Mittal Patel meets elderly destitute of Jamnagar |
"She is not going to die soon. Her father lived for 110 years & her mother lived for 105 years" So said a man with a smile covered in a blanket sleeping on the bed about a lady sitting on a cot in another room. Lady replied that one lives as destined. We cannot decide when we should die.
"You are 105, yet your ears are quite sharp "
On hearing what I said, another lady said that even her eyes are equally sharp.
How are you related to the lady I asked. She said she and the other man sleeping on the cot are the children of the lady. She is our mother.. I was surprised to hear this.
In Bedgam village in Jamnagar lived these 3 dependent adults. They had support of each other but all three were unable to work and earn a livelihood.The man sleeping on the cot Anwarbhai did not have the vision and had difficulty getting up. His sister cooked for all three of them.
How important is the pension received from the government can be understood when we meet such families. From Rs 1000 each received as old age pension, they meet their expenses. Before the Ration Card there was an APL card. Our colleague Anwarbhai helped them get an "antyodaya ration card" . They had difficulty getting the ration from the shop. This type of ration card had the facility of a guardian who could pick up the ration on their behalf . We shall try and arrange for this.
Anwarbhai enjoyed listening to the radio. He listened to devotional songs and cricket commentary.. He always has a radio next to his bed.
When we came to know about the condition of this family, we arranged to deliver the ration kit to them regularly under our food-kit program for the elderly. Now they are in a comfortable position as they get the food kit regularly delivered by Ghulambhai before the one is exhausted.
The door of the house in which this family stays is always closed from outside. Anyone who wants to come has to open it from outside and go in. Else no one from the family goes out of the house. Extra-ordinary situation which makes me sad.
When I asked if any one in the village offered any help , Anwarbhai replied he wanted to shave but....
He did not speak any further but I could understand what he wanted to say. What does one say of the society which does not recognise the pain of their neighbours. Much to ponder.
સાંભળીને માડી; 'તે લયખુ હોય એટલું જીવવુ તો પડસે જ ને એમ કાંઈ આપણા કીધે ઈ થોડો તેડના આવે?'
'માડી તમારે એકસો પાંચ થ્યા તો પણ તમારા કાન એકદમ સરવા છે..'
મારી વાત સાંભળી હું જ્યાં બેઠી હતી તે ઓસરીમાં ખાટલા પર બેઠેલા બેહેને કહ્યું, 'કાન એકલા જ નહીં એની આંખો પણ એવી તેજ..'
'તમે માડીના કોણ થાવ?'
'હું અને આ પથારીમાં પયડો ઈ. અમે એના સોકરાં. એ અમારી મા'.
સાંભળીને ઓહ બોલાઈ ગયું.
જામનગરનું બેડગામ. ત્યાં આ ત્રણે નિરાધાર. આમ તો નિરાધાર ન કહેવાય. ત્રણેયને એકબીજાનો આશરો હતો. પણ કામ ત્રણેમાંથી એકેય કરી શકે એમ નહોતા. માડી અને પથારીમાં સુતેલા દૃષ્ટિહીન અનવરભાઈને તો ઊભા થવામાંય તકલીફ. એમના બહેન રસોઈ કરેને આ બેયને ખવડાવે.
સરકાર દ્વારા મળતું પેન્શન આવા પરિવારો માટે કેટલું અગત્યનું એ આવા પરિવારોને મળીયે ત્યારે સમજાય. ભાઈ બહેનને 1000-1000 એ લોકોની ભાષામાં બુઢા(વૃદ્ધ) પેન્શન પેટે મળે તે એમાંથી એ પોતાનો ખર્ચો કાઢે.
રેશનકાર્ડ પહેલાં APL હતું. અમારા કાર્યકર ગુલામભાઈએ એમને અંત્યોદય રાશનકાર્ડ કરાવી દીધું. પણ રાશન લેવા જવામાં એમને તકલીફ. રાશનકાર્ડમાં આવા પરિવારો માટે ગાર્ડિયનની જોગવાઈ છે અમે એની તપાસ કરી એ ગોઠવાય તેવા પ્રયત્નો કરીશું.
અનવરભાઈ રેડિયો સાંભળવાના શોખીન. ખાસ ક્રિકેટ અને ભજનો સાંભળવા ગમે. તે રેડિયો એમની પથારીની બાજુમાં જ રહે.
આ પરિવારની સ્થિતિ અંગે અમને ખ્યાલ આવ્યો અમે માવજત કાર્યક્રમ અંતર્ગત રાશન આપવાનું શરૃ કર્યું. હવે એમને ઘણી નિરાંત છે. માડીએ કહ્યું, 'હવે ખૂટશે તો હું થાશેની ચિંતા નથ. ખૂટે એ પહેલાં જ ગુલામભાઈ દઈ જાય.'
આ પરિવાર જે ઘરમાં રહે તે ઘરનો દરવાજો પણ બહારથી બંધ. કોઈએ આવવું હોય તો બહારથી ખોલીને આવવાનું બાકી આ ઘરમાંથી કોઈ ઘર ખોલીને બહાર જતું નથી...
જબરી સ્થિતિ.. જોઈને મન ખીન્ન થઈ જાય..
ગામમાં કોઈ મદદ કરે એવું પુછ્યું તો અનવરભાઈ કહે, મારે દાઢી કરાવવી છે પણ....
આગળ એ કશું બોલ્યા નહીં ને ન બોલેલું અમે સમજી ગયા. જે સમાજ પોતાની આસપાસ રહેનારની પીડા નથી સમજતો તે સમાજ વિષે શું કહેવું? વિચારવું રહ્યું....
#MittalPatel #vssm #mavjat #careforold #oldagecare #sad #notsosad #radio #radiolisteners #jamnagar
Mittal Patel meets elderly destitute of Jamnagar |
Mittal Patel meets elderly destitute of Jamnagar |
VSSM provides ration kit under its mavjat initiative to this elderly destitute |
Anwarbhai enjoys listening to radio |
No comments:
Post a Comment