Monday, September 23, 2013

JIWO Exhibition માં vssm

Jain Internation Women Orgenization દ્વારા ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ World trade center – Mumbai માં એક Exhibition નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં vssm સાથે સંકળાયેલી બહેનો દ્વારા મોતીમાંથી બનાવેલી જ્વેલરી અને Patchwork કરીને બનાવેલી Bed sheetsને વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
આ Exhibitionમાં ભાગ લેવાની પ્રેરણા મુંબઈમાં રહેતા અને vssm ના શુભેચ્છક શ્રી નીતિનભાઈ સોનાવાલાએ આપી. અલબત stall એમણે જ book કરાવ્યો. JIWO એ stall ની ૮૦ ટકા રકમ ભરી અને બાકીની શ્રી નીતિનભાઈએ. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક મિત્રો stall ની મુલાકાતે આવ્યા અને બહેનોએ બનાવેલી વસ્તુઓ હોંશે હોંશે ખરીદી. શ્રી રશ્મિનભાઈ સંઘવી બે દિવસ એમના તમામ કામ પડતા મૂકી અમારી સાથે રહ્યા. શ્રી પ્રદિપભાઈ શાહે vssm ના કામોમાં મદદરૂપ થઇ શકે એવા દાતાઓ સાથે અમને મેળવ્યા.. શ્રી ક્લ્પાબેન, શ્રી મીનાબેન, શ્રી કૃષ્ણકાંતજી, રાહુલ વગેરેએ ખુબ મદદ કરી. આ બધાએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આ કામો માટે સમય કાઢ્યો એ માટે સૌના આભારી છીએ..
 
JIWO Exhibition માં vssm નો સ્ટોલ ...
Read in English...
VSSM, recently participated in an exhibition organised by Jain International Women Organisation- JIWO at Mumbai’s World Trade Centre on 21st September 2013. Hand made products made by women from various Nomadic communities were on display and sale. Since past couple of months VSSM is engaged in evolving various income generation models with various community groups of Nomadic Tribes. Hand made ethnic jewellery, appliqué bed spreads were some of the products on sale.

Monday, September 09, 2013

Do we have to run pillar to post for every basic entitlement????

 
We have been repeatedly writing about the perceptions, interpretations and attitudes of the local bureaucracy when it comes to implementing new resolutions and amendments made possible because of our  continuous lobbying with senior bureaucracy. The Supreme Court  directive no. PDS 102001-59, K for Department of Food and Civil Supplies  entitles an Antyoday Ration card to widow, destitute, handicap and extremely poor families  and the more recent resolution no. 132012/3097/K Joint Secretary of State for Food and Civil Supply stating families from Nomadic and De-notified Tribes should be issued Ration Cards on the basis of Voters ID cards, empowers the families VSSM works with to acquire a ration card. Yet, even after very clear instructions the local administration makes it difficult for these families to possess a very basic document entitled to every family of this country. 

Recently, 4 Bharthari families from Sutharnesdi village of Bansakantha's Bhabhar block applied for a ration card under the new resolution no 132012/3097/K. However, the Mamatdar refused to process the application without added document from the Talati (village revenue officer). The Bhartharis are extremely marginalised nomadic tribe that plays a musical instrument called 'Ravanhatta' and begs for living. These families are entitled to receive  Antyoday Cards. But the  Mamlatdar concerned is in  no mood to honour any of the above mentioned resolutions, even if the documents from the Talati are submitted these families will only get an APL card. We fail to understand what sense does the resolutions from very senior authorities  make if their own officers are not prepared to respect the issuances. 

Instances of Mamlatdars  agreeing  to issue Antyoday Ration Cards to only  those families who have BPL Ration Cards are also coming forward as our campaign to acquire Ration Cards reaches  various regions. When the VSSM team talks about the new resolution the concerned authorities mention that as Antyoday Card holders are eligible to more food grains than BPL card holders they first need to have a BPL card to qualify for Antyoday card!!! The nomadic families do not have any ration cards hence there is no question of possessing a BPL card, one can visit these families and witness their conditions was the argument we put forward to the Mamlatdar of Banaskantha's Diyodar block to which he replied get a resolution stating thus and we will see...........
 
Do we need to get resolutions issued for each and every matter, what is the advantage of begin in authorities and not take decisions falling under their powers??? will they lose their jobs if needy families get food grains they are entitled to???If things are to proceed at this rate we VSSM might need an entire team just to run between various government departments to get resolutions passed!!!!

ગુજરાતીમાં અનુવાદ નીચે છે...

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં વિચરતી જાતીમાંના ૪ ભરથરી પરિવારો રહે છે. આ પરિવારો પાસે રેશનકાર્ડ નથી. વિચરતી જાતિને ફક્ત મતદાર કાર્ડના આધારે રેશનકાર્ડ આપવાના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગના ઠરાવ ક્રમાંક/કટક/૧૩૨૦૧૩૧૩૦૯૭/ક ના આધારે આ પરિવારોએ મામલતદાર કચેરી-ભાભરમાં રેશનકાર્ડ મેળવવા અરજી કરી. પરંતુ મામલતદાર આવા કોઈ ઠરાવને માનવા તૈયાર નથી! એમણે ભરથરી પરિવારોને કહ્યું કે, “તમારે તલાટીનો દાખલો તો લાવવો જ પડશે!”

એક રીતે સરકારે કરેલા ઠરાવનો આ અનાદર છે. વળી કયું કાર્ડ આપશો તેવું પૂછ્યું તો કહે, તલાટીનો દાખલો આપશો તો જ કાર્ડ આપીશું અને તે પણ એ.પી.એલ.!

ભરથરી પરિવારો રાવણહથ્થો વગાડી ભીખ માંગીને પોતાનો ગુજારો કરે છે. આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એનો ફોટો આ સાથે સામેલ છે. આવી સ્થિતિમાં રહેતા પરિવારોને અંત્યોદય કાર્ડ મળવા જોઇયે. વળી સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક-પી.ડી.એસ.-૧૦૨૦૦૧-૫૯,ક મુજબ અત્યંત ગરીબ કુટુંબો અને વિધવા, ત્યકતા, વિકલાંગ વ્યક્તિના પરિવારને અંત્યોદય રેશનકાર્ડ આપવાની યોજના છે તે પ્રમાણે આ પરિવારો અત્યંત ગરીબ જ કહેવાય. પણ મોટે ભાગે રેશનકાર્ડની અરજી થાય એટલે એ.પી.એલ. જ આપવાના પછી ભલેને એ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય....
કેટલીક જગ્યાએ મામલતદાર એવું કહે છે કે, "જે પરિવારો પાસે BPL કાર્ડ છે એમને જ અમે અંત્યોદય કાર્ડ આપી શકીએ કેમકે BPL કરતા અંત્યોદયમાં વધારે અનાજ મળે છે. એટલે BPL કરતા પણ જે ગરીબ પરિવાર છે એમને જ અંત્યોદય આપવાના.!" અમે એમને કહ્યું કે "વિચરતી જાતિમાંના ઘણા પાસે તો આજે પણ રેશનકાર્ડ નથી તો BPLની તો વાત જ ક્યાં કરવી? મૂળ પરિવારની સ્થિતિ જોઈ કાર્ડ આપી જ શકાય". પણ બનાસકાંઠાના દિયોદર તાલુકાના  મામલતદાર કહે છે કે,  "મામલતદાર તપાસ કરીને જરૂર લાગે તો અંત્યોદય કાર્ડ BPL સિવાયના પરિવારને પણ આપી શકે એવો સરકાર ઠરાવ કરે તો અમે અંત્યોદય કાર્ડ આપીએ.
શું દરેક બાબતે સરકાર ઠરવ કર્યા કરે? અને અમારા જેવા કાર્યકરો ઠરાવ કરાવવા સરકારની પાછળ લાગ્યા રહે? અધિકારી તરીકે પોતે કઈ નિર્ણય ના લઇ શકે. કોઈ વ્યક્તિ જેને ખરે ખર અનાજ ની જરૂર છે એને અનાજ આપવાથી મામલતદારની નોકરી જતી રહેશે????? શેનો ભય છે? કે પછી કરવું જ નથી??/

Thursday, September 05, 2013

So what if you want to study!!!

Since last few years VSSM has been doing an uphill task of motivating, sensitising, mobilising, acclimatising the parents and children from the various Nomadic and De-notified communities to begin the process of  education by bringing the children to school or bringing the school to the children. Than came the RTE Act, a powerful tool that would ensure that all the children of school going age will be in school. However, the gaps in the implementation of this Act is still keeping large number of children  out of school in various pockets of our state as well as country. 

The Dhaniyawada settlement of Nath Vadee families is experiencing similar situation. It is a fairly new settlement near Dhaniyawada village of Banaskanth's  Dantiwada block. The settlement now has brand new homes of one of the most marginalised of nomadic communities,  the Vadees.  The settlement has 61 children of school going age. VSSM has a Bridge School functioning in the settlement  but the mainstream government school is 3 kms away. Children do walk that distance but there are very young children who can not always walk the distance.  The RTE does entitle these kids transportation facility to commute to the school. Infact the RTE has provisions for a school if the village or hamlet has atleast 30 children of school going age!!! 

VSSM  and the community have  been collectively writing to the District Collector, the District Development officer  as well as the District Education officer in this regard. Since more than a year the community has been requesting transport facility. The School Management committee is willing to do the needful but the Sarpanch and some other leaders of the village are opposing the decision. 

VSSM has worked tirelessly with  these families to create an environment of learning. The parents now want their children to study. The children also stay back with few elders in the settlement while their parents migrate in search of livelihood. Believe us this is a very difficult transition that we have been able to achieve. 

The mood of the parents has  began to take a setback with such attitude of authorities and village leaders. 

Hope we are able to find a solution to this situation soon...........
 
 
See Transalation
 

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ધનીયાવાડા ગામમાં નાથવાદી પરિવારો રહે છે. આ વસાહતમાં શાળાએ જઈ શકે તે ઉંમરનાં ૬૧ બાળકો છે. અલબત દરેક બાળકનું નામ ગામની પ્રાથમિક શાળામાં ચાલે પણ છે. પણ મુશ્કેલી આ વસાહતથી ગામ અને શાળા ૩ કી.મી. કરતા વધુ દૂર છે તે છે. બાળકો રોજ ચાલીને શાળાએ જાય છે પણ નાના બાળકો થાકી જાય છે.

RTE (ફરજિયાત શિક્ષણ નો કાયદો) અમલી બન્યો એમાં વસાહતથી શાળાનું અંતર વધારે હોય તો સરકારે વાહનની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ કાયદામાં છે. વળી જ્યાં ૩૦ બાળકોની સંખ્યા હોય ત્યાં તો શાળા જ શરુ કરી શકાય તેવી પણ જોગવાઈ છે.

આ બન્ને જોગવાઈ નાથાવાદીની વસાહતમાં લાગુ પડે છે પણ કરુણતા એ છે કે બન્ને માંથી એકેય નથી થઇ રહ્યું. બનાસકાંઠા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારીને આ બાબતે લખીને આપ્યું છે પણ જવાબ હા કરી દઈશું એ જ મળે છે. ૧ વર્ષ કરતા વધુ સમયથી આ પરિવારો વાહનની માંગ કરી રહ્યા છે પણ.. ગામમાં કાર્યરત school મેનેજમેન્ટ કમિટીના કેટલા સભ્યો આ અંગે ઠરાવ કરવા તૈયાર છે તો સરપંચ અને કેટલા બીજા તેનો વિરોધ કરે છે. .

વિચરતી જાતિમાં એક તો શિક્ષણનું પ્રમાણ ખુબ ઓછું છે એમાંય વાદી સમાજ પોતાના બાળકોના  ભણતરની ચિંતા કરે તેવું તો ખૂબ ઓછું બને છે. હાલ બાળકોના વાલી કામ ધંધા માટે બહાર જાય તો પણ બાળકોનું ભણવાનું બગડે નહિ તે માટે તેમને વસાહતમાં જ મુકીને જાય છે.. આવી સ્થિતિમાં આ પરિવારો સરકારમાં રજૂઆત કરીને થાકી ગયા છે.

આ પરિસ્થિતિના નિવારણ માટે શું કરવું એની ચર્ચા કરતા vssm ના કાર્યકર અને vssm સંચાલિત વૈકલ્પિક શાળામાં બાલદોસ્ત સંગીતાબેન પાસે ભણી રહેલા બાળકો.

Saturday, August 31, 2013

Where there is a will there is a way.......

Shri. Shivraj Gilva's (  Mamlatdar, Deesa) visit to the settlements of Nomadic and De-notified communities on the Raksha Bandhan day has had the exact consequences we had anticipated. The visit helped him witness the daily struggle of survival these communities endure. At the end of his visit he had asked Ishwarbhai, VSSM Regional Coordinator,   to file applications for Antyoday ration cards on immediate basis. Ishwarbhai prepared and submitted applications for 46 families from the settlements of Deesa. On 26th August 2013,  just 4 days after the visit all the 46 families received their Antyoday Ration cards which entitles them to 35 kgs of free grains and kerosene every month. 

 

Saturday, August 24, 2013

દબાણ વગર કોઈ કામ જ ના થાય!

The Ration Card Campaign:

VSSM has been relentlessly pursuing the issue of Ration Card allotment to the families of Nomadic and De-notified communities.  Even after some landmark decisions by senior bureaucrats thesituation hardly changes at the grassroots where the village and block level bureaucracy refuses to pay heed to new regulations. VSSM had brought this issue to the notice of the State Advisor Commissioner for Right to Food campaign. Thousands of families do not have anything to eat and yet the attitude of the local bureaucracy remains distressing. Most of the families are reeling under abject poverty stiil they do not qualify for the BPL (Below Poverty Line)  list and hence not the Antyoday Card!!  After numerous rounds and long wait some get the APL (Above Poverty Line) cards!!

On 23rd August 2013 the State Advisor Commissioner for Right to Food had a meeting with the Senior officials of Food and Civil Supplies Department. Somewhere around 5 in the evening the families of Kamod, Rethal, Jeeva, Viramgaum, Deesa.. … in all villages falling under 7 mamlatdar offices of 4 districts started  receiving calls from the local administrative office. At the office they were handed over their Ration Cards some got APL cards while some received Antyoday cards. These were the cards they had been waiting for last 3 months.

Another matter that requires attention is why the officials are shying away from issuing Antyoday Cards even when the Nomadic and De-notified families in a very obvious manner fall under the category of BPL category!! Families having Antyoday Ration Cards qualify for a monthly quota of certain amount of free food grains, which ensures the family a decent meal in case they do not get work for the day.
A classic example where in the government machinery dose not function unless pressure is not exercised!!!
ઉપરોક્ત storyનો ગુજરાતીમાં અનુવાદ નીચે છે...
વિચરતી જાતિઓની કેટલીક વસાહતો માટે તારીખ.૨૩ ઓગસ્ટ ૧૩ નો દિવસ થોડો શુભ રહ્યો. ગુજરાતમાં વસતા નાગરિકોને રેશનકાર્ડ મેળવવામાં જે તકલીફો થઇ રહી છે એ બાબતે ‘સ્ટેટ એડવાઈઝર કમિશનર ઓફ રાઈટ ટુ ફૂડ’ની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાથે મીટીંગ થઇ. આપણે વિચરતી જાતિઓને રેશનકાર્ડ મેળવવામાં જે તકલીફ પડે છે એ અંગે ‘સ્ટેટ એડવાઈઝર કમિશનર ઓફ રાઈટ ટુ ફૂડ’ને ફરિયાદ કરેલી. સાથે સાથે મોટા ભાગના પરિવારો પાસે ખાવા પુરતું ધાન નથી છતાં જયારે આ પરિવારો રેશનકાર્ડ માટે અરજી કરે ત્યારે માંડ માંડ એ.પી.એલ. કાર્ડ આપવામાં આવે છે. આ બાબત પણ ધ્યાને લાવ્યા.

સાંજના લગભગ ૫ વાગ્યા પછી કમોડ, રેથળ, વિરમગામ, જીવા, વિજાપુર, ડીસા ટૂંકમાં ૪ જીલ્લાની ૭ મામલતદાર કચેરી દ્વારા વસાહતોમાંથી લોકોને બોલાવી કાર્ડ આપવામાં આવ્યા. ક્યાંક એ.પી.એલ. તો ક્યાંક અંત્યોદય કાર્ડ આપ્યા. આ કાર્ડ મેળવવા ક્યાંક તો અરજી કરે ૩ મહિના જેટલો સમય થઇ ગયો હતો પણ ધકકા સિવાય કઈ મળતું નહોતું. ત્યારે અચાનક આ બધું....આવું બને ત્યારે એમ થાય કે દબાણ વગર કોઈ કામ જ ના થાય!

રાજ્ય સરકારને ગરીબોને આપી શકાય તે માટેનો જે જથ્થો કેન્દ્રમાંથી મળે છે એ તેઓ વાપરી શકતા નથી. એક અંદાજે ૨.૫ લાખ પરિવારોને અંત્યોદય કાર્ડ આપી શકાય એવી સ્થિતિ છે પણ ગુજરાતમાં જાણે ગરીબો છે જ નહિ એમ અંત્યોદય કાર્ડ કોઈને આપવામાં જ નથી આવતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંત્યોદયકાર્ડમાં સૌથી વધારે અનાજ આપવાની જોગવાઈ છે.

vssmએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચૂડાસમાંને વિચરતી જાતિઓમાંના અને એ સિવાય પણ જે ગરીબ પરિવાર છે જેને બે ટંકનું જમવાનું મળતું નથી એ તમામને અંત્યોદય કાર્ડ મળે તે માટે રજૂઆત કરી છે. જોઈએ હવે શું થાય છે......

ફોટોમાં કમોડમાં રહેતા પરિવારને ફળવાયેલા એ.પી.એલ. કાર્ડ છે જયારે આ પરીવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમને અંત્યોદય કાર્ડ જ આપવા જોઈએ. બીજા ફોટોમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે દ્ર્શ્યમાન થાય છે.

 

 

Wednesday, August 21, 2013

૨૦૧૩ની રક્ષાબંધનની યાદો....

(1)
The Mamlatdar of Banaskatha’sDeesa block Shri. ShivrajGilvatook the opportunity of spending his RakshaBandhan holiday in a different manner.  It is very normal that we prefer to stay away from out professional duties on a public holiday however, Shri. Gilva decided to spend the afternoon of his holiday visiting the settlements of Nomadic and De-notified communities. InfactIshwarbhai, VSSM Coordinator forBanaskatha had been inviting him to visit the settlements so as to get a better feel of the lives these communities lead and the imminent need of speeding up the bureaucratic processes pertaining to the applications made by these families.
Shri. Gilva visited a number of settlements. On seeing the living conditions he began started telling Ishwarbhai on the next steps to be taken,  the welfare schemes applicable for these  families, he asked to make applications for welfare schemes and he will ensure that they are processed quickly.
India would certainly be a better place if each of us lived up to the expectation, understood and performed our jobs with required sincerity and honesty.

 
See Translation

રક્ષાબંધનનો તહેવાર – સરકારમાં રજાનો દિવસ. પણ બનાસકાંઠાના ડીસા તાલુકાના મામલતદાર શ્રી શિવરાજ ગીલવાએ રજાનો ઉપયોગ જરા જુદી રીતે કર્યો. છેલ્લા કેટલાક સમયથી vssmના બનાસકાંઠાના કાર્યકર ઈશ્વરભાઈ મામલતદારશ્રી ને વિચરતી જાતિઓની સ્થિતિ જોવા વસાહતોમાં સાથે આવવા કહી રહ્યા હતા અને મામલતદાર શ્રીએ રક્ષાબંધનના દિવસે બપોર પછીનો સમય ફાળવ્યો.
વિચરતી જાતિઓની વસાહતોમાં ફરતા ગયા તેમ તેમ મામલતદાર શ્રીને આ પરિવારો માટે શું કરી શકાય એ સૂઝતું ગયું અને ઈશ્વરભાઈ ને લખાવતા ગયા. જેમાં BPL રેશનકાર્ડ, અંત્યોદય રેશનકાર્ડ તથા અન્ય સુવિધાઓ અંગે પણ વાત કરી. એમણે આ પરિવારોને જુદી જુદી સરકારી યોજનાઓની મદદ મળે એ માટે વિવિધ અરજી ઝડપથી તૈયાર કરી દફતરમાં ફાઈલ કરવા કહ્યું જેથી વંચિત પરિવારોને એનો લાભ મળે.
દરેક અધિકારી પ્રેમથી પોતાની જવાબદારી સ્વીકારી, પોતાના હોદ્દાનો સદુપયોગ કરવા માંડે તો ભારતની છબી જ બદલાઈ જાય.
(2)
‘I recently happen to read about the plight of the girls in Vadiya, I have called to inquire how I can be helpful?’ this was on a long distance call we received from Rohan from Gurgaon, Haryana. Rohan is a B. Tech student at Institute of Technology and Management in Gurgaon.
‘Would you be able to devout some time to the cause?’ we asked.
‘That would be difficult because of my studies, but I am keen on doing something for these girls.  For now I will share Rs. 500 from my pocket money every month, you may use it for the work you do in Vadiya.  I will increase the contribution once I start earning,’ replied Rohan promptly.
The involvement does not stop here.  On RakshaBandhan, Rohan sent a parcel containing Rakhis for the brothers of the Vadiya girls who are fighting to stop this established system of forced prostitution.
We have not yet met Rohan in person neither do we have his picture that could be shared. Nonetheless, salute to such compassionate and committed young man who puts others before self.
See Translation

હરિયાણાના ગુરગાંવમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને મેનેજમેન્ટ યુનીવર્સીટીમાં બી.ટેક ભણી રહેલા રોહને વાડિયા ગામમાં બહેનોને મજબૂરીથી દેહવ્યાપાર કરવો પડે છે એ અંગે વાંચ્યું. પોતે વિદ્યાર્થી છે અને વાડિયા માટે શું કરી શકે એ સમજાતું નહોતું. એનો ફોન આવ્યો અને આ પરિસ્થિતિ ના બદલાવ માટે શું કરી શકાય અને પોતે શું મદદ કરે એ પૂછ્યું. અમે એને સમય આપી શકાય કે કેમ એ અંગે પૂછ્યું. એણે કહ્યું, “હાલ હું ભણું છું એટલે સમય આપવો શક્ય નથી. પણ હું  મારી પોકેટ મની માંથી મહીને રૂપિયા ૫૦૦ આપીશ. આ રકમ વાડિયાના કામો માટે  ખર્ચ કરજો અને હું જયારે કમાતો થઈશ ત્યારે વધારે મદદ કરીશ.”
પોતાના મોજ શોખ માટે આપેલા પૈસાનો આવો સરસ સદુપયોગ કરનાર રોહનને સલામ. અરે વાત આટલેથી પૂરી નથી થતી.
રક્ષાબંધનની ઉજવણી થઇ રહી હતી ત્યારે રોનકને થયું હું વાડિયાની બહેનો પાસે હાલ પહોચી શકું એમ નથી પણ મારે કઈક તો કરવું જોઈએ. એણે રાખડીઓનું પાર્સલ મોકલ્યું, વાડિયાની બહેનો માટે નહિ પણ, વાડિયાના એ ભાઇઓ માટે જે પોતાની બહેનોને આવી દોજખભરી જિંદગીમાંથી બહાર લાવવા મથી રહ્યા છે.
રોનકનો કોઈ ફોટો મારી પાસે નથી એટલે એ મૂકી શકી નથી પણ રોનક આજના યુવાનોને ઉદાહરણ પૂરું પાડે છે.
 (3) 
We all have just celebrated the festival of RakshBandhan. It si a festival that symbolizes the sister's love and prayers for her brother's well-being, and the brother's lifelong vow to protect her.
The girls at DoliyaHostel made this significance more relevant. This year they tied Rakhi  on the wrists of  to our community helpers who perform the duty of protecting us.  The girls tied Rakhi to the PSI and Staff of Sayla Police Station, Doctors and Staff at Government Hospital, 108 emergency service staff and the staff at near by Petrol Station. These are the people who need to be thanked for the jobs they do to ensure we remain safe and protected. The girls thanked them for the duties they do and services they provide.

See Translation:

vssm સંચાલિત ડોળિયા હોસ્ટેલમાં ભણતી વિચરતી જાતિની દીકરીઓએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી. આ દીકરીઓએ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI તથા સ્ટાફના અન્ય કર્મચારી, પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મીઓ, સરકારી દવાખાનામાં સેવા આપતા ડોક્ટર તથા સાથી કર્મચારી સાથે સાથે દવાખાનામાં સારવાર લઇ રહેલા દર્દી અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓના હાથે રાખડી બાંધી તેમના લાંબા અને નિરામય આયુની કામના કરી.

 

Tuesday, August 13, 2013

વાદી – મદારીનું પુનર્વસન ક્યારે..

વિચરતી જાતીમાંના વાદી - મદારી જેઓ સાપના ખેલ બતાવી લોકોનું મનોરંજન એક અર્થમાં લોકશિક્ષણનું કામ કરતા હતા. જયારે ટી.વી. નહોતા ત્યારે આજ વાદી – મદારી લોકોને કયો સાપ ઝેરી અને કયો બિનઝેરી તે સમજાવતા.  હું સાપની જાતોને થોડા ઘણા અંશે ઓળખુ છું એ વાદી- મદારીના લીધે. મેં એમના લોક શિક્ષણના જે મનોરંજનના ખેલ તરીકે ઓળખાય છે તે જોયા છે પરંતુ, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કાર્યાન્વિત થતા આ સમુદાયોનો વ્યવસાય પડી ભાગ્યો છે. બીજા કોઈ વ્યવસાયની આવડત નથી. અને સરકારે આ સમુદાયનું પુનર્વસન કર્યું નહી. એટલે આજે મોટા ભાગના વાદી- મદારી ભીખ માંગે છે તો સાધુ-બાવાના વેશ ધારણ કરીને લોકોને ધૂતે છે.( આ કરવું એમની મજબૂરી છે). દેખીતી રીતે એમની કોઈ જમીન નથી ગઈ એટલે એમને વળતર પણ નથી મળ્યું ના તેમનું પુનર્વસન થયું. તમિલનાડુ સરકારે વાદી પરિવારોનું પુનર્વસન ખુબ સારી રીતે કર્યું છે. જેમાં કેટલાકને વેનમ બેંક સાથે જોડી સાપનું ઝેર કાઢવાનું લાયસન્સ આપ્યું છે તો કેટલાક પરિવારોની વસાહતોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યા છે જ્યાં પ્રવાસીયો મુલાકાતે જાય છે અને વાદી પરિવારો એમને સાપ કેવી રીતે પકડવો, સાપની કઈ જાતો છે ઝેરી - બિનઝેરી સાપ કયા છે તે બતાવે છે. બહેનો ભરતગુંથણ કરે છે અને તમના દ્વારા બનાવેલી વસ્તુ તેઓ વેચે છે.

અમદાવાદમાં સાપના શો (snake show) સુંદરવનમાં બતાવવામાં આવે છે. જ્યાં આખા ગુજરાતના બાળકો આવી શકવાના નથી. તો દરેક બાળકના ઘેર ટી.વી. છે અને તેમાં ડીસ્કવરી ચેનલ છે એવું પણ નથી ત્યારે તમિલનાડુની જેમ ગુજરાતમાં પણ મદારીની વસાહતોમાં આવા snake park બનાવવામાં આવે તો ઘણા લોકોને કામ મળે. સાથે સાથે વેનમ બેંક સાથે થોડા પરિવારોને જોડવામાં આવે તો પણ તેમને રોજગારી મળી રહે.

વાદી સમુદાયનું જ્ઞાન જડીબુટ્ટી તથા અન્ય ઝાડ- પાનમાં બાબતે પણ છે. હું તેમને પ્રકૃતિ શિક્ષક કહીશ. આપણી શાળાઓ હવે વર્ગખંડ પુરતી સીમિત થઇ ગઈ છે ત્યારે તોતોચાનની જેમ બાળકોની કલ્પના શક્તિ ખીલે એ માટે પણ વાદી યુવાનોને પ્રકૃતિ શિક્ષક તરીકે ૧૦ થી ૧૫ શાળાઓ વચ્ચે ગોઠવવામાં આવે તો બાળકોને બાહ્ય જ્ઞાન મળશે અને વાદી લોકો ને કામ અને સૌથી મોટું એમણે કોઈને ધૂતવા નહિ પડે.
ફોટોમાં બાબાનાથ વાદી મોરલી સાથે. આમ તો મોરલી સાથે સાપ હોય જ પણ હવે સાપ નથી રહ્યા ...

Thursday, August 08, 2013

ACQUIRING RATION CARD BECOMES A POSSIBILITY FOR THE NOMADIC AND DE-NOTIFIED COMMUNTIES


 The absence of certain basic proofs like birth certificate, address proof, school-leaving certificates etc. prevents the NT and DNTs from acquiring Ration Cards, in fact not just Ration Card but any other important citizenry documents.  Procuring such legal documents in India is like crawling through a complex web of paperwork.
Since these communities stay in large makeshift settlements, the question of possessing permanent address proof, electricity bills; birth certificate or school leaving certificate (most of the children are first generation school goers) does not arise. Under such circumstances depriving them of a document that entitles to a gamut of government benefits that work towards pulling them out of the cycle of poverty and marginalization becomes felonious

When VSSM began working with NT and DNTs majority of the population from these communities had no legal documents. However, over the years acquisition of one document has led to another.  The first break through came with Voter’s ID cards. The path breaking changes in the guidelines and new resolutions by the Election Commission made the task of procuring Voters ID card relatively easy.

VSSM has been advocating with the Food and Civil Supply Department to make the process of getting Antyodya Ration Cards, NT-DNT friendly (in tune with process of Election Commission for NT-DNTs). Consequent to continuous lobbying, demanding that Voters ID Card be treated as one of the ID proofs to issue the Antyoday Ration Cards, the Joint Secretary of Food and Civil Supplies Department passed a resolution No. 132012/3097/K stating that if the applicant has Voters ID cards along with Caste Certificate, Antyoday Ration Card be issued to the family.  In this case inclusion of Caste Certificate was not necessary, firstly, because Ration Cards enable economically marginalized families to procure ration at minimal cost hence economically marginalized families are equally eligible to receive a Ration Card secondly, getting a caste certificate is as challenging as getting a Ration Card and most families from NT and DNTs do not have caste certificate.  Inclusion of ‘Caste Certificate’ has rendered the entire notification impractical. 

VSSM strongly criticized the requirement of ‘caste certificate’ for processing the application of Ration Card, demanding a pull back of the earlier resolution. The authorities recognized the validity in our arguments. One of the major argument being when the families fail to present basic documents to get a Ration Card where are they going to have documents to acquire a Caste Certificate that required ‘school leaving certificate of patriarch of the family’.  While the irony being the current generation of these communities are first generation school goers!!!

 Consequently, the authorities internalized our arguments, rectified the earlier resolution and passed a new one, which omitted the requirement of ‘caste certificate’ and authorized issuance of Ration Card on the basis on Voters ID Card.
 

Wednesday, August 07, 2013

અંત્યોદય રેશનકાર્ડ મેળવવાની મથામણ

અગરબેન મીર વિધવા છે. એમને ૪ બાળકો છે, છૂટકમજૂરી અને મજૂરી ના મળે ત્યારે બાળકો સાથે તેઓ ભોખ માંગે છે. અગરબેન પાસે રેશનકાર્ડ નહોતું. આપણે સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક-પી.ડી.એસ.-૧૦૨૦૦૧-૫૯,ક મુજબ અત્યંત ગરીબ કુટુંબો અને વિધવા, ત્યકતા, વિકલાંગ વ્યક્તિના પરિવારને અંત્યોદય રેશનકાર્ડ આપવાની યોજના છે તે પ્રમાણે અંત્યોદયકાર્ડની માંગણી કરી પરંતુ, અગરબેનને એ.પી.એલ.-૧ કાર્ડ આપવામાં આવ્યું.
આમ તો અગરબેન જે સ્થિતિમાં છે તે પ્રમાણે તેમને અંત્યોદય અથવા BPL કાર્ડ આપવું જોઈએ પણ ચોપડા પર ગરીબો ઘટાડવાની લાયમાં જેને ખરેખર મદદની જરૂર છે તેને મદદ મળતી નથી.