Mittal Patel greeted with garland by villagers |
It is said that on each grain the name of its beneficiary is engraved.
Something similar happened in the village of Vajapur in Banaskantha District. We planted 6000 saplings in Vaijapur with the financial help of Shri K R Shroff Foundation. In 2 months the saplings planted will be one year old. On our way to Vaav, Samlibet we passed through Vajapur. Our associate Naranbhai called up the senior of Vajapur village Shri Motibhai to inform him that we will soon reach the plantation site in the crematorium and he should reach there. Motibhai said that there is a prayer going on at Shri Hirabhai's house in the Village and all seniors of the village are there. He requested us to come there to meet all and share "prasad".
We reached Hirabhai's house. We had thought we would talk about Tree plantation. Hirabhai is fully aware of VSSM activities. He received us all with a shawl and we also had lunch there.
Hirabhai understands the importance of tree plantation. One of his relatives explained that Hirabhai is so concerned about trees that he does not allow the boundary made through barbed wires. Even the smallest of life which survives on trees will be affected if we put barbed wire. They decided not to put barbed wires. It was so nice to hear this. After lunch we all reached the crematorium. It was nice to see the trees having grown well.
The caretaker of the trees stays in the crematorium the whole day and puts in a lot of effort. Shri Motibhai & Village sarpanch also visits the site everyday to enquire about the health of trees.
We are thankful to Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation. With their help we have been able to plant more than 15 lakh trees. This year we will plant further 1.5 lakh trees. We wish that more people come forward to help like Pratulbhai.
You all can participate in this mission. For that please call us on 9099936013 between 10:00 AM to 6:00 PM
કહે છે દાને દાને પર લીખા હૈ ખાને વાલે કા નામ...
આવું જ કાંઈક હમણાં બનાસકાંઠાના વજાપુરમાં થયું. અમે વજાપુરમાં 6000 વૃક્ષો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનની મદદથી વાવ્યા. બે મહિના પછી આ સાઈટ પર વાવેલા વૃક્ષો એક વર્ષના થશે.
અમે વાવ, સમલીબેટ જઈ રહ્યા હતા ને વજાપુર વચમાં આવ્યું. ગામના આગેવાન મોતીભાઈને સ્મશાનમાં આવીયે છીએ તમે આવો એવું કહેવા અમારા કાર્યકર નારણભાઈએ ફોન કર્યો.
ને મોતીભાઈએ કહ્યું, 'ગામના આગેવાન હીરાભાઈના ત્યા હવન છે ત્યાં આવ્યો છું. હીરાભાઈને અમારા ગામના સૌ અહીંયા બેઠા છે. સૌનો આગ્રહ છે કે તમે પ્રસાદ લેવા આવો..'
ગામના સૌ ભેગા થયેલા, વૃક્ષોની વાતો થશે એ આશયે અમે હીરાભાઈના ઘરે પહોંચ્યા. એકદમ જાગૃત વ્યક્તિ. VSSM દ્વારા થતી તમામ સેવાકીય પ્રવૃતિઓથી એ વાકેફ.
એમણે સ્વાગત સાથે પહેરામણી પણ કરી ને જમાડ્યા પણ ખરા..
હીરાભાઈ વૃક્ષના મહત્વને સમજે. તે એમના એક સગાએ કહ્યું પણ ખરુ, 'બેન અમારા હીરાભાઈ તારની વાડ કરવાની મનાઈ કરે. એ કહે એ તારની વાડમાં ઘણા ઝાડ કાપવા પડે.. નાના જીવો હાલની આપણી જીવતીવાડમાં રહે એમનો આશરો જતો રહે. તે બેન એમની વાત માની મે તારની વાડ નથી કરી.'
કેવી મજાની વાત..
ભોજન પ્રસાદ પછી અમે સૌ પહોંચ્યા ગામના સ્મશાનમાં વૃક્ષોનો સરસ ઉછેર જોઈ મન હરખાયું.
અમારા વૃક્ષમિત્ર પણ દિવસ આખો અહીંયા રહે ને જબરુ મથે. મોતીભાઈ ને ગામના સરપંચ શ્રી પણ સ્મશાનમાં રોજ આંટો મારે ને ઝાડના ખબર પુછે.. કદાચ એટલે જ વાવેલા ઝાડ સરસ ઉછર્યા..
ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફના અમે આભારી છીએ. એમની મદદથી 1.5 લાખથી વધારે વૃક્ષો ઉછરી રહ્યા છે.. આ વર્ષે પણ એમની મદદથી બીજા 1.5 લાખ વૃક્ષો વાવી ઉછેરીશું...
પ્રતુલભાઈની જેમ વધુ લોકો વૃક્ષ ઉછેરના કાર્યમાં આગળ આવે તેમ ઈચ્છીયે...
આપ સૌ પણ આ કાર્યમાં સહભાગી થઈ શકો. એ માટે 11 થી 6 માં 9099936013 પર સંપર્ક કરવા વિનંતી..
#MittalPatel #vssm #TreePlantation #KRSF #trees #VillageSupport #treecareprofessionals #oxygentherapy #oxygengenerator
Mittal Patel reaches at Motibhai's Place the senior of Vajapur village |
Mittal Patel disusses Tree Plantation |
Mittal Patel visits Vajapur Crematorium Site |
Vajapur Tree Plantation |
We are thankful to Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation for supporting the tree plantation drive |
No comments:
Post a Comment