Saturday, August 24, 2013

દબાણ વગર કોઈ કામ જ ના થાય!

The Ration Card Campaign:

VSSM has been relentlessly pursuing the issue of Ration Card allotment to the families of Nomadic and De-notified communities.  Even after some landmark decisions by senior bureaucrats thesituation hardly changes at the grassroots where the village and block level bureaucracy refuses to pay heed to new regulations. VSSM had brought this issue to the notice of the State Advisor Commissioner for Right to Food campaign. Thousands of families do not have anything to eat and yet the attitude of the local bureaucracy remains distressing. Most of the families are reeling under abject poverty stiil they do not qualify for the BPL (Below Poverty Line)  list and hence not the Antyoday Card!!  After numerous rounds and long wait some get the APL (Above Poverty Line) cards!!

On 23rd August 2013 the State Advisor Commissioner for Right to Food had a meeting with the Senior officials of Food and Civil Supplies Department. Somewhere around 5 in the evening the families of Kamod, Rethal, Jeeva, Viramgaum, Deesa.. … in all villages falling under 7 mamlatdar offices of 4 districts started  receiving calls from the local administrative office. At the office they were handed over their Ration Cards some got APL cards while some received Antyoday cards. These were the cards they had been waiting for last 3 months.

Another matter that requires attention is why the officials are shying away from issuing Antyoday Cards even when the Nomadic and De-notified families in a very obvious manner fall under the category of BPL category!! Families having Antyoday Ration Cards qualify for a monthly quota of certain amount of free food grains, which ensures the family a decent meal in case they do not get work for the day.
A classic example where in the government machinery dose not function unless pressure is not exercised!!!
ઉપરોક્ત storyનો ગુજરાતીમાં અનુવાદ નીચે છે...
વિચરતી જાતિઓની કેટલીક વસાહતો માટે તારીખ.૨૩ ઓગસ્ટ ૧૩ નો દિવસ થોડો શુભ રહ્યો. ગુજરાતમાં વસતા નાગરિકોને રેશનકાર્ડ મેળવવામાં જે તકલીફો થઇ રહી છે એ બાબતે ‘સ્ટેટ એડવાઈઝર કમિશનર ઓફ રાઈટ ટુ ફૂડ’ની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાથે મીટીંગ થઇ. આપણે વિચરતી જાતિઓને રેશનકાર્ડ મેળવવામાં જે તકલીફ પડે છે એ અંગે ‘સ્ટેટ એડવાઈઝર કમિશનર ઓફ રાઈટ ટુ ફૂડ’ને ફરિયાદ કરેલી. સાથે સાથે મોટા ભાગના પરિવારો પાસે ખાવા પુરતું ધાન નથી છતાં જયારે આ પરિવારો રેશનકાર્ડ માટે અરજી કરે ત્યારે માંડ માંડ એ.પી.એલ. કાર્ડ આપવામાં આવે છે. આ બાબત પણ ધ્યાને લાવ્યા.

સાંજના લગભગ ૫ વાગ્યા પછી કમોડ, રેથળ, વિરમગામ, જીવા, વિજાપુર, ડીસા ટૂંકમાં ૪ જીલ્લાની ૭ મામલતદાર કચેરી દ્વારા વસાહતોમાંથી લોકોને બોલાવી કાર્ડ આપવામાં આવ્યા. ક્યાંક એ.પી.એલ. તો ક્યાંક અંત્યોદય કાર્ડ આપ્યા. આ કાર્ડ મેળવવા ક્યાંક તો અરજી કરે ૩ મહિના જેટલો સમય થઇ ગયો હતો પણ ધકકા સિવાય કઈ મળતું નહોતું. ત્યારે અચાનક આ બધું....આવું બને ત્યારે એમ થાય કે દબાણ વગર કોઈ કામ જ ના થાય!

રાજ્ય સરકારને ગરીબોને આપી શકાય તે માટેનો જે જથ્થો કેન્દ્રમાંથી મળે છે એ તેઓ વાપરી શકતા નથી. એક અંદાજે ૨.૫ લાખ પરિવારોને અંત્યોદય કાર્ડ આપી શકાય એવી સ્થિતિ છે પણ ગુજરાતમાં જાણે ગરીબો છે જ નહિ એમ અંત્યોદય કાર્ડ કોઈને આપવામાં જ નથી આવતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંત્યોદયકાર્ડમાં સૌથી વધારે અનાજ આપવાની જોગવાઈ છે.

vssmએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચૂડાસમાંને વિચરતી જાતિઓમાંના અને એ સિવાય પણ જે ગરીબ પરિવાર છે જેને બે ટંકનું જમવાનું મળતું નથી એ તમામને અંત્યોદય કાર્ડ મળે તે માટે રજૂઆત કરી છે. જોઈએ હવે શું થાય છે......

ફોટોમાં કમોડમાં રહેતા પરિવારને ફળવાયેલા એ.પી.એલ. કાર્ડ છે જયારે આ પરીવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમને અંત્યોદય કાર્ડ જ આપવા જોઈએ. બીજા ફોટોમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે દ્ર્શ્યમાન થાય છે.

 

 

No comments:

Post a Comment