Mittal Patel along with Shri Dr. Nitin Sumant Shah during plantation program |
The village invited us to create a village forest in the village grazing land. We gladly accepted. Dr. Nitin Sumant Shah from the Heart Foundation and Research Institute came to help plant 4,900 trees. The residents of Khanpur also participated. VSSM led the initiative, the Forest Department provided the trees, and with collective efforts, a beautiful task was accomplished.
We consider trees as gods and where they are planted as a tree temple. Before a deity is enshrined in any temple, a ceremonial procession takes place. Today, before enshrining the trees in our Pratiksha Gramvan, we held a procession in which the MLA of Dehgam, the Collector, Nitinbhai Shah, and the entire village joined. With much fanfare, the procession of the tree gods reached the tree temple... 51 couples from the village, children, and others participated in the ceremonial planting of the trees.
Esteemed Nitinbhai gave his wife Pratikshaben a memorable gift for future generations by creating Pratiksha Gramvan. Many works are being done in VSSM with their help.. having them with us is significant. We are grateful to them...
For the residents of Khanpur, this was an exceptional celebration, so residents of Khanpur living in Mumbai and Ahmedabad came specially to participate in the program. Such enthusiasm needs to be instilled in every village.
MLA Shri Balrajsinhji, Collector Shri Mehul Dave, Prant Collector, esteemed Bhagwandas Panchal, officials of the Forest Department, Hitendrabhai Patel, the Sarpanch, members of the Taluka Panchayat, and all the villagers were present at the program. We are grateful to all of you...
Our team, including Tohidbhai, Maheshbhai, Pravinbhai, Kalpeshbhai, and the entire VSSM team, is committed to ensuring that the trees planted grow well. We salute their dedication. This was possible due to the hard work of the team day and night, and we are proud to have such a strong team...
We plant and nurture trees with the village's participation. The residents of Khanpur understood this well, so they gathered a significant amount as a donation for planting and nurturing the trees. Khanpur village's participation is unique.
During the breath-planting program, the villagers promised to give an additional twenty bighas of grazing land for planting and nurturing trees, besides the land given for Pratiksha Gramvan...
Salute to esteemed Nitinbhai and the residents of Khanpur who have such a sentiment for trees...
Vriksham Rakshati Rakshita: Whoever protects the trees, The trees protect them...
We pray that the trees protect esteemed Nitinbhai and the villagers who helped in this endeavor...
આજે અમે શ્વાસ વાવ્યા..
તમને થશે શ્વાસ ને તે વળી વવાય?
ને અમે કહીએ હા વવાય, બસ મનમાં ભાવના હોવી જોઈએ..
અમે આજે ગાંધીનગરના દેહગામના ખાનપુરગામે એકલ દોકલ માણસો સાથે નહીં પણ આખા ગામ સાથે ભેગા મળી શ્વાસ વાવ્યા.
ગામે અમને ગામની ગૌચર જમીનમાં ગ્રામવન બનાવવા આમંત્રણ આપ્યું. અમારે તો ભાવતુ તુ ને વૈદે કીધા જેવું થ્યું.
4900 વૃક્ષો વાવવા મદદે આવ્યા ડો. નિતીન સુમંત શાહ - હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ. ખાનપુર નિવાસીઓએ પણ ભાગીદારી નોંધાવી. VSSM એ આમાં આગેવાની લીધી, વન વિભાગે વૃક્ષો આપ્યા ને સહિયારા પ્રયાસથી સુંદર કાર્ય પાર પડ્યું.
અમે વૃક્ષને દેવ કહીએ ને જ્યાં એનું સ્થાપન કર્યું તે વૃક્ષમંદિર. કોઈ પણ મંદિરમાં દેવ બિરાજમાન થાય એ પહેલા એની શોભાયાત્રા નીકળી. આજે અમે પણ અમારા પ્રતિક્ષા ગ્રામવનમાં વૃક્ષનું સ્થાપન કરતા પહેલા તેની શોભાયાત્રા કાઢી ને એમાં દેહગામના ધારાસભ્ય શ્રી, કલેક્ટર શ્રી,નિતીભાઈ શાહ સહિત આખુ ગામ જોડાયું. વાજતે ગાજતે વૃક્ષ દેવની શોભાયાત્રા પહોંચી વૃક્ષમંદિરમાં... ગામના 51 દંપતીઓ તેમજ બાળકો ને અન્ય સૌએ મળીને વૃક્ષોનું સ્થાપન એ પણ પુજન સાથે કર્યું.
આદરણીય નિતીનભાઈએ તેમના પત્ની પ્રતિક્ષાબેનને ભાવી પેઢી યાદ રાખે તેવી ઉત્તમ ભેટ પ્રતિક્ષા ગ્રામવન બનાવીને આપી. તેમની મદદથી VSSMમાં અનેક કામો થઈ રહ્યા છે.. તેમનું સાથે હોવું એ મોટી વાત. અમે એમના આભારી છીએ...
ખાનપુર નિવાસીઓ માટે આ અનેરો ઉત્સવ હતો એટલે મુંબઈ, અમદાવાદમાં રહેતા ખાનપુર નિવાસીઓ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. આવો ઉત્સાહ દરેક ગામોમાં ઊભો થાય એ જરૃરી.
ધારાસભ્ય શ્રી બલરાજસિંહજી, કલેક્ટર શ્રી મેહુલ દવે, પ્રાંત કલેક્ટર શ્રી, આદરણીય ભગવાનદાસ પંચાલ, વન વિભાગના અધિકારીઓ, હીતેન્દ્રભાઈ પટેલ, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેમજ સમગ્ર ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આપ સૌના અમે આભારી છીએ..
વૃક્ષો વાવી તે બરાબર ઉછરે તે માટે મથતી અમારી ટીમ તોહીદભાઈ, મહેશભાઈ, પ્રવિણભાઈ, કલ્પેશભાઈ ને સમગ્ર VSSM ટીમની કટીબદ્ધતાને પ્રણામ. ટીમની રાતદિવસની મહેનતથી આ બધુ શક્ય બને આવી મજબૂત ટીમ સાથે હોવાનું ગર્વ..
અમે ગામની ભાગીદારીથી વૃક્ષો વાવી ઉછેરવાનું કરીએ. ખાનપુર નિવાસીઓ આ બાબતને યોગ્ય રીતે સમજ્યા એટલે એમણે વૃક્ષો વાવી ઉછેરવા માટે માતબર રકમ અનુદાન પેટે એકત્રીત કરી. સહભાગીતા નોંધાવવામાં ખાનપુરગામ એકદમ નોખુ.
શ્વાસરોપણ કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રતિક્ષા ગ્રામવન માટે આપેલી જગ્યા સિવાયની બીજી વીસ વીઘા ગૌચર જમીન વૃક્ષો વાવી ઉછેરવા આપવાનું પણ વચન આપ્યું..
વૃક્ષો માટે આવી લાગણી રાખનાર આદરણીય નિતીનભાઈ તેમજ ખાનપુર નિવાસીઓને સલામ...
વૃક્ષં રક્ષતિ રક્ષતિઃ
વૃક્ષોની જે રક્ષા કરે છે
તેનું રક્ષણ વૃક્ષ કરે છે..
આ કાર્યમાં મદદ કરનાર નિતીનભાઈ તેમજ ગ્રામજનોનું રક્ષણ વૃક્ષ કરે તેવી પ્રાર્થના...
#vssm #MittalPatel #treeplatationdrive #onemillionraise #heartfoundation Nitin Sumant Shah
Mittal Patel with VSSM team at Khanpur tree plantation site |
Mittal Patel with others performing vruksh poojan |
Mittal Patel, Shri Dr. Nitin Sumant Shah ,the MLA of Dehgam, the Collector joined tree plantation program |
All the villagers were present at the tree plantation program |
Khanpur Tree Plantation site |
The villagers performed pooja and planted the saplings |
The tree worship ceremony was carried in presence of everyone |
Esteemed Nitinbhai gave his wife Pratikshaben a memorable gift for future generations by creating Pratiksha Gramvan |
No comments:
Post a Comment