Monday, August 12, 2024

VSSM became instrumental in providing ration and feed to the elderly...

Mittal Patel visits elderly couple in Ravindra village

"Narankaka eagarly looks for you a lot. Whenever I go to provide ration, the first question is when Ben(sister) will come to visit? We have spare time today. Shall we go to Ravindra village?"

The moment our Patan district co-ordinator Mohanbhai said this, Jivat Baa also appeared before my eyes vividly. I also had an indomitable desire to meet her. She was suffering from last stage cancer. Mohanbhai revealed that if she dies beofore meeting me she would die with her last desire to meet me, unfulfilled. I specially went to meet Jivat Baa. Within a few days of meeting, Baa passed away.

Narankaka's health is comparatively good. We wish him to live for a hundred years. If he continuously desires to meet me, I felt that I should go to meet him. I expressed my desire to go to Ravidra village. 

We reached Ravindra from Patan. Narankaka has a fragile hut in his field. His health is fragile due to recent surgery. His wife Taaraabaa looks after him.

Narankaka says, "before you started helping, family members and daughter were helping But I felt it burdensome. As against it, when you help, I don't feel burdened."

We sat on the cot next to him. We talked over many topics. He offered lemonade. His wished we should have lunch with him. We said we will come some other time for that. But, it was hard to convince him.  

Mohankaka kept constantly thanking us. We said, "We are just instruments.There are so many wellwishers to help. With their help, we just arrange to provide ration to 600 elderly people like you." Narankaka blessed us all.

Narankaka's caretaker guardian is Ashwinbhai Chaudhary of Palanpur. Many many thanks to him...

With a prayer to God to keep us being instrumental in seeking happiness of all...

નારણકાકા તમારી ખુબ વાટ જુએ જ્યારે પણ રાશન આપવા જવું ત્યારે પહેલો સવાલ બેન ક્યારે આવશે એ પુછે તે આજે સમય છે રવિન્દ્રા જઈ આવીયે?

અમારા #પાટણ જિલ્લાના કાર્યકર મોહનભાઈએ આ કહ્યું ને મને જીવતમા યાદ આવ્યા. એમની પણ મને મળવાની અદમ્ય ઈચ્છા. એમને છેલ્લા સ્ટેજનું કેન્સર. કાર્યકર મોહનભાઈએ એ વખતે કહેલું તમે નહીં આવો તો તમારામાં એમનો જીવ રહી જશે.. એ પછી હું જીવતમાને ખાસ મળવા ગયેલી. મળીને આવ્યાના થોડાક જ દિવસમાં બા આ દુનિયા છોડી ગયા.

નારણકાકાની તબીયત ઘણી સારી એ સો વર્ષ જીવે એવું ઈચ્છીયે. પણ એ સતત યાદ કરે તો મળવા જવું જોઈએ એમ લાગ્યું ને મોહનભાઈને રવિદ્રા જશુંનું કહ્યું. 

પાટણથી #રવિન્દ્રા પહોંચ્યા. કાકાનું ખેતરમાં કાચુ છાપરુ. એમનું ઓપરેશન થયેલું એટલે તબીયત નાજુક. તારાબા એમના પત્ની એ એમને સાચવે.

કાકા કહે, તમે મદદ નહોતા કરતા ત્યારે કુટુંબીજનો, દીકરી મદદ કરતા. પણ એ બહુ રુચતુ નહીં. આ તમે આપો એનો ભાર નથી લાગતો..

એ ખાટલે બેઠેલા એમની બાજુના ખાટલામાં અમે બેઠા. ખુબ વાતો થઈ. એમણે લીંબુનું શરબત પીવડાવ્યું. એમની ઈચ્છા તો અમે રોટલા ખાઈએ એવી. એ માટે અમે ફરી આવીશુંનું કહ્યું. એ માંડ માન્યા. 

સતત આભાર માનતા કાકાને અમે કહ્યું, અમે તો નિમિત્ત બાકી મદદ કરનારા તો ઘણા સ્વજનો ને એમની મદદથી જ તમારા જેવા 600 બા દાદાઓને રાશન આપી શકીયે છીએ. કાકાએ સૌને આશિર્વાદ આપ્યા.

કાકાના પાલક પાલનપુરના અશ્વિનભાઈ ચૌધરી. એમનો ઘણો આભાર...

સૌના સુખમાં નિમિત્ત બની શકીએ એવી અભ્યર્થના સાથે સતત મથતા રહેવાનું કુદરતને વચન... 



VSSM gives ration kit to Narankaka and Taraba under our
Mavjat initiative

Mittal Patel visits elderly couple's place


No comments:

Post a Comment