Wednesday, July 31, 2024

VSSM provides monthly ration kit to Urmilaba through its Mavjat initiative...

Mittal Patel meets Urmila Ba

 In Patel's place  they have done up a small room with metal sheets but there is no door. "Why don't you make a door for the home." Urmilaba requested. 

"If I have to go somewhere, I can close the door. Since you have started giving food grains it is getting stolen. I feel ashamed to ask Mohanbhai for more grains within a few days. He may think I have sold the grains that were given. That's why a door is important.

This was stated by Urmilaba, who lives in Patan. Her husband passed away some time ago. There is no one in the family who takes care of her now..

Neighbours are good and they often provide Urmilaba with food. However Ba does not like it. Earlier she had no choice but to take it from the neighbours but since VSSM started providing it , she does not have to borrow from any one. 

With old age pension and the ration, Ba can manage. She requested that if she can get some help for the medicine that she has to buy, it will be good. She doesn't like to ask for financial help but sometimes it becomes a compulsion..

Like her, we take care of 600 other elderly destitutes every month. You too can become such a guardian for the elderly by contacting 90999-36013 between 11 and 6.

Dear Ashvanibhai Chaudhary, residing in Palanpur, is Urmilaba's guardian... He has taken care of 100 grandmothers. We at VSSM are grateful to him for this contribution...

'પટેલની જગ્યામાં આ પતરાની ઓરડી કરી છે પણ દરવાજો નથી તમે પતરાનો દરવાજો કરી આપો ને' 'કેમ દરવાજો નથી..'

'ના હું ક્યાંક જવું તો પતરુ આડુ કરીન જવું. પણ હમણા હમણાથી તમે જે અનાજ આપો એ ચોરાઈ જાય. મોહનભાઈ(vssm ના કાર્યકર) આપી જાવ એટલે ફરી પાંચ દાડામાં એમની પાહે માંગવામાં શરમ આવે. એમને થાય કે વેચી માર્યું હશે પણ ચોરી જાય હું કરુ. એટલે દરવાજો..'

પાટણમાં રહેતા ઊર્મીલાબાએ આ કહ્યું. એમના પતિ થોડા વખત પહેલા મૃત્યુ પામ્યા. પરિવારમાં કાળજી કરે એવું હવે કોઈ નથી. 

બાના પડોશીઓ ઘણા સારા એ લોકો ઘણી વખત ખાવાનું આપી જાય. પણ બાને એ ખાસ ગમે નહીં. ના છુટકે લેવું પડતું. પણ હવે દર મહિને રાશન મળતા એમને નિરાંત થઈ ગઈ. 

વૃદ્ધ પેન્શન મળે ને અમે આપીયે એ રાશનકીટ એનાથી એમનું ચાલી જાય. દવાનો ખર્ચ જરા વધારે થાય છે એ મદદ મળે તો સારુ એવું ભારે હૈયે એમણે કહ્યું. દરેક વ્યક્તિને માંગવું ગમે નહીં.. પણ ક્યારેક મજબૂરીમાં...

ઉર્મીલાબા જેવા 600 બા દાદાઓને અમે દર મહિને સાચવીએ. તમે પણ આવા માવતરના પાલક બની શકો એ માટે 90999-36013 પર 11 થી 6માં સંપર્ક કરી શકો.

પ્રિય અશ્વનીભાઈ ચૌધરી પાલનપુરમાં રહે તે ઉર્મીલાબાના પાલક... એમણે 100 માવતરોને દત્તક લીધા છે. તેમની આ લાગણી માટે તેમની આભારી છું...

Urmila Ba gets Monthly ration kit
with the help from VSSM














No comments:

Post a Comment