Monday, August 12, 2024

It is very important that police and the society treat Dafer community like human beings...

Mittal Patel conducts meeting with Dafer community leaders

On hearing the word "Dafer" people would shudder. It was said that you do not even go in the direction where they stay. When I started my work with nomadic tribes, I used to hear this a lot. I also used to think that these Dafer people must be so dangerous. It was my keen desire to see & meet them in person. I searched for them and after meeting them my only reaction was of love towards them.

Desperate to survive they would steal, fight and hunt.  The person is not a born criminal. The adverse circumstances, sometimes the response to the challenges faced makes a person take to crime. Allahrakhabhai told me " I take care of the petrol pump. The owner of the petrol pump & the whole family went for a marriage. I took care of the petrol pump for a month. I would collect bundles of cash every day. After a month when the owner came, I handed over the entire cash to him and I got a sigh of relief. Dafer is not the one who would do treachery." 

Very hard working community but unfortunately the impression that has been created is so bad that police would harass them for no fault of their and the society would keep them away again for no fault of theirs.

We worked continuously for many years to see that the image of "dafer" improves. We did good work. This community which was not allowed to stay in the village is now permitted. We would take some share of credit for this to happen. 

The harassment of police was becoming much less.  In some villages we managed to get the land allotted to them as the Government also co-operated. It seemed that everything was quite normal and happy days were here when suddenly the police started harassing them all over again.

From the village of Bajarda, the police caught an innocent young boy, beat him badly and put him in jail. In order that such instances do not increase, the seniors of the Dafer community met in Surendranagar. They told us that we do not want police. As such, who wants police ?

The community that believed in hard work believed that whatever the government does is for their good. If police act badly then we retaliate and the crime rate increases. The families say that even when we have not done anything wrong, the police would harass and beat us badly. It is okay if they beat us when we have done anything wrong. 

We at VSSM have improved the lives of many in "dafer" community. Today most of them work hard to earn their living.. Only wish that the police do not instigate them again wrongly. 

It is very important that police and the society treat them like human beings. In any case, we would fight for them and we will not tolerate it if anybody harasses them for no reason. 

The pictures with dafer families, See how much they show their love. I will only say one thing. Just love them. They will give their life for you. Do not hate them, simply love them.


ડફેર નામ પડતા જ એક વખત લોકોના હાંજા ગગડી જતા. જે બાજુ ડફેરના ડંગા હોય એ બાજુ ન જવાય એવું સામાન્ય રીતે લોકો કહેતા.

મે જ્યારે વિચરતી જાતિઓ સાથે કામ શરૃ કર્યું ત્યારે ડફેર વિષે આવું બધુ સાંભળેલું એ વખતે થયેલું એવા તે કેવા ખૂંખાર હશે આ લોકો. મળવું છે એમને ને પછી શોધ આદરી. મળી અને મળ્યા પછી એમના પર માત્ર વહાલ આવ્યું.

વખાના માર્યા ચોરી, લૂંટફાટ કે શિકાર કરી લે.. પણ માણસ જન્મજાત ગુનેગાર નથી હોતો. કયાંક વિષમ સ્થિતિ, ક્યાંક કોઈની હરકતો માણસને ગુનેગાર બનાવે. બાકી અલ્લારખાભાઈ કહે એમ, બહેન હું પેટ્રોલ પંપ હંભાળું. પેટ્રોલપંપાના માલીકના ઘેર લગન હતા. આખુ કુટુંબ બારા વહી ગયેલું. મે મહિનો પંપ હંભાળ્યો. રૃપિયાની થોકડીઓ રોજ આવે.. મહિના કેડે માલિક આવ્યા એ થોકડી એમને હોંપી ત્યારે હાશ થઈ. વિશ્વાસઘાત કરે એ ડફેર નહીં.'

ખુબ મહેનતુ માણસો પણ છાપ એવી પડી ગયેલી કે પોલીસેય ઘણી વખત ખોટી રીતે રંજાડે ને સમાજ એ ગુનાહીત છાપના કારણે પોતાની પડખે રાખે નહીં.

ખેર અમે વર્ષો આ સમુદાયની છાપ સુધરે માટે મથ્યા. ઘણું સારું કામ થયું. ત્રણ ગામની સીમની ત્રીભેટ રહેતા, સરળતાથી પોલીસ પહોંચી ન શકે એવી જગ્યાએ રહેતા ડફેર પરિવારોના ડંગા હવે ગામ વચાળે થયા. અમે એ શ્રેયના હકદાર પણ ખરા.

પોલીસની રાડ પણ ઓછી થઈ. કેટલાક ગામોએ અમારા અને સરકારના પ્રયત્નોથી જમીન પણ આપી.

આમ સુખનો સૂરજ ઊગવા જેવું લાગી રહ્યું હતું ત્યાં પોલીસની હેરાનગતિના માઠા વાવડ મળવાના શરૃ થયા.

બાજરડાથી નિર્દોષ છોકરાને પોલીસ લઈ ગઈ. ઢોર માર માર્યો ને હાલ એ જેલમાં. આવા કિસ્સા વધે નહીં એ માટે સુરેન્દ્રનગરમાં ડફેર આગેવાનો એકત્રીત થયા. પોલીસ ન જોઈએની વાત એમણે કહી. આમ પણ પોલીસ કોને જોઈએ?

મહેનતથી પેટિયું રળનાર આ સમુદાયનું રખોપુ સમાજ, સરકાર કરે તે જરૃરી. ખોટી રીતે કનડગત વઘે તો ગુનાનું પ્રમાણ પણ વધશે. અમારા આ પરિવારો જ કહે, બેન ગુનો કયરો ન હોય તોય પોલીસ કનડે, ઢોર માર મારે. તે કરીને મારે તો ઠીક. માર ખાવાનું કારણેય જડે..

આવું કહેનાર અનેકોને અમે આડેથી સીધે રસ્તે લાવ્યા છીએ. મહેનત કરીને એ બધા આજે રોજી રોટી રળે ત્યારે ફરી પોલીસનો ભો એમનામાં ન બેસે તે અગત્યનું.

ફરી એમને આડા માર્ગો લેવા ન પડે તે માટે પોલીસ અને સમાજ તેમને માણસ સમજે તે જરૃરી. ખેર અમે તો એમના માટે મથીશું ને વગર વાંકે કોઈને અડે તો એ સાંખીશું પણ નહીં...

અમારા ડફેર પરિવારો સાથેની બેઠકની તસવીરો.. કેવું હેત વર્ષાએ આ બધા.. હું એક જ વાત કહીશ. બસ પ્રેમ કરો..આ તમારી માટે જીવ આપી દે એવા.. બસ હવે ન ધુત્કારો...

#MittalPatel #vssm #Dafer #seva #nomadictribe #gujarat #PMOIndia #HarshSanghavi #GujaratPolice

Dafer Community gathered to meet Mittal Patel

 VSSM have improved the lives of many in "dafer" community

Mittal Patel meets Dafer community of Surendranagar


No comments:

Post a Comment