Sunday, January 07, 2024

VSSM prepares applications for allotment of residential plots, ration card, voter id card to nomadic families of Kheda district...

Mittal Patel meets nomadic families of Kheda distrcit

"We do not have any house of our own. We put forward our problems before the Village Panchayat & the Government but no one listened. We do not have any money . As farm labourers we just earn enough to survive. We are advised that we must save money so we can buy our own houses. They are right. Who likes to get it free ? But what to do ? Our earnings are not enough. Even if we get minimal support to start with then we can build on it. However we do not have any base to start and we expect the government to help."

Mukeshbhai & others staying in Bidaj Village of Kheda District said this Since years they were staying in temporary sheds & some with brick walls. They always had fear that they would soon be removed from there. The worry was also where they would go if removed. 

Some got electricity while many did not. In monsoon the entire settlement would get flooded. It would be like living in hell. 

The ration card still carried the names of the children though they were staying separately. 

They constantly had to fight against all these issues.  After they came in contact with our colleague Shri Rajnibhai, VSSM could help them apply for ration cards, electricity and plot of land. Collector Shri Bachhani Sir is a very noble person and he  assured that he will give the best possible help  His team also started work on this issue. 

We pray for these people of Bidaj that they will soon get their houses.

 'અમારી પાસે અમારુ પોતાનું તળિયું નથી. પંચાયત થી લઈને સરકારમાં ઘણી વખત રજૂઆત હોત કરી પણ કાંઈ મેળ નથી પડ્યો. અમારી પાહે એવા પૈસા નથી. ખેતમજૂરી કરી નભીયે. આમાં પેટજોગુ માંડ થાય. લોકો કે બચત કરીને પોતાનું કરો મફતનું હું કામ લેવાનું? એમની વાત એકરીતે હાચી.  મફતનું તો કોને ગમે? પણ હું કરીએ અમારો પનો ટૂંકો પડે. એક ફેરા એક પગથિયું થઈ જાય તો એના માથે પગ મુકી આગળ ચાલવાનું કરી લઈશું. પણ પેલ્લા પગથિયે પગ મુકવા સરકારે મદદ કરવી જોશે..'

ખેડાના બીડજમાં રહેતા મુકેશભાઈ અને અન્ય વિચરતી જાતિના પરિવારોએ આ વાત કરી. 

વર્ષોથી સરકારી જમીનમાં કાચા છાપરાં તો ક્યાંક ઈંટ માંથી બનાવેલા ઘરોમાં રહેતા આ બધા પરિવારોને સતત જગ્યા ખાલી કરાવી દેશે તો ક્યાં જાસુ? નો ભય લાગે..

વીજળીની સુવિધા કેટલાક પરિવારોને મળી તો કેટલાક હજુ વીજળીની સુવિધાથી પણ વંચિત. ચોમાસામાં આખી વસાહતમાં સખત પાણી ભરાય. બહેનો કહે, એ વખત તો આ વસાહત નરક જેવી લાગે. 

વસાહતમાં રહેતા પરિવારમાં દીકરાઓ જુદા રહેતા હોય છતાં તેમના રેશનકાર્ડનું વિભાજન ન થાય. 

આ બધા પ્રશ્નો સામે એ સતત ઝઝૂમે. અમારા કાર્યકર રજનીભાઈના સંપર્કમાં આવ્યા પછી VSSM થકી રેશનકાર્ડ,લાઈટ, પ્લોટ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની અરજીઓ કરી..

કલેક્ટર શ્રી બાચાણી સાહેબ એકદમ ભલા અધિકારી એમણે પણ આ બધી જરૃરિયાતો સંતોષાય તે માટે મદદરૃપ થવાની ખાત્રી આપી. એમની ટીમને પણ આ કાર્યમાં મદદ માટે લગાડી.

બસ બીડજમાં રહેતા અને પોતાનું તળિયું ન હોવાનું કહેતા પરિવારોને ઝટ પોતાનું તળિયું મળે તેવી અભ્યર્થના...

#MittalPatel #vssm #humanrights #gujarat #nomadsofindia #kheda #humanity #communitysupport


The current living condition of nomadic families

The current living condition of nomadic families

The current living condition of nomadic families


No comments:

Post a Comment