Tuesday, July 30, 2024

VSSM in partnership with the co-operation of villagers, undertook a tree plantation drive in Kuwata village of Banaskantha...

Mittal Patel conducts meeting at Kuwata village

"In another 100 years it will not be possible for any one now present to come for a meeting  here in a crematorium. We all work here in the crematorium. However, we need a proper place to sit here. You have improved many crematoriums. Please help us in improving ours too.This crematorium  is the first place as soon as we enter the village". 

This was the conversation we had in Kuwata Village in Banaskantha District with Tejabhai & other elders of the village.

VSSM plants trees and takes care of the same till it grows.  We started this work in 2019 and till now we have developed 166 forests in the villages wherein 8.80 lakhs trees are planted.

In 2024 we plan to plant another 3 lakh trees. We are identifying the villages. We have received the request from Kuwata village & we have asked them what sort of help they can give us.

The elders of the village promised to protect the area, where trees will be planted, with barbed areas and also to install a shock machine. They will also arrange for water supply and clean the area. VSSM role will be to dig the land & plant the trees. Also to arrange for drip irrigation and to appoint a caretaker for the trees.

So with the co-operation of VSSM & the village, the work will be done.

However, Kuwata village is different  from other villages. They took an oath with water in their palms that they will take care of the trees in the crematorium. This oath is important to remind the villagers in case they fail in their duty to take care of the trees.

If all come together like Kuwata village , the earth will become a lovely green place and will be like a pasture.

Our associate Naranbhai, Maheshbhai & the entire team of care takers work very hard in this mission. We take pride in having such dedicated associates.

We wish more people would become aware of the benefits of planting trees.

 'હો વરહ પસી ઓય બેઠા ઈમોંથી કોઈની તાકાત નહીં ક આવી કોઈ મીટીંગમો બેહી હકે. અમાર બધાના ડંગા ડેરા સમશોનમાં જ ઉઠાવવાના. એટલે સમશોનમો અમાર હરખી બેઠક વ્યવસ્થા કરવાની. તમે ઘણા સમશોન સુધાર્યા. અમનય મદદ કરો અમાર સમશોન અમાર સુધારવું. ગોમમો પેહતા સમશોન જ પેલું આવ. બસ ઈન સુધારવું હ્. બસ તમે મદદ કરો..'

બનાસકાંઠાના કુવાતાગામના તેજાભાઈ અને ગામના અન્ય આગેવાનો સાથે થયેલી બેઠકમાં એમણે આ વાત કરી. 

VSSM વૃક્ષો વાવી ઉછેરવાનું કરે. અમે 2019થી આ કાર્ય શરૃ કર્યું હાલમાં અમે 166 ગ્રામવનો ઊભા કર્યા જેમાં 8.80 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે.

આ વર્ષે એટલે કે 2024માં બીજા ત્રણ લાખ વૃક્ષો વાવવા છે. ગામોની પસંદગી થઈ રહી છે. એમાં દિયોદરના કુવાતાગામે અમને વિનંતી કરીને અમે ગામલોકો શું સહયોગ કરશેનું પુછ્યું.

ગામના આગેવાનોએ, સમશાન ફરતે વંડો છે પણ નીલગાય ઠેકી શકે તો ગામે ઈંગલો મારી તાર લગાડવાનું તેમજ ઝાટકા મશીન લગાડવાનું કરી આપવા કહ્યું. સાથે પાણીની વ્યવસ્થા પણ કરશે ને સફાઈ પણ કરી આપશે..

અમારી ભૂમિકા ખાડા કરી વૃક્ષો વાવવાના તેમજ ડ્રીપની વ્યવસ્થા અને પગારદાર માણસ જેને વૃક્ષમિત્ર કહીએ તેને રાખવાની..

ગામ અને સંસ્થાના સહિયારા પ્રયાસથી આ કાર્ય થશે.

જો કે કુવાતાગામ જરા નોખુ પણ ખરુ. સ્મશાનમાં એમણે વાવેલા વૃક્ષો બરાબર ઉછેરશેની પ્રતિજ્ઞા હાથમાં જળ લઈને એમણે કરી.

અમે અનુભવે શીખ્યા ઘણા ગામો ઉત્સાહથી આમંત્રણ આપે પણ પછી દરકારમાં પાછા પડે.. ત્યારે આ પ્રતિજ્ઞા અગત્યની..

બસ કુવાતા ગામની જેમ સૌ સહભાગી થાય તો આ ધરતી મા હરિયાળી થઈ જાય. ગામના ગૌચર બચી જાય..

અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ અને વૃક્ષ ઉછેરની અમારી આખી ટીમની આ કાર્યમાં જબરી મહેનત. આવા કાર્યકરો સાથે હોવાનું ગર્વ...

સૌ જાગે એમ ઈચ્છીએ... 

#MittalPatel #vssm #TreePlantation #banaskantha #gujarat #treecareservices #treecarechallenge #challenging

Mittal Patel with the elders of Kuwata village took an oath
with water in their palms that they will take care of the trees
in the crematorium

Mittal Patel with the elders of Kuwata village at 
Crematorium

Mittal Patel discusses tree plantation 


No comments:

Post a Comment