Ongoing Lake deepening work |
Gadhaa Village in Sabarkantha District.
Availability of water is a big issue there. If the lake of the village gets filled then farmers get water from the well. It will help them to use the water for farming & cattle care purposes.
The villagers have been requesting us since last two years to desilt the lake as it had become quite shallow. The lake's capacity to store water had reduced.
VSSM employed the dredging JCB machine and villagers helped in lifting the soil. The soil removed from the lake was used to repair the road alongside the lake. The good soil was used by the farmer for their farms. In the spirit of co-operation the work of desilting got underway.
Shri Chandravadan Shantilal Shah of Mumbai provided us the financial support for this work.
After desilting, the capacity of the lake to hold water increased The wells which used to get empty by February will have water for a longer time.
The water scarcity is a big issue in many parts of the world. In North Gujarat too water is scarce. In many villages, Narmada Dam has helped water becoming available. We wish that every village will have sufficient water but till that happens every lake, well, ponds, borewells will have to be kept in proper condition. We will also have to be very disciplined in our use of water. Every drop will have to be saved.
સાબરકાંઠાનું ગઢા ગામ.
પાણીની ત્યાં ઘણી વિપદા. ગામનું તળાવ ભરાય તો ખેડૂતોના કૂવામાં પાણી આવે. ખેડૂતો કૂવાના પાણીથી ખેતી અને પશુપાલન કરે.
ગામનું મુખ્ય તળાવ ગાળવા ગામલોકો પાછલા બે વર્ષથી અમને વિનંતી કરે. મૂળ તો તળાવ છીછરુ થઈ ગયેલું એટલે પાણી ભરાવવાની ક્ષમતા ઓછી થઈ ગયેલી.
VSSM એ જેસીબી મશીન મુક્યુ ને ગામલોકોએ માટી ઉપાડવાનું કર્યું. તળાવમાંથી નીકળેલી માટીથી ગામલોકોએ સીમના રસ્તા રીપેર કર્યા. સારી માટી ખેડૂતોએ એમના ખેતરમાં નાખી. આમ સહભાગીતાથી તળાવનું કામ શરૃ કર્યું.
મુંબઈમાં રહેતા આદરણીય ચંદ્રવદનભાઈ શાંતિલાલ શાહે અમને આ તળાવ ગાળવા આર્થિક ટેકો કર્યો જેના લીધે તળાવ ઊંડુ કરી શકાયું.
તળાવ ઊંડુ થતા પાણી ધારણ કરવાની ક્ષમતા વધી. ગામલોકોના કૂવા જે ફેબ્રુઆરીમાં ખાલી થઈ જતા તે લાંબો સમય સુધી ભરાયેલા રહેશે..
પાણીની મુશ્કેલી દેશ દુનિયાના ઘણા વિસ્તારોમાં પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ કિલ્લત છે. ઘણા ગામોમાં સરકારે નર્મદા, ધરોઈ ડેમના પહોંચાડ્યા છે. આશા રાખીએ દરેક ગામમાં પાણી પહોંચે પણ ન પહોંચે ત્યાં સુધી હાથવગા આપણા વાસણો એવા તળાવ, કૂવા, વાવ, રીચાર્જ બોરવેલ ટૂંકમાં પાણી બચાવવા જે પદ્ધતિ અપનાવવી પડે તે અપનાવી પાણીના ટીપે ટીપાને બચાવીએ...
#MittalPatel #vssm #WaterManagement #saveearth#Seva #savetheplanet#savewatersavelife #saveenvironment
Mittal Patel at Water Management Site |
Mittal Patel discusses Water Management |
Mittal Patel at Gadhaa Water Management Site |
No comments:
Post a Comment