્યું, ‘આ પરિવારોને સ્થાઈ આવાસ અને રોજગાર મળે એ દિશામાં નક્કર પ્રયત્ન થવા જ જોઈએ.. કોઈ ડફેરે કરોડોની લુંટ કરી હોય એમ સાંભળ્યું નથી. રૂ.૧૦૦૦ કે ૨૦૦૦ની લુંટ કરે અને એ માટે કેટલું જોખમ ઉઠાવે.. આ લુંટ પેટ ભરવા માટે જ છે માલદાર થવા નથી.. એમને સ્થાઈ આવાસ અને બીજી સુવિધા મળે, બાળકો ભણતા થશે તો આ બધામાંથી આ પરિવારો નીકળી જશે..’ અધિકારીગણની આ સંવેદનાને સલામ...

બેઠકને અંતે અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જીલ્લામાં રહેતા ડફેર પરિવારોને પ્રથમ તબક્કામાં ઝડપથી રહેણાંક અર્થે જમીન મળે એ માટે પોલીસ વિભાગ મહેસુલ વિભાગને લખશે. સાથે સાથે દર મહીને જીલ્લા પોલીસ વડા સાથે થતી બેઠકમાં પણ વિચરતી જાતિના કિસ્સામાં નમ્રતાથી વર્તવા બાબતે સ્પસ્ટ સુચના આપવાનું વિભાગે સ્વીકાર્યુ. પોલીસ દ્વારા ખાલી કેસ બતાવવા આ પરિવારના યુવાનોની અટકાયત થાય છે એ ન થાય એ માટે પણ સ્પસ્ટ સુચના આપવાનું નક્કી થયું.

‘વિચરતી જાતિના વ્યક્તિઓને ખોટી રીતે પોલીસ લઇ જાય ત્યારે અમે તત્કાલ કોઈ સાથે વાત કરી શકીએ એ અંગે વ્યવસ્થા ગોઠવાય તો ખુબ સારું કામ થઈ શકે એ અંગે બેઠકમાં વાત કરી તો શ્રી મલ્લ સાહેબે એમનો જ ફોન નં. આપ્યો અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાટી સાહેબે
પણ ગમે ત્યારે આ અંગે ફોન કરવાની વિનમ્રતા દાખવી..

ફોટોમાં બેઠક માટે પોલીસ વિભાગ દ્વારા vssm ને પાઠવેલો પત્ર

નીચેના સ્તરના પોલીસકર્મી અને ઉપરી પોલીસ કર્મીના વર્તનમાં આટલો ફરક કેમ છે? એ પ્રશ્ન છે. ખેર સારું થશે એવી આશા છે અને આ શરુઆતનો અંત સારો આવે એવી પ્રાર્થના કરીએ છીએ..

No comments:

Post a Comment